તમારા ફોનમાં હોય આ 4 એપ્સ તો કરો અનઈન્સ્ટોલ, ચોરે છે ડેટા

By Gizbot Bureau
|

આજકાલ દરેક કામકાજ તમારા સ્માર્ટફોન પર જ થઈ જાય છે, જેના માટે જુદી જુદી એપ્લીકેશન હોય છે. માર્કેટમાંથી શાકભાજી ઓર્ડર કરવાનું હોય, ટિકિટ ખરીદવાની હોય કે પછી લોન લેવાની હોય દરેક કામ માટે એપ્લિકેશન હાજર છે. પરંતુ ગુજરાતીમાં કહેવત છે કે ગામ હોય, ત્યાં ઉકરડો હોય જ. જેમ ઈન્ટરનેટ પર દરેક કામ માટે એપ્લિકેશન્સ હાજર છે, તેમ જ યુઝર્સને લૂંટવા માટે પણ એપ્લિકેશનનો ઢગલો છે. આવી એપ્સથી યુઝર્સને બચાવવા માટે ગૂગલ પ્લે સ્ટોર ઘણા સુરક્ષા ફીચર્સ યુઝ કરે છે. પરંતુ તેમ છતાંય કેટલીક એપ્સ આવા સુરક્ષા ફીચર્સને બાયપાસ કરે છે, અને તમારા ફોન કે ટેબ્લેટ જેવી ડિવાઈસ સુધી પહોંચીને તમને પાયમાલ કરી નાખે છે.

તમારા ફોનમાં હોય આ 4 એપ્સ તો કરો અનઈન્સ્ટોલ, ચોરે છે ડેટા

મળી આવી 4 ફિશિંગ એપ્સ

માલવેરબાઈટ્સ લેબ્સના સંશોધકોએ આવી ચાર એપની શોધ કરી છે, જેની અંદર તમારી માહિતી ચોરવાના માલવેર છુપાયેલા હોય છે. આ એપ્સ તમારા ફોનમાંથી ફિશિંગ કરે છે, અને તમારો અંગત ડેટા તેમજ ખાનગી માહિતી ચોરી લે છે. તમારી બેન્ક ડિટેઈલ્સ, પાસવર્ડ, તમારા અંગત ફોટોગ્રાફ્સ આવી એપ દ્વારા હેકર્સ સુધી પહોંચી જાય છે.

આ ચાર એપ કરો અનઈન્સ્ટોલ

ગૂગલ પ્લે સ્ટોર પર હાલ આવી છેતરપિંડી કરતી ચાર એપ્લિકેશન્સ છે, જે તમારી પ્રાઈવસીને ખતરામાં મૂકી શકે છે. જો તમાર સ્માર્ટફોન કે ટેબ્લેટમાં આમાંથી એક પણ એપ હોય, તો અમારી સલાહ છે કે સુરક્ષિત રહેવા માટે તમારે આ એપ તાત્કાલિક અનઈન્સ્ટોલ કરવી જોઈએ. આ ચાર જોખમી એપ્સ છે, Bluetooth Auto Connect (1 મિલિયન કરતા વધારે ડાઉનલોડ), Bluetooth App Sender (50,000 કરતા વધારે ડાઉનલોડ), Driver: Bluetooth , Wi-Fi, USB (10,000 થી વધારે ડાઉનલોડ), Mobile Transfer: smart switch (1000થી વધારે ડાઉનલોડ).

આ ચારેય એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પર લિસ્ટેડ છે, અને કોઈ પણ યુઝર સરળતાથી આ એપ્સ ડાઉનલોડ કરી શકે છે. જો તમે આ એપ ડાઉનલોડ કરી હોય, તો તમારા ફોનમાંથી અનઈન્સ્ટોલ કરી નાખો. તાજેતરમાં જ સામે આવેલા રિપોર્ટ્સ મુજબ આ એપ્સમા એવા માલવેર હોય છે, જે તમારા ડિવાઈસને બીજા ડિવાઈસ સાથે બ્લૂટૂથથી કનેક્ટ કરવાની ગેરેન્ટી આપે છે. આવું કારણ આપીને આ એપ્સ ગૂગલ પ્લે સ્ટોરના સુરક્ષા ફીચર્સથી બચી જાય છે.

આ રીતે કરે છે છેતરપિંડી

આ એપ્સ ઈન્સ્ટોલ થયાના 3-4 દિવસ બાદ યુઝરને ગૂગલ ક્રોમમાં ફિશિંગ સાઈટ્સ પર લઈ જાય છે. જો તમારો સ્માર્ટફોન લોક હોય તો પણ આ એપ્સ તમારા ફોનમાં બ્રાઉઝરમાં જઈને ફિશિંગ વેબસાઈટ્સ ખોલે છે. આ એપ્સ ફિશિંગ લિંક્સ સાથે એક ટેબ ખોલશે, પછી બીજા ટેબમાં બીજી વેબસાઈટ ઓપન કરશે.

બચવા માટેના ઉપાય

ક્યારેક આ એપ્સ તમારા ફોનમાં એડલ્ટ વેબસાઈટ્સ પણ ઓપન કરી નાખે છે. આવી વેબસાઈટ ઓપન કર્યા બાદ તમને બે વિકલ્પ મળે છે, ઈન્સ્ટોલ કરતો અથવા કેન્સલ કરો. તમે ભલે કેન્સલ પર ક્લિક કરો, તેમ છતાંય આ વેબસાઈટ બીજા ટેબમાં બીજી ફિશિંગ વેબસાઈટ ખોલી નાખશે. એટલે અહીં કોઈ પણ બટન પર ક્લિક ન કરો અને બ્રાઉઝરનો ટેબ જ બંધ કરી દો. ફિશિંગથી બચવાની સૌથી સારી રીત એ છે કે આવી કોઈ પણ એપ્સ ડાઉનલોડ જ ન કરો.

Best Mobiles in India

Read more about:
English summary
Android Smartphone Users Alert Delete These 4 Bluetooth Apps From Your Device Immediately.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X