iPhoneના આ હેન્ડસેટ હવે નહીં મળે, એપલે બંધ કર્યા આ મોડેલ્સ

By Gizbot Bureau
|

એપલે પોતાની ફાર આઉટ ઈવેન્ટ દરમિયાન iPhone 14 સિરીઝ, એરપોડ્ઝ પ્રો 2, વૉચ સિરીઝ 8, વૉચ અલ્ટ્રા અને વોચ એસઈ 2 લોન્ચ કર્યા છે. આ જાહેરાત થયાના 24 કલાકમાં જ કંપનીએ પોતાના જૂના કેટલાક આઈફોન મોડેલ્સ બંધ કરવાની જાહેરાત કરી છે. એટલે કે કંપની હવે આ જૂના આઈફોન મોડેલ્સનું ઉત્પાદન જ નહીં કરે. ચાલો, જાણીએ એપલે નવા ફોનની જાહેરાતની સાથે સાથે કયા iPhone મોડેલ્સ બંધ કર્યા છે.

iPhoneના આ હેન્ડસેટ હવે નહીં મળે, એપલે બંધ કર્યા આ મોડેલ્સ

આ મોડેલ્સનું નહીં થાય ઉત્પાદન

ગત વર્ષની જેમ જ કંપનીએ આ વખતે પ્રો મોડેલ્સ iPhone 14 Pro, iPhne 14 Pro Max લોન્ચ કર્યા છે, જે માર્કેટમાં હાલ ચાલી રહેલા iPhone 13ને રિપ્લેસ કરવાના છે. સ્પષ્ટ રીતે કહીએ તો એપલે ગત વર્ષે લોન્ચ કરેલા iPhone 13 Pro, iPhone 13 Pro Max બંધ કરવાની જાહેરાત કરી છે. આ બંને મોડેલ્સ 2021માં જ લોન્ચ થયા હતા. ગત વર્ષે લોન્ચ થયેલા iPhone 13 Pro મોડેલ્સ કેટલીક અપડેટ સાથે લોન્ચ થયા હતા. ખાસ કરીને તેમાં 120 Hz LTPO ડિસ્પ્લે, વધારે સારી બેટરી લાઈફ, અપગ્રેડેડ ટ્રિપલ કેમેરા સહિતના ફીચર્સ સાથે લોન્ચ થયા હતા.

મિની સરીઝનો પણ અંત

એપલે આની સાથે સાથે iPhone 12 મિની પણ બંધ કરી દીધો છે. આ ફોન બે વર્ષ પહેલા એટલે કે 2020માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ડિવાઈસ દ્વારા કંપનીએ મિની ડિવાઈસીસની શરૂઆત કરી હતી. સાથે જ આ પહેલા 5જી રેડી iPhone હતા. તેમાં OLED ડિસ્પ્લે આપવામાં આવી હતી, તેમ છતાંય તે સમયે આ iPhone સૌથી અફોર્ડેલ iPhone હતો.

iPhone 11 પણ બંધ

આ ઉપરાંત ટેક જાયન્ટ કંપની એપલે બીજા કેટલાક જૂના મોડેલ જેમ કે iPhone 11 પણ બંધ કર્યો છે. iPhone 11 2019માં લોન્ચ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે iPhone 11 એપલનો પહેલો એવો ફોન હતો જેમાં 4 જીબી રેમ, ડ્યુઅલ કેમેરા સેટ અપ, 18 વોલ્ટનો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને બીજા મહત્વના ફીચર આપવામાં આવ્યામાં હતા.

હવે માર્કેટમાં આ જ iPhone અવેલેબલ

એટલે સરવાળે જોવા જઈએ તો હાલ માર્કેટમાં જે iPhone અવેલેબલ રહેશે, તેમાં iPhone 14 સિરીઝ, iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro અને iPhone 14 Pro Max, iPhone SE 3rd Gen(2022), iPhone 12, iPhone 13 Mini અને iPhone 13 છે. એટલે કે iPhone 11નું સ્ટાન્ડર્ડ વેરિયંટ પણ બંધ થઈ જશે. iPhone 11 બંધ થવાનો અર્થ છે કે એપલ હવે માત્ર 5જી કનેક્ટિવિટીવાળા જ ફોન વેચી રહ્યું છે. જો કે આ જે પણ મોડેલ્સ બંધ થઈ ગયા છે, તે સ્ટોક પૂરો થઆય ત્યાં સુધી માર્કેટમાં અવેલેબલ રહેશે.

જૂના મોડેલ્સ ખરીદી શકાશે કે નહીં?

એપલ હવે આ બંધ કરેલા iPhone મોડેલ્સનું ઉત્પાદન કરવાની નથી. જો કે માર્કેટમાં તમે રિટેઈલર્સ પાસેથી સ્ટોક હશે ત્યાં સુધી આ જૂના મોડેલ્સ ખીદી શક્શો. જો તમારે તમારો iPhone અપગ્રેડ કરવો હોય તો આ શ્રેષ્ઠ સમય છે, કારણ કે જૂના મોડેલ્સ બંધ થવાને કારણે આ જૂના iPhoneના ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે.

Best Mobiles in India

Read more about:
English summary
Apple Discontinues Select iPhone Models; Here’s The List

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X