વોટ્સએપ ગ્રુપ્સ થી કંટાળી ગયા છો? સરકાર તમને તેમાંથી બચાવવાની યોજના ધરાવે છે

|

વોટ્સએપ ગ્રુપ ઘણી વખત ખુબ જ ગુસ્સો અપાવે છે અને ખાસ કરી ને તેવા ગ્રુપ્સ કે જેની અંદર તમને તમારી કન્સેન્ટ વિના એડ કરવા માં આવ્યા છે. જોકે આ વસ્તુ થોડા મસિ માં બદલી શકે છે. સરકારે કંપની ને એક ફીચર એડ કરવા માટે વિનંતી કરી છે જેના દ્વારા જયારે કોઈ પણ યુઝર્સ ને કોઈ ગ્રુપ માં એડ કરવા માં આવે છે ત્યારે તેમને પહેલા પૂછવા માં આવશે કે તેમને એડ થવું છે કે નહિ.

વોટ્સએપ ગ્રુપ્સ થી કંટાળી ગયા છો? સરકાર તમને તેમાંથી બચાવવાની યોજના

ફાઇનાન્શિયલ એક્સપ્રેસ ના એક રિપોર્ટ અનુસાર, કંપની એ વોટ્સએપ સુધી પહોંચવા નું નકી કર્યું છે આ નિર્ણય તેમને ત્યારે લીધો કે જયારે અમુક સરકારી એજન્સીઝ પાસે આ પરક ની અમુક ફરિયાદો આવી હતી. એક વરિષ્ઠ અધિકારીને ટાંકતા અહેવાલમાં જણાવાયું છે કે આ પ્રકાર ની ફરિયાદ ને ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય (મીટાઇ) ની નોટિસ માં લાવવા માં આવ્યું હતું અને ત્યાર બાદ તેઓ એ નક્કી કર્યું હતું કે આ બાબત ને વોટ્સએપ સુધી લઇ જવી પડશે.

ઓફિશિયલ્સ ની વાત પર થી MeitY એ આ બાબત વિષે વોટ્સએપ ને લખ્યું હતું અને તેના જવાબ માં વોટ્સએપે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ ને વોટ્સએપ ગ્રુપ ની અંદર એડ કરવા માટે એડમીન ના ફોન માં તેનો નઉમ્બર સેવ હોવો ફરજીયાત છે અને જો કોઈ વ્યક્તિ ને તે ગ્રુપ માં નથી રહેવું તો તે ગ્રુપ ને છોડી પણ શકે છે અને જો કોઈ વ્યક્તિ એક જ ગ્રુપ ને 2 વખત છોડી દે છે તો તેને ત્રીજી વખત એડ કરી શકાતો નથી.

જોકે ત્યાર બાદ મિનિસ્ટ્રી એ વોટ્સએપ ને બીજો લેટર પણ લખ્યો હતો જેની અંદર જણાવ્યું હતું કે યુઝર્સ એક જ ગ્રુપ ને 2 વખત ચૌદ છત્તા તેમની ત્રીજી વખત એડ કરવા માં આવી રહ્યા છે. ઘણી વખત એવું બનતું હોઈ છે કે એક નવા ગ્રુપ ને એક અલગ નઉમ્બર થી બનાવવા માં આવેલ હોઈ છે અને ત્યાર બાદ તેની અંદર બધા ને ફરી થી એડ કરવા માં આવે છે. અને ત્યાર બાદ મિનિસ્ટ્રી એ કંપની ને જણાવ્યું હતું કે કોઈ એવું ફીચર લાવો કે જેના દ્વારા આ સમસ્યા નો હલ કાઢી શકાય. અને તેના પર વોટ્સએપ દ્વારા હજી સુધી કોઈ જવાબ આપવા માં આવ્યો નથી.

વપરાશકર્તાઓને હેરાન કરવા ઉપરાંત, વૉટઅપ જૂથો એક મોટી સંખ્યામાં વપરાશકર્તાઓમાં નકલી સમાચાર ફેલાવવા માટે સરળતાથી સુલભ પ્લેટફોર્મની સેવા આપે છે. ભારતમાં નકલી સમાચાર ફેલાવવાની દિશામાં મદદ કરવા માટે વોટસએ ઘણા પગલાં લીધાં છે પરંતુ જૂથમાં ઉમેરવામાં આવે તે પહેલાં યુઝરની સંમતિ લેવી એ એક વિશેષ પગલું છે.

અને આ બધા ની વચ્ચે વોટ્સએપે પોતાની એક ટીવી એડ પણ લોન્ચ કરી છે, જેનું નામ રાખવા માં આવેલ છે કે "શેર જોય, નોટ રુમર્સ" જેના દ્વારા દેશ ની અંદર ફેલાતા ફેક ન્યુઝ વિષે લોકો ને જાગૃત કરવા માં આવી શકે. આ જાહેરાત 10 અલગ અલગ ભાષા માં લોન્ચ કરવા માં આવશે. અનેતેને ફેસબુક યુટ્યુબ અને ટીવી પર એર કરવા માં આવશે.

આપણા દેશ ની અંદર જયારે પણ વોટ્સએપ પર ફેક ન્યુઝ ફેલાવવા માં આવ્યું હતું અને તેના કારણે ઘણી બધી સમસ્યાઓ ઉભી થઇ હતી ત્યારે વોટ્સએપ ખુબ જ આગ માં આવી ગયું હતું. અને ત્યાર બાદ કંપની ને સરકાર દ્વારા કહેવા માં આવ્યું હતું કે તેઓ ઇન્ડિયા ની અંદર પોતાની એક ઓફિસ ચાલુ કરે અને આ બાબત પર સરખું ધ્યાન આપી અને તપાસ કરે. અને ત્યાર બાદ કંપની એ એક ફરિયાદ અધિકારી ની સપ્ટેમ્બર માં નિમણુંક કરી હતી અને અને ગયા મહિને ઇન્ડિયા ના કન્ટ્રી હેડ ની નિમણુંક કરી હતી.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Annoyed of WhatsApp groups? Govt might have a plan to rescue you

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X