Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Appleએ Chat GPTAPI ધરાવતી Bluemail Appને કરી બ્લોક

OpenAIએ આજે પોતાની સિસ્ટમમાં થર્ડ પાર્ટી એપને ચેટજીપીટી માટે પરમિશન આપતા APIs લોન્ચ કર્યા છે, જે તેમની સિસ્ટમમાં AI Chatbotને ક્રિએટ કરે છે. એક તરફ આ પગલાંથી બધી જ એપ્સ વધારે સ્માર્ટ બને છે, ત્યારે બીજી તરફ એપલ આ પગલામાં પોતાના યુઝર્સ માટે પ્રાઈવસી ઈસ્યુ જોઈ રહી છે, જેને પગલે એપલે માઈક્રોસોફ્ટનું પીઠબળ ધરાવતા ચેટબોટ પર આધારિત એપ્સને બ્લોક કરવાની શરૂઆત કરી છે. બ્લૂમેઈલનો દાવો છે કે એપલે લેટેસ્ટ અપડેટમાં ચેટજીપીટી પાવર્ડ ફીચરને બ્લોક કરી દીધું છે.
એપલે બ્લુમેઈલને કહ્યું છે કે AI જનરેટેડ કન્ટેન્ટનો બ્લૂમેઈલમાં સમાવેશ કરવા માટે 17+ વયની વયમર્યાદા રાખવી જરૂરી છે, જેથી સગીર બાળકોને અયોગ્ય કન્ટેન્ટ સુધી પહોંચતા અટકાવી શકાય. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બ્લુમેઈલ અને એપલ સામસામે આવી ચૂક્યા છે, કારણ કે બ્લુમેઈલે એપિક ગેમ્સને એપ સ્ટોર પર ડેવલપર્સ પાસેથી ઓછું કમિશન લેવાની માગણી કરી હતી.
BlueMail Appમાં શું છે નવુંय़
iOS પરની સૌથી લોકપ્રિય મેઈલ એપ BlueMailની તાજેતરની અપડેટમાં એવું ફીચર આપવામાં આવ્યું છે, જે જૂના મેઈલની ટેક્સ્ટ બદલીને નવી ટેક્સ્ટ લખવામાં મદદ કરે છે. આ એપ તમારા જૂના મેઈલ અને કેલેન્ડર ઈવેન્ટનો અભ્યાસ કરીને તમને નવો મેઈલ ઓટોમેટિક રીતે લખવામાં મદદ કરે છે. આ એપ OpenAI ChatGPT ચેટબોટ પર આધારિત છે. કંપનીએ WSJ ને જણાવ્યું હતું કે, ક્યુપરટિનો જાયન્ટે સગીરોને અયોગ્ય સામગ્રીના સંપર્કમાં આવવાની ચિંતાને કારણે એપ્લિકેશનની મંજૂરીમાં વિલંબ કર્યો છે.
બીજી તરફ એપલનું કહેવું છે કે કંપની આ અંગેની તપાસ કરી રહી છે અને બ્લુમેઇલને એપ રિવ્યુ બોર્ડમાં અપીલ દાખલ કરવા નિર્દેશ આપ્યો છે. એપલે જણાવ્યું હતું કે એપ, AI સુવિધાઓને ભેગી કરતી વખતે, સાલ તો ઈન્ફોર્મેશન ફિલ્ટરિંગનો ઉપયોગ કરતી હોય તેવું લાગતું નથી. જેને કારણએ સગીરોને અનિયંત્રિત અને અયોગ્ય સામગ્રીના સંપર્કમાં આવવા સામે એપ સ્ટોર નીતિનું ઉલ્લંઘન થાય છે.
OpenAIએ પોતાના ચેટજીપીટી અને વ્હિસ્પર મોડેલ્સને AIP દ્વારા થર્ડ પાર્ટી એમ માટે જાહેરમાં મૂકી દીધા છે, જેને કારણે ડેવલપર્સ ભાષા અને સ્પીચ ટુ ટેક્સ્ટ કેપેસિટીનો ઉપયોગ કરી શકે છે. કંપનીનું કહેવું છે કે સિસ્મટવાઈડ ઓપ્મિમાઈઝેશનને કારણએ કંપનીએ ચેટજીપીટીના સંચાલનના ખર્ચમાં 90 ટકા જેટલો ઘટાડો કરી લીધો છે.
SnapChat, Quizlet, Instacart, Shop, Speak સહિતની એપ્સે AI Infused ફીચર્સને ઉમેરવા માટે આ એપીઆઈને પોતાની એપમાં ઈટિગ્રેટેડ કરી લીધા છે. ChatGPT 3.5 Turboનું ઓપન વર્ઝન, જે OpenAIના જણાવવા પ્રમાણે હાલના મોડલ્સ કરતાં દસ ગણું સસ્તું છે. API Microsoft Azure ક્લાઉડ પર ચાલે છે, અને વિકાસકર્તાઓએ તેમની રિક્વેસ્ટ પૂરી કરવા માટે આરક્ષિત કોમ્પ્યુટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ફાળવણી માટે સમયગાળો દ્વારા ચૂકવણી કરવી પડશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications