Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Apple Watchનું વેચાણ અટકાવાયું, 300-400 મિલિયન ડૉલરનું નુક્સાન
એપલએ સપ્ટેમ્બર મહિનામાં Wonderlust Event દરમિયાન આખા વિશ્વમાં Apple Watch 9 અને Ultra 2 નામની વૉચ લોન્ચ કરી હતી. આ વૉચ થોડા સમય બાદ વેચાણ માટે પણ મૂકાઈ હતી. પરંતુ ફરીથી એકવાર એપલ વૉચનું વેચાણ અટકાવી દેવાયું છે. અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે આ વૉચના Spo2 ફીચરને કારણે Apple એ વૉચ 9 અને અલ્ટ્રા 2નું સેલ્સ અટકાવી દીધું છે. જેને કારણે એપલને 300થી 400 મિલિયન ડૉલરનું નુક્સાન થવાની આશંકા છે.

કેમ અટકાવાયું વેચાણ
મળતી માહિતી પ્રમાણે એપલે ઓક્ટોબર મહિનામાં લોન્ચ કરેલી વૉચ સિરીઝ 9 અને અલ્ટ્રા 2 સ્માર્ટવૉચમાં આપવામાં આવેલી ટેક્નોલોજીને લઈને મેડિકલ ટેક કંપની મેસિમોએ કાયદેસર દાવો માંડ્યો છે. આ દાવ બાદ અમેરિકન આંતરરાષ્ટ્રીય વેપાર આયોગે આ મામલે તપાસ કરી છે, જે બાદ એપલ વૉચ અને મૈસિમો વચ્ચેના પેટન્ટન કરારને તોડી નાખવામાં આવ્યો છે. એટલે કે જ્યાં સુધી એપલ મેસિમો સાથે આ વાતનો ઉકેલ નહીં લાવે ત્યાં સુધી કંપની પોતાની વૉચને વેચી નહીં શકે.
હજી ચાલી રહી છે તપાસ
ITCના આ નિર્ણય પર તપાસ કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન પાસે માત્ર 25 ડિસેમ્બર સુધીન સમય છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે આઈટીસીના નિર્ણયમાં કોઈ પરિવર્તન નહીં આવે. એપલ આ મામલે પહેલા પણ એક સ્ટેટમેન્ટ જાહેર કરી ચૂક્યુ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એપલ અમેરિકામાં સિરીઝ 9 અને અલ્ટ્રા 2 વૉચનું વેચાણ 21 ડિસેમ્બરથી ઓનલાઈન અને 24 ડિસેમ્બરથી સ્ટોર્સમાં બંધ કરી રહી ચે.
અન્ય મોડેલ્સ પર નહીં પડે સર
જો કે એપલે માત્ર સિરીઝ 9 અને અલ્ટ્રા 2 મોડેલ વૉચનું વેચાણ જ અટકાવ્યું છે. આ નિર્મયન અસર એપલ વૉચ એસઈ અને અન્ય મોડેલ્સ પર નહીં પડે. એટલા માટે કે જે ફીચરને લઈને વિવાદ ઉભો થયો છે, તે ફીચર આ વૉચમાં અવેલેબલ નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ સેલ્સમાં રેક લાગવાથી મેરિકામાં એપલના બિઝનેસને ખાસ અસર નહીં તાય. પરંતુ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામા બિઝનેસ પર અસર દેખાઈ શકે છે. તો અન્ય મીડિયા રિપોર્ટ્સ મુજબ હોલીડે સિઝનમાં એપલને આ વેચાણ અટકાવવાના કારણે 300થી 400 મિલિયન ડૉલરનો ફટકો પડી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
