Apple Far Out Event: ક્યારે અને ક્યાં જોશો લાઈવ? જાણો શેની થશે જાહેરાત?

By Gizbot Bureau
|

ટેક શોખીનો આખા વર્ષ દરમિયાન જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે એપલની Far Out ઈવેન્ટ આજે યોજાવાની છે. એપલ ગેજેટ્સના શોખીનો અને ગ્રાહકોની સાથે સાથે ટેક્નોલોજી ઈન્ડસ્ટ્રી માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે, કારણ કે આ જ ઈવેન્ટ દરમિયાન એપલ નવા આઈફોનની સાથે બીજા પણ કેટલાક ગેજેટ્સ લોન્ચ કરશે. શક્યતા છે કે એપલ Far Out ઈવેન્ટ દરમિયાન iPhone 14 સિરીઝની સાથે સાથે નવા એરપોડ્ઝ, એપલ વૉચ સિરીઝ 8 અને નેક્સ્ટ જનરેશન આઈપેડ્સ તેમજ મેકબૂક પણ લોન્ચ કરી શકે છે.

Apple Far Out Event: ક્યારે અને ક્યાં જોશો લાઈવ? જાણો શેની થશે જાહેરાત

આ પ્રોડ્ક્ટસ પણ થઈ શકે છે લોન્ચ

હાર્ડવેરની સાથે સાથે એપલ પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમ iOS 16 પણ આજની Far Out ઈવેન્ટ દરમિયાન જાહેર કરી શકે છે. આ નવી ઓપરેટિંગ સિસ્ટમમાં લોક સ્ક્રીન કસ્ટમાઈઝેશન ઓપ્શન, બેટરી પર્સન્ટેજ ઈન્ડિકેટર અને ઓલવેય્ઝ ઓન ડિસ્પ્લે ફંક્શન આપવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ Far Out ઈવેન્ટ બાદ iPadOS 16 પણ લાઈવ થઈ શકે છે. એપલે ટેકક્રંચ સાથેની વાતચીતમાં iOS 16 ની સાથે સાથે iPad OS 16 પણ રિલીઝ કરવાની વાતને સમર્થન આપ્યું છે.

રાત્રે 10.30 વાગે યોજાશે ઈવેન્ટ

એપલની iPhone 14 સિરીઝની લોન્ચ ઈવેન્ટને Far Out નામ આપવામાં આવ્યું છે. આ ઈવેન્ટ ભારતીય સમય પ્રમાણે આજે રાત્રે 10.30 વાગ્યે શરૂ થશે. એપલની અન્ય ઈવેન્ટની જેમ જ આ ઈવેન્ટ પણ કંપનીની સત્તાવાર વેબસાઈટ પર લાઈવ જોઈ શકાશે. કોવિડ 19 બાદ એપલની આ ઈવેન્ટ માત્ર બીજી ઈવેન્ટ છે, જેમાં પત્રકારો હાજર રહી શક્શે.

અહીં જોઈ શકો છો લાઈવ

એપલની Far Out ઈવેન્ટ લાઈવ જોવા માટે એપલની વેબસાઈટ સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. જો કે એવું નથી કે માત્ર અહીં જ ઈવેન્ટ જોવા મળશે. તમે Far Out ઈવેન્ટ એપલની યુટ્યુબ ચેનલ પર પણ નિહાળી શકો છો. તમારે આ ચેનલ શોધવી ન પડે, તે માટે અમે અહીં જ તમે વીડિયો બતાવી રહ્યા છીએ.

આ ઉપરાંત Far Out ઈવેન્ટને તમે એપલ ટીવી, આઈપેડ કે આઈફોન પર પણ નિહાળી શકો છો. કંપની એપલ ટીવી એપ દ્વારા તેનું લાઈવ પ્રસારણ કરવાની છે. એપલની યુટ્યુબ ચેનલ, એપલ ઈવેન્ટ બેજ અ એપલ ટીવી એપ પર તમે આખી ઈવેન્ટ રિપ્લે પણ કરી શક્શો.

જ્યાં સુધી આ ઈવેન્ટ શરૂ ન થાય, ત્યાં સુધી એપલ કયા કયા ગેજેટ લોન્ચ કરશે, તેના વિશે માત્ર અંદાજ જ લગાવી શકાય તેમ છે. પરંતુ અત્યાર સુધી સામે આવેલા લીક્સ અને મીડિયા રિપોર્ટ્સ મુજબ કેટલીક પ્રોડ્ક્ટસ લોન્ચ થવાની નક્કી છે. જેમ કે 6.1 ઈંચના iPhone 14 મોડેલ્સ, iPhone 14 Pro, 6.7 ઈંચના નોન પ્રો iPhone જે iPhone Max/Plus તરીકે ઓળખાશે તેમજ 6.7 ઈંચનો iPhone 14 Pro Max.

iPhone 14 પર છે દુનિયાની નજર

અત્યાર સુધીના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કંપની 5.4 ઈંચના કોમ્પેક્ટ મિની આઈફોન મોડેલ આ વર્ષથી લોન્ચ કરવાનું બંધ કરી શકે છે. માંગ ઘટવાને કારણે એપલે આ મોડેલ લોન્ચ નહીં કરવાનો નિર્ણય લીધો છે. જો કે, તેમ છતાંય જ્યાં સુધી Far Out ઈવેન્ટ યોજાઈ નહીં, ત્યાં સુધી કંઈ પણ કહેવું વહેલું ગણાશે. એપલ પ્રોડક્ટ યુઝ કરનારા લોકોને ખ્યાલ છે કે છેલ્લી ઘડીએ કેવી રીતે iPhone 8 iPhone X બની ચૂક્યો હતો.

આ વખતે પહેલીવાર કંપની પોતાના નોન પ્રો મેક્સ આઈફોન 14 વેરિયંટને 6.7 ઈંચના ડિસ્પ્લે સાથે લોન્ચ કરવાની છે. આ ઉપરાંત નવા આઈફોનમાં નોચ નહીં હોય, તેની જગ્યાએ પીલ શેપ્ડ કેમેરા હશે, જ્યારે પ્રો મોડેલ્સમાં ફેસ ઈડી સેન્સર કટાઉટ્સ જોવા મળશે.

પ્રો અને નોન પ્રો Apple iPhone 14ને જુદા પાડવા માટે કંપની iPhone 13માં વાપરેલી A15 Bionic Chipને જ iPhone 14 non pro મોડેલ્સમાં રિપીટ કરી શકે છે. બીજી તરફ Apple iPhone 14 Pro અને Pro Max મોડેલ્સમાં લેટેસ્ટ એપલ સિલીકોન A16 Bionic SoC મળશે. કેમેરા મામલે Apple iPhone 14 Pro વેરિયંટમાં નવા 58 મેગાપિક્સલના કેમેરા સેન્સર મળશે. જે કોઈ પણ આઈફોનમાં પહેલીવખત જોવા મળવાના છે.

Best Mobiles in India

Read more about:
English summary
As we inch closer to Apple's biggest launch event of 2022 -- Far Out, there have been a lot of updates floating around all the upcoming Apple products, including the iPhone 14 series of smartphones. While the event will mainly focus on the iPhone 14 smartphones, the company is also expected to announce additional products like an iPad, and AirPods Pro 2022, among others.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X