Apple Event આજે યોજાશે, iPad સહિત આ ગેજેટ્સ થઈ શકે છે લોન્ચ

By Gizbot Bureau
|

એપલની આ વર્ષની સૌથી મોટી ઈવેન્ટ આજે યોજાઈ રહી છે. આ ઈવેન્ટને એપલે Apple Let Loose Event નામ આપ્યું છે. આજની આ ઈવેન્ટમાં આઈપેડની નવી રેન્જ ઉપરાંત અન્ય એક્સેસરીઝ લોન્ચ થવાની શક્યતા છે. આ ઈવેન્ટને તમે એપલની વેબસાઈટ અને એપલ ટીવી એપ પર લાઈવ જોઈ શકો છો.

Apple Event આજે યોજાશે, iPad સહિત આ ગેજેટ્સ થઈ શકે છે લોન્ચ

iPad Pro મોડેલ્સ લોન્ચ થશે?

એપલની આજની ઈવેન્ટમાં આઈપેડ પ્રો મોડેલ્સ લોન્ચ થઈ શકે છે. આ iPad Pro મોડેલ્સમાં ઓલેડ સ્ક્રીન અને અપગ્રેડેડ ચિપસેટ મળી શકે છે. આવું પહેલીવાર થશે, જ્યારે એપલ આઈપેડમાં ઓલેડ સ્ક્રીન આપી રહી છે. આ ડિસ્પ્લે યુઝર્સને ઈમર્સિવ વ્યુઈંગ એક્સપીરિયન્સ આપે છે. આ લિક્વિડ રેટિના એક્સડીઆર સાથે લોન્ચ થવાની છે. iPad Pro મોડેલ્સ 11 ઈંચ અને 12.9 ઈંચની સ્ક્રીન સાઈઝમાં લોન્ચ થવાની શક્યતા છે.

M4 ચિપ પણ મળશે

આ મોબાઈલમાં હુડની નીચે 2024 iPad Pro મોડેલ્સમાં સારા પર્ફોમન્સ માટે M4 ચિપ મળવાની છે. આ ચીપ યુઝર્સનો એક્સપીરિયન્સ બૂસ્ટ કરશે. અત્યાર સુધી તો એવી પણ ચર્ચા છે કે આ આઈપેડમાં એપલ AI ફીચર્સ પણ આપી શકે છે.

મેજિક કી બોર્ડ અને એપલ પેન્સિલ

એપલની આ ઈવેન્ટ દરમિયાન આઈપેડ ઉપરાંત એપલે ફરીથી ડિઝાઈન કરેલું મેજિક કી બોર્ડ પણ લોન્ચ થઈ શકે છે. આમાં મોટો કી બોર્ડ એરિયા અને એલ્યુમિનિયમ ડિઝાઈન મળવાની શક્યતા છે. નવા મેજિક કી બોર્ડમાં યુએસબી સી પોર્ટ પણ મળશે. બીજી એક્સેસરીઝ એપલ પેન્સિલ હોઈ શકે છે. જો કે, આ મામલે હજી કંપની તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.

Apple Pencil 3rd Gen

એપલની ઈવેન્ટ અને પ્રોડક્ટ્સ પર નજર રાખતા જાણીતા ટિપ્સ્ટર માર્ક ગુરમેનના કહેવા પ્રમાણે એપલની આ નવી પેન્સિલ ઘણા નવા ફીચર્સ સાથે લોન્ચ થવાની છે. જ્યારે તમે આ પેન્સિલથી કામ કરશો, ત્યારે તેમાં વાઈબ્રેશન ઈફેક્ટ મળી શકે છે. 2023માં એપલે આ પેન્સિલને અપગ્રેડ કરી હતી. હવે તેમાં યુએસબી ટાઈપ સી સપોર્ટ મળી શકે છે.

આશા છે કે આ નવી પેન્સિલમાં લેટન્સી ઓછી થશે અને એપલે તેની સેન્સિટિવિટી અને એક્યુરસી વધુ સારી થશે. આમાં મેગ્નેટિક્સ ટિપ્સ પણ મળી શકે છે, જે ચેન્જ થશે. આ વખતે પેન્સિલને ગ્લોસી લૂક મળી શકે છે. નવી પેન્સિલ આઈપેડ પ્રો અને આઈપેડ એર પર કામ કરશે. આ ઉપરાંત તેમાં ફાઈન્ડ માય ઈન્ટિગ્રેશન પણ હશે.

Best Mobiles in India

English summary
Apple event today iPad Pencil and many more products launch

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X