Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone 15ની કિંમતમાં થઈ શકે છે અધધધ વધારો, જાણો અંદાજિત કિંમત
જે યુઝર્સ iPhone વાપરવાના શોખીન છે, કે પછી પોતાનો iPhone અપગ્રેડ કરવા ઈચ્છી રહ્યા છે, તેઓ સૌ iPhone 15 સિરીઝ લોન્ચ થવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. જો તમે પણ iPhone 15 વાપરવા માટેનું આયોજન કરી રહ્યા છો, તો આર્ટિકલ તમારા માટે જ છે. ટેક માર્કેટમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે આ વર્ષે iPhone 15 Proના મોડેલની કિંમતમાં જબરજસ્ત વધારો થઈ શકે છે. આમ તો iPhone 14 લોન્ચ થયાના સતત બાદ iPhone 15 અંગે ઘણા બધા પ્રાઈસ લીક સામે આવી ચૂક્યા છે. પરંતુ આ લેટેસ્ટ લીક વિશ્વસનીય ગણાતા વૉલ સ્ટ્રીટ એનાલિસીસ ડેન ઈવેસ દ્વારા આવ્યું છે. જેમણે iPhone 14 સિરીઝના પ્રાઈઝ હાઈક વિશે એકદમ સચોટ હિન્ટ આપી હતી. હવે CNBCને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે દાવો કર્યો છે કે Apple અપકમિંગ iPhone 15 Pro અને iPhone 15 Pro Maxની કિંમતમાં 200 ડૉલર એટલે કે લગભગ 16,490 રૂપિયાનો વધારો કરશે.

iPhone 15 Pro મોડેલની કિંમતમાં થશે ભાવ વધારો
જો કે એનાલિસ્ટ ડેન ઈવેસે પરફેક્ટ પ્રાઈઝ ડિટેઈલ્સનો ખુલાસો નથી કર્યો. પરંતુત મનો દાવો છે કે પ્રો મોડેલમાં 200 ડૉલરનો વધારો થઈ શકે છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે એપલ પોતાના અપકમિંગ સ્માર્ટફોનની કિંમતમાં જબરજસ્ત વધારો કરવા ઈચ્છી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કંપનીએ યુએસમાં iPhone 14 Pro વેરિયંટની કિંમતમાં વધારો નથી કર્યો. પરંતુ આ વર્ષે નવા લોન્ચ થનારા મોડેલ અહીં વધારે જ મોંઘા જોવા મળી શકે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જ્યાં iPhone 14 Pro મોડેલની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો, ત્યાં યુઝર્સને 2023માં ફરી એકવાર આઈફોનના ભાવ વધારાનો સામનો કરવો પડી શકે છે.
આટલી હતી iPhone 14 Pro મોડેલ્સની કિંમત
તમને જણાવી દઈએ કે ભારતમાં iPhone 14 Proની કિંમત બેઝ મોડેલ માટે 1,29,900 રૂપિયા છે. જ્યારે આ જ મોડેલ યુએસમાં માત્ર 999 ડૉલર એટલે કે 82,380 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે કંપની નવા મોડેલની કિંમતમાં 200 ડૉલરનો વધારો કરે તો અમેરિકામાં iPhone 15 Proની કિંમત 1,199 ડૉલર એટલે કે 99,000 રૂપિયા થઈ જશે. પરંતુ ભારતમાં આ જ કિંમતે iPhone 15 Pro લોન્ચ થાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. કારણ કે આ કિંમતમાં જીએસટી, કસ્ટમ સહિત અન્ય ખર્ચા પણ લાગુ થશે. iPhone 14 Proની ભારતીય કિંમત અમેરિકન માર્કેટ કરતા 47,500 રૂપિયા વધુ હતી. એટલે નિષ્ણાતોનું માનવું છે કે iPhone 15 Pro ભારતમાં અત્યંત મોંઘા મળી શકે છે.
એક શક્યતા એવી પણ છે કે એપલ ભારતમાં iPhone 15 Pro મોડેલ જૂની કિંમતે જ લોન્ચ કરી શકે છે. ભૂતકાળમાં કંપની iPhone 12, iPhone 13 અને iPhone 14 માટે આવું કરી ચૂકી છે. પરંતુ આ જ એક કારણ છે, જેને લીધે એમ માનવું વધારે પ્રબળ છે કે iPhone 15 Pro મોડેલની કિંમત વધી શકે છે.
ઉલ્લેખનીય છે કે iPhone 15 સિરીઝ લોન્ચ થવાને આડે 2 મહિનાનો સમય બાકી છે. સામાન્ય રીતે નવા આઈફોન સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications