શું તમારા મોબાઈલમાં પણ છે આ એપ? તો મિનિટોમાં થઈ જશો કંગાળ

By Gizbot Bureau
|

આજના સમયમાં ઓનલાઈન ફ્રોડ કોઈ નવાઈની વાત રહી નથી. હવે તો કદાચ ઓનલાઈન ફ્રોડથી બચવું એ એક ચમત્કાર સમાન છે. રોજેરોજ એવા સમાચાર સામે આવે છે, જેમાં આપણી આસપાસના લોકો કોઈને કોઈ નવી રીતથી ઓનલાઈન ઠગાઈ રહ્યા હોય. એક તરફ ઓનલાઈન સ્કેમ વધી રહ્યા છે, ત્યારે ડિજિટલાઈઝેશનના જમાનામાં સુરક્ષિત રહેવું એ અઘરું બની રહ્યું છે. ઘણીવાર આપણે એવું સાંભળ્યું છે કે તમે ક્યાં ક્લિક કરો છો, શું ડાઉનલોડ કરો છો, કઈ વેબસાઈટ ખોલો છો, એ બાબતે ખૂબ જ સાવધ રહેવું જરૂરી છે.

શું તમારા મોબાઈલમાં પણ છે આ એપ? તો મિનિટોમાં થઈ જશો કંગાળ

AnyDes Appથી ગુમાવ્યા 5 લાખ

તાજેતરમાં જ થાણેમાં એક એવો મામલો સામે આવ્યો છે, જ્યાં ઓનલાઈન સ્કેમર્સે એક વ્યક્તિના 5 લાખ રૂપિયા પડાવી લીધા. ચોંકાવનારી વાત એ છે કે આ વ્યક્તિ માત્ર પોતાના ટીવીની ડિસ્પ્લે રિપેઈર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેની સાથે ફ્રોડ થઈ ગયું. આ વ્યક્તિએ પોતાના ફોન પર એનીડેસ્ક એપ ડાઉનલોડ કરી અને ગણતરીની સેકન્ડ્ઝમાં તેના બેન્ક ખાતામાંથી 5 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા.

આ ઘટના બાદ તે વ્યક્તિએ પોલીસ ફરિયાદ કરી છે, અને ભારતીય દંડ સંહિતાની કલમ 420 એટલે કે છેતરપિંડીના ગુનામાં અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની જોગવાઈઓ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ તો ગુનેગારોને શોધી રહી છે, પરંતુ અમે તમને આ આર્ટિકલમાં આ ફ્રોડ કેવી રીતે થઈ રહ્યો છે, તે અંગે માહિતી આપીશું. અને કેવી રીતે બચી શકાય છે, તે અંગે પણ જાણ કરીશું

AnyDesk App શું છે?

AnyDesk Appનો ઉપયોગ આખા વિસ્વમાં આઈટીમાં કામ કરતા લોકો ટેક્નોલોજી રિલેટેડ મુશ્કેલીઓમાં હેલ્પ લેવા માટે કરે છે. આ એપ દ્વારા એક યુઝર બીજા યુઝરની સિસ્ટમનું એક્સેસ મેળવી શકે છે. પરંતુ હેકર્સ આ એપનો ઉપયોગ સામાન્ય માણસના મોબાઈલ સુધી પહોંચીને તેના પૈસા પડાવી લેવા માટે કરી રહ્યા છે.

છેતરપિંડથી આ રીતે બચો

આવી એપ દ્વારા થતા સ્કેમથી બચવા માટે આપણે જાતે સુરક્ષિત રહેવું પડશે. આ માટે સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત એ છે કે તમારે કોઈ પણ અજાણી વ્યક્તિને પોતાનું AnyDesk Appનું એક્સેસ અથવા તો તમારા લેપટોપ કે મોબાઈલનું એક્સેસ ક્યારેય આપવું ન જોઈએ. તમારે તમારી ઓનલાઈન બેન્કિંગ ડિટેઈલ્સ કે પછી પાસવર્ડ અને ઓટીપી અજાણ્યા તો શું, જાણીતા લોકો સાથે પણ શૅર ન કરવી જોઈએ.

ખુદ એનીડેસ્કના સપોર્ટ પેજ પર પણ લખવામાં આવ્યું છે કે,’જો કોઈ એવું વ્યક્તિ છે, જેને તમે ઓળકતા નથી પણ તે તમને તમારા ડિવાઈસનું એક્સેસ આપવા માટે કહી રહ્યો છે, અથવા કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કરવા કહી રહ્યો છે તો સાવધ રહો. તમે રિમોટ એક્સેસ સ્કેમનો શિકાર બની શકો છો. સામાન્ય રીતે આવા લોકો તમને ઈન્ટરનેટની સમસ્યા કે કમ્પ્યુટરની સમસ્યામાં મદદ કરવાનું બહાનું આપીને કોલ કરશે. આવા કોલ પર ભરોસો ન કરો.’

Best Mobiles in India

Read more about:
English summary
Anydesk Scam Man Looses 5 Lakhs via Anydesk

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X