iPhone 15 લોન્ચ થતાં જ iPhone 14 સિરીઝના ભાવમાં આટલો ઘટાડો

By Gizbot Bureau
|

એપલ પોતાની નવી સિરીઝ આઈફોન 15 લોન્ચ થઈ ચૂકી છે, અને હવે ચારે તરફ આ નવા આઈફોનની જ ચર્ચા ચાલી રહી છે. આ નવી સિરીઝ અંતર્ગત એપલે iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro max એમ ચાર મોડેલ લોન્ચ કર્યા છે. સાથે જ આ નવી સિરીઝના આઈફોનની કિંમત પણ જાહેર થઈ ચૂકી છે. એપલના આ લેટેસ્ટ આઈફોન 15 સિરીઝની કિંમત 79,900 રૂપિયાથી શરૂ થાય છે.

iPhone 15 લોન્ચ થતાં જ iPhone 14 સિરીઝના ભાવમાં આટલો ઘટાડો

જો કે, આ નવા આઈપોન લોન્ચ થવાની સાથે જ કંપનીએ જૂના આઈફોન એટલે કે iPhone 14 સિરીઝની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. જો તમે પણ આ આઈફોન ખરીદવા ઈચ્છી રહ્યા છો, પરંતુ તેનો ભાવ અ તમારું બજેટ મેચ નથી થઈ રહ્યું તો હવે તમે આઈફોન 14 તરફ નજર દોડાવી શકો છો. હાલ આઈફોન 14 સિરીઝ અત્યાર સુધીના સૌથી મોટા ડિસ્કાઉન્ટ સાથે મળી રહી છે. ચાલો જાણીએ કે કંપનીએ કેટલો ભાવ ઘટાડ્યો છે અને નવી કિંમત શું છે.

iPhone 15 સિરીઝ લોન્ચ થવાની સાથે જ iPhone 14 સિરીઝ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેને કારણે iPhone 14 અને iPhone 14 Plusની કિંમતમાં ઘટાડો થયો છે. iPhone 14ની નવી કિંમત સાથે ફોન કંપનીની સત્તાવાર વેબસાઈટ પર લિસ્ટ પમ થઈ ચૂક્યો છે.

iPhone 14ની નવી કિંમત

iPhone 14ના 128 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમતમાં 10 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે. એટલે કે હવે આ ફોનની કિંમત 69,900 રૂપિયા છે. આ પહેલા આ ફોન 79,900 રૂપિયામાં મળતો હતો. બીજી તરફ 256 જીબી સ્ટોરેજ ધરાવતા વેરિયંટને 79,900 રૂપિયામાં ખરીદી શકાય છે, જેની જૂની કિંમત 89,900 રૂપિયા છે. તો 512 જીબી સ્ટોરેજ ધરાવતા વેરિયંટની કિંમત પણ 1,09,900 રૂપિયાથી ઘટાડીને 99,900 રૂપિયા કરી દેવામાં આવી છે.

iPhone 14 Plusની નવી કિંમત

iPhone 14 Plusના 128 જીબી સ્ટોરેજ વેરિયંટને પણ હવે માત્ર 79,900 રૂપિયામાં ખરીદી શકાય છે, જેની જૂની કિંમત 89,900 રૂપિયા હતી. તો 256 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત પણ 89,900 રૂપિયા કરી દેવામાં આવી છે. પહેલા આ વેરિયંટ 99,900 રૂપિયામાં અવેલેબલ હતું. તો 512 જીબી સ્ટોરેજ વેરિયંટની જૂની કિંમત 1,19,900 રૂપિયા હતી, જે ઘટાડીને 1,09,900 રૂપિયા કરી દેવામાં આવી છે. એટલે કે દરેક મોડેલની કિંમત 10,000 રૂપિયાનો ઘટાડો થયો છે.

iPhone 14ના સ્પેસિફિકેશન્સ

iPhone 14માં 6.1 ઈંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે આપવામાં આવી છે. સાથે જ આ ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળે છે, જેમાં 12 મેગાપિક્સલનો વાઈડ એન્ગલ કેમેરા અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ એન્ગલ કેમેરા લેન્સ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત કંપનીએ ફ્રંટ સાઈડ 12 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ આપ્યો છે. iPhone 14 ડિવાઈસ A15 બાયોનિક ચિપસેટ પર કામ કરે છે.

Best Mobiles in India

English summary
Apple decreased price of iPhone 14 after launch of iPhone 15

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X