Just In
- 542 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 543 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 544 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આ માલવેર ચોરી રહ્યો છે તમારી બેન્કિંગ ડિટેઈલ્સ, તાત્કાલિક કરો અનઈન્સ્ટોલ
Google Play સ્ટોર એક એન્ડ્રોઈડ ઈકો સિસ્ટમ છે, જ્યાંથી એન્ડ્રોઈડ યુઝર્સ જુદા જુદા પ્રકારની એપ્સ ડાઉનલોડ કરી શકે છે. પરંતુ ગૂગલ પ્લે સ્ટોર પર તાજેતરમાં જ કેટલીક ખતરનાક એપ મળી આવી છે. જો તમે પણ પ્લે સ્ટોર પરથી આ સએપ ડાઉનલોડ કરી છે, તો તમારે આ એપને તાત્કાલિક અનઈન્સ્ટોલ કરી દેવી જોઈએ. નહીં તો આ એપ્લિકેશન તમારી ઓનલાઈન બેન્કિંગ સિસ્ટમને ટ્રેક કરીને, તમારી મહેનતની કમાણીને ખાલી કરી શકે છે.

Xenomorph માલવેર ચોરી રહ્યો છે તમારો ડેટા
Xenomorph એક એન્ડ્રોઈડ બેન્કિંગ ટ્રોજન છે. જે એપ સ્વરૂપે તમારા સ્માર્ટફોનમાં માલવેર ઘુસાડે છે. આ માલવેર એટલો ખતરનાક છે કે તમારું બેન્ક અકાઉન્ટ ગણતરીની મિનિટોમાં ખાલી શકે છે. આ માલવેર યુઝર્સનો ડેટા ચોરી કરે છે. ગૂગલ પ્લે સ્ટોર પર અલગ અલગ એપના નામથી આ માલવેર લિસ્ટ થયેલો જોવા મળ્યો છે, અને આ માલવેર ડ્રોપર ઓપરેશનની મદદથી ફેલાવાઈ રહ્યો છે, જે જિમડ્રોપના નામથી ઓળખાય છે. Xenomorph એક ક્લિનર એપ છે, જે ફોનની વધારાની સ્પેસને ફ્રી કરવાનું કામ કરે છે. ગૂગલ પ્લે સ્ટોર પર લગભગ 50,000થી વધુ યુઝર આ એપને પોતાના ફોનમાં ઈન્સ્ટોલ કરી ચૂક્યા છે.
થ્રેટ ફેબ્રિકના રિપોર્ટ મુજબ Xenomorph માલવેર 400થી વધુ બેન્કિંગ એપ્સ અને ડિજિટલ વોલેટને નિશાન બનાવી રહ્યો છે. આ માલવેર તમારી બેન્કિંગ એપ્સમાં ઘૂસીને તમારી જાણ બહાર પૈસાની લેવડદેવડ કરે છે. રિપોર્ટ મુજબ આ ટ્રોજન હાલ અમેરિકા, સ્પેન અને તુર્કીના યુઝર્સને ટાર્ગેટ કરી રહ્યો છે, પરંતુ ટૂંક સમયમાં જ તે આખા વિશ્વમાં ફેલાઈ શકે છે. આવી એપથી બચવા માટે Google Play Store પરથી એપ્સ ઈન્સ્ટોલ કરતા સમયે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે.
પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરતા સમયે આટલી વાતોનું ખાસ ધ્યાન રાખો
સ્ટેપ 1: એપ પરમિશન જરૂર ચેક કરો
તમારા ફોનમાં જ્યારે તમે કોઈ નવી એપ ડાઉનલોડ કરો છો, ત્યારે એ જરૂર ચેક કરો કે તમારી એપ કઈ કઈ પ્રકારની પરમિશન માગે છે. તમારી વ્યક્તિગત માહિતી, કોન્ટેક્ટ ડિટેઈલ્સની પરમિશન માંગતી એપ્સ પર તમારે ખાસ નજર રાખવી જોઈએ. શક્ય હોય ત્યાં સુધી એપ્સને આ ડેટા જોવાની પરમિશન જ ન આપો.
સ્ટેપ 2: એપના રિવ્યુઝ જરૂર ચેક કરો
કોઈ પણ એપને ડાઉનલોડ કરતા પહેલા તેના રિવ્યુઝ એકવાર જરૂર ચેક કરો. યુઝર્સ પ્લે સ્ટોર પર પોતાના અનુભવને આધારે એપ રિવ્યુ પોસ્ટ કરતા હોય છે.
સ્ટેપ 3: ડાઉનલોડની સંખ્યા ચેક કરો
જો કોઈ એપ ખતરનાક છે, તો યુઝર્સ રિવ્યુઝ જોઈને તેને ડાઉનલોડ કરવાનું ટાળે છે. આવી સ્થિતિમાં એપના ડાઉનલોડ આંકડા ખૂબ જ ઓછા હોય છે. એટલે માત્ર એવી જ એપ્સ ડાઉનલોડ કરો, જેના પર મોટી સંખ્યામાં લોકો વિશ્વાસ કરી રહ્યા છે.
સ્ટેપ 4: એપ ડિસ્ક્રિપ્શન વાંચો
ગૂગલ પ્લે સ્ટોર એપ ડેવલપર વિશે માહિતી આપવાની સાથે સાથે એપ ડિટેઈલ્સ પણ શૅર કરે છે. તમે જે તે એપ ડેવલપર્સના નામ પર ક્લિક કરીને, તેમણે બીજી કઈ કઈ એપ બનાવી છે, તે જોઈ શકો છો. વિશ્વસનીય ડેવલપર્સ દ્વારા બનાવાયેલી એપ્સનો જ ઉપયોગ કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications