Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Apple Event 2024 આ દિવસે યોજાશે, iPhone 16 સહિતની પ્રોડક્ટ્સ થશે લોન્ચ
એપલે પોતાની અપકમિંગ ઈવેન્ટની ડેટ અનાઉન્સ કરી દીધી છે. કંપની દર વર્ષની જેમ આ વર્ષે પણ સપ્ટેમ્બર મહિનામાં એક ગ્રાન્ડ ઈવેન્ટ યોજી રહી છે. આ જ ઈવેન્ટમાં iPhone 16 Seriesની સાથે સાથે નવી જનરેશનના Airpods અને iWatch સહિતની સંખ્યાબંધ પ્રોડક્ટ્સ લોન્ચ થશે. આ ઈવેન્ટ ઓફલાઈન યોજાવાની છે. જો કે, વિશ્વભરમાં યુઝર્સને આ ઈવેન્ટ ઓનલાઈન પણ જોવા મળશે. કંપની આ ઈવેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવાની છે, જેને કારણે લોકો તેને લાઈવ જોઈ શકે. આ ઈવેન્ટ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં યોજાશે. ચાલો જાણીએ દરેક ડિટેઈલ્સ.
Apple Event 2024નું આયોજન 9 સપ્ટેમ્બર 2024ના રોજ થવાનું છે. કંપનીએ આનું એક ઈન્વીટેશન શૅર કરીને પોતાની ઈવેન્ટની ડેટ જાહેર કરી છે. એપલની આ ઈવેન્ટ અમેરિકાના કેલિફોર્નિયાના એપલ પાર્કમાં બનેલા સ્ટીવી જોબ્સ થિયેટરમાં યોજાશે. આ ઈવેન્ટ 10 AM PT એટલે કે ભારતીય સમય પ્રમાણે રાત્રે 10.30 વાગ્યે યોજાશે. એપલની યુટ્યુબ ચેનલ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને એપલની પોતાની વેબસાઈટ પર પણ દુનિયાભરના યુઝર્સ આ ઈવેન્ટને લાઈવ જોઈ શક્શે.

દર વખતની જેમ આ વખતે પણ એપલે આ ઈવેન્ટની ડેટ અને ટાઈમ સિવાય અન્ય કોઈ માહિતી જાહેર નથી કરી. એપલની આ ઈવેન્ટમાં કઈ કઈ પ્રોડક્ટ લોનચ થશે, તે અંગે કોઈ પણ માહિતી શૅર કરવામાં નથી આવી. જો કે છેલ્લા કેટલાક સમયથી સામે આવેલા મીડિયા રિપોર્ટ્સમાં એ પ્રોડક્ટ્સનો ખુલાસો થઈ ચૂક્યો છે, જે એપલની આ ઈવેન્ટ દરમિયાન લોન્ચ થવાની છે.
એપલના મીડિયા ઈન્વિટેશનમાં આ ઈવેન્ટ માટે It’s Glowtime લખવામાં આવ્યું છે. જેના પરથી ક્યાસ લગાવાઈ રહ્યા છે કે નવી એપલ પ્રોડક્ટની સાથે સાથે કંઈક કલરફૂલ અથવા ડિસ્પ્લે સંબંધિત અપગ્રેડટ્સ પણ એપલ પોતાની ઈવેન્ટમાં લોન્ચ કરી શકે છે. જો કે આ બધી જ માહિતી ઈવેન્ટના દિવસે જ ખબર પડશે.
આ ઈવેન્ટમાં કંપની iPhone 16 Series, Apple Watch Series 10 અને AirPods 4 લોન્ચ કરશે. આ ઉપરાંત અન્ય મોટી જાહેરાત પણ કંપની આ ઈવેન્ટ દરમિયાન કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે એપલ દર વર્ષે પોતાનો નવો આઈફોન સપ્ટેમ્બર મહિનામાં જ લોન્ચ કરતી હોય છે. એટલે હવે આખા વિશ્વમાં આઈફોન લવર્સની ઈન્તેજારી નવો આઈફોન કેવો હશે, તેના ફીચર્સ કેવા હશે, તેના અંગેની છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications