Apple App store awards 2023ની જાહેરાત, આ એપ્સ સાબિત થઈ બેસ્ટ

By Gizbot Bureau
|

2023ના હવે છેલ્લા કેટલાક દિવસો બાકી છે. આ ગાળામાં એપલ દર વર્ષે પાછલા વર્ષની બેસ્ટ એપ્સનું લિસ્ટ જાહેર કરતી હોય છે. 2023 માટે એપલે પોતાના આ લિસ્ટમાં 40 એપ્સનો સમાવેશ કર્યો છે. આ બધી જ એપ્સ ટેક્નિકલ ઈનોવેશનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે, સાથે જ તેમનો યુઝર એક્સપીરિયન્સ પણ શાનદાર રહ્યો છે.

એપલના સીઈઓ ટીમ કૂકે આઈફોન, આઈપેડ અને મેક પ્લેટફોર્મ પર રહેલી આ એપ્સ પર્પઝ ડ્રિવન ગણાવીને ડેવલપર્સના વખાણ કર્યા છે. એપલે આ ટોપ એપ્સ પસંદ કરતા સમયે ક્વોલિટી એપ્લિકેશન ઉપરાંત ઈઝી એક્સેસ તેમજ બેટર યુઝર એક્સપીરિયન્સ જેવા માપદંડ રાખ્યા હતા.

Apple App store awards 2023ની જાહેરાત, આ એપ્સ સાબિત થઈ બેસ્ટ

ચાલો, જોઈએ એપલ એપ સ્ટોર એવોર્ડઝ 2023માં કઈ એપ્સે બાજી મારી છે.

Apple’s top apps of 2023

એપલે iPhone, iPad, Mac, Apple Watch અને Apple TV એમ બધા જ પ્લેટફોર્મ્સ માટે બેસ્ટ એપ્સ જાહેર કરી છે. સાથે જ કંપનીએ ગેમ્સ કેટેગરીના વિનર્સ પણ અલગથી જાહેર કર્યા છે. એપલે પ્રોડક્ટિવિટી બેઝ્ડ એપ્સ અને એન્ટરટેઈનમેન્ટ એપ્સને અલગ રાખી છે. આ વખતે AllTrails, Pret A Makeup, Photomator, MUBI, SmartGym જેવી એપ્સ વિનર સાબિત થઈ છે.

iPhone App of the year 2023

iPhone માટે 2023ની બેસ્ટ એપનું ટાઈટલ AllTrails નામની એપને મળ્યું છે. બાઈકર્સ, રનર્સ, હાઈકર્સ, વૉકર્સ આ એપને આઈફોન અને એપલ વૉચ બંનેમાં ફ્રીમાં યુઝ કરી શકે છે. AllTrails એપ યુઝર્સને તેમની પ્રવૃત્તિઓનો રિવ્યુ આપે છે, સાથે જ તેમની આગામી પ્રવૃત્તિઓનું આયોજન કરવામા મદદ કરે છે. જો યુઝર વધુ ફીચર્સનો ઉપયોગ કરવા ઈચ્છે તો AllTrails+ અને AllTrails Pro જેવા પેઈડ વર્ઝન્સનો પણ ઉપયોગ કરી શકે છે.

Apple’s Top Games of 2023

2023ના વર્ષમાં ગેમિંગ ક્ષેત્રે જુદા જુદા ઘણા લોન્ચ થયા છે. પરંતુ એપલની એડિટોરિયલ ટીમ જાતે પસંદ કરીને કેટલીક વિશેષ ગેમ્સને બેસ્ટ ગેમ્સ ઓફ ધી યર જાહેર કરી છે. એપલના આ લિસ્ટમાં Honkai Star Rail, Lost in Play, Lies of P અને Hello Kitty Island Adventure સામેલ છે.

Apple’s cultural Impact Winning Apps of 2023

આ યાદીમાં બાળકો માટે વર્ચ્યુઅલ પ્લે રૂમ આપતી Pok Pok, એક્સેસિબિલીટીનું ધ્યાન રાખતી Proloquo, અન્નનો બગાડ ઘટાડવામાં મદદ કરતી Too Good to go, પઝલ ગેમ Unpacking અને ખોવાઈ ગયેલી કે સંતાડેલી વસ્તુઓ શોધવાની ગેમ Finding Hannahનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એપલ એપ સ્ટો એવોર્ડ્ઝ 2023માં જુદા જુદા પ્રકારની એપ્સ પસંદ કરવામાં આવી છે. આ દરેક એપ પોતાના ક્ષેત્રે વિશિષ્ટ છે. વાત પ્રોડક્ટિવિટીની હોય, મનોરંજનની કે સાંસ્કૃતિક અસર ઉભી કરવાની એપલની બેસ્ટ યાદીમાં સામેલ આ દરેક એપ્સે યુઝર્સના જીવનમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

Best Mobiles in India

English summary
Apple app store announced best app of 2023 know list

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X