Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Apple Glowtime Event ક્યારે અને ક્યાં જોઈ શકાશે લાઈવ, આ પ્રોડક્ટ્સ થશે લોન્ચ
આજે 9 સપ્ટેમ્બર 2024 એટલે કે એપલની સૌથી મોટી ઈવેન્ટ આજે યોજાવાની છે. એપલ આજે Glowtime ઈવેન્ટમાં નવા iPhone 16 સિરીઝના ફોનની સાથે બીજી પણ ઘણી પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની છે. આ ઈવેન્ટમાં Apple Intelligent (AI) પરથી પણ પડદો ઉઠશે. આ ઈવેન્ટનું આયોજન San Fransiscoમાં સ્થિત એપલ પાર્કમાં કરાઈ રહ્યું છે. જો કે આ ઈવેન્ટ આખા વિશ્વમાં બધા જ લોકો લાઈવ જોઈ શક્શે. કંપની આ ગ્રાન્ડ ઈવેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવા જઈ રહી છે. ચાલો જાણીએ કે આ ઈવેન્ટ ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકાશે અને એપલ આમાં કઈ કઈ પ્રોડક્ટ લોન્ચ કરી રહી છે?

Appleની ઈવેન્ટ કેવી રીતે જોશો Live?
Apple Glowtime ઈવેન્ટ 9 સપ્ટેમ્બર 2024 આજે ભારતીય સમય પ્રમાણે રાત્રે 10.30 વાગ્યે શરૂ થવાની છે. આ ઈવેન્ટ એપલની યુટ્યુબ ચેનલ પર સ્ટ્રીમ કરવામાં આવશે. ઉપરાંત એપલના બધા જ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પણ આ ઈવેન્ટ લાઈવ જોઈ શકાશે. આ લાઈવ સ્ટ્રીમિંગ એપલની ઓફિશિયલ વેબસાઈટ અને એપલ ટીવી પર પણ કરવામાં આવશે. તમે અહીં આપેલી લિંક પર ક્લિક કરીને પણ આ ઈવેન્ટ જોઈ શકો છો.
Apple કઈ કઈ પ્રોડક્ટ લોન્ચ કરી શકે છે?
આજની આ ઈવેન્ટમાં એપલ પોતાના નેક્સ્ટ જનરેશન આઈફોન સિરીઝ એટલે કે iPhone 16 સિરીઝ લોન્ચ કરવાની છે. આ સિરીઝ અંતર્ગત કંપની iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max લોન્ચ કરશે. આ વખતના નવા આઈફોનમાં ઘણા બધા ફેરફાર જોવા મળી શકે છે.
અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે આઈફોનમાં કેપ્ચર બટન જોવા મળી શકે છે. આ આઈફોન iOS 18 સાથે આવશે. iPhone 16 અને iPhone 16 Plusની ડિઝાઈન આઈફોન 12 જેવી હોઈ શકે છે.
આ ઉપરાંત એપલ પોતાની આ ગ્રાન્ડ ઈવેન્ટમાં Apple Watch Series 10, Watch Ultra 3, Airpods 4th Generation પણ લોન્ચ કરશે. આ ઈવેન્ટમાં Apple AI પણ લોન્ચ થઈ શકે છે. સાથે જ iOS 18ના નવા નવા ફીચર્સ વિશે માહિતી મળશે. આ ઈવેન્ટમાં Apple Siri પણ અપડેટ થશે. સાથે જ કંપની દ્વારા સર્વિસને લગતા પણ જુદા જુદા ફીચર્સ જાહેર થઈ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications