Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Appleના ટ્રાન્સપરન્ટ ડિઝાઈન ધરાવતા ઈયરબડ્ઝ લોન્ચ, જાણો કિંમત
Appleની ઓડિયો એક્સેસરીઝ બ્રાન્ડ Beatsએ Beats Studio Buds+ ને ટ્રાન્સપરન્ટ ડિઝાઈનમાં લોન્ચ કર્યા છે. કંપનીએ આ નવા હેડફોન્સને Beats Studio Budsના અપગ્રેડેડ વર્ઝન તરીકે લોન્ચ કર્યા છે. આ નવા Beats Studio Buds+માં એન્ડ્રોઈડ સપોર્ટ આપવામાં આવ્યો છે, સાથે જ તેમાં ગૂગલ ફાસ્ટ પેર અને વન ટચ પેરિંગની સુવિધા પણ આપવામાં આવી છે. તો બેટરી અંગે કંપનીનો દાવો છે કે એકવાર આ ઈયરબડ્ઝ ફૂલ ચાર્જ થાય, ત્યારથી 36 કલાક સુધી તેનો ઉપયોગ કરી શકાય છે. તો, ચાલો જાણીએ કે આ નવા Beats Studio Buds+ની ખાસિયત અને કિંમત શું છે.

Beats Studio Buds+ના સ્પેસિફિકેશન્સ
Beats Studio Buds+ને કંપનીએ બે ડાયનામિક મોડ એક્ટિવ નોઈઝ કેન્સલેશન અને ટ્રાન્સપરન્સી મોડ સાથે રજૂ કર્યા છે. જેમાં યુઝર્સ ગૂગલ ફાસ્ટ પેર, ઓડિયો સ્વિચ, ગૂગલ ફાઈન્ડ માય ડિવાઈસની સાથે જ iOS ફીચર્સ અને ઓવર ધ એર અપડેટ તેમજ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટનો સપોર્ટ પણ આપ્યો છે.
Beats Studio Buds+ની બેટરી અંગે વાત કરીએ તો તેમાં તમને 36 કલાકનો બેટરી બેકઅપ મળે છે. આ ઈયરબડ્ઝ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને પણ સપોર્ટ કરે છે. એટલે કે 5 મિનિટના ચાર્જિંગ બાદ યુઝર્સ Beats Studio Buds+ને 1 કલાક સુધી યુઝ કરી શકે છે. આ ઉપરાંત Beats Studio Buds+નો પ્લેબેક ટાઈમ 9 કલાકનો છે. Beats Studio Buds+ને ચાર્જ કરવા માટે કંપની તેની સાથે યુએસબી ટાઈપ સી પોર્ટ પણ આપી રહી છે.
આ ઉપરાંત Beats Studio Buds+માં અપગ્રેડેડ માઈક્રોફોન પણ આપવામાં આવ્યું છે, જે યુઝર્સને વધારે સારી સાઉન્ડ ક્વોલિટીનો અનુભવ કરાવશે. આ અપગ્રેડેડ માઈક્રોફોન કોલિંગ દરમિયાન બેકગ્રાઉન્ડ નોઈઝને વધારે સારી રીતે ફિલ્ટ કરશે. આ બડ્ઝને વૉટર અને સ્વેટ રેઝિસ્ટન્સ માટે IPX4 રેટિંગ આપવામાં આવ્યું છે. કંપનીના દાવા પ્રમાણે આ ઈયરબડ્ઝનું વજન 5 ગ્રામ છે, જ્યારે તેના કવરનું વજન 49 ગ્રામ છે.
Beats Studio Buds+ની કિંમત કેટલી છે?
Beats Studio Buds+ બ્લેક, ગોલ્ડ અને આઈવરી કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવ્યા છે. આ બડ્ઝની કિંમત અમેરિકામાં 169.99 ડૉલર એટલે કે 14,000 ભારતીય રૂપિયા નક્કી કરવામાં આવી છે. Beats Studio Buds+નું સેલિંગ હાલ માત્ર અમેરિકામાં જ થઈ રહ્યું છે. અમેરિકન યુઝર્સ આ લેટેસ્ટ ઈયરબડ્ઝને કંપનીની વેબસાઈટ પરથી ખરીદી શકે છે. જો કે આ એપલના આ લેટેસ્ટ ઈયરબડ્ઝ ટૂંક સમયમાં અન્ય દેશોમાં પણ લોન્ચ થવાની પૂરેપૂરી શક્યતા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications