ગુગલ મેપ્સ, જીમેલ, યુટ્યુબ હવે આ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર કામ નહિ કરે

By Gizbot Bureau
|

ગુગલ દ્વારા જીમેલ, મેપ્સ, અને યુટ્યુબ જેવી સર્વિસ ના સપોર્ટ ને ઘણા બધા જુના એન્ડ્રોઇડ ના વરઝ્ન પર ચાલતા સ્માર્ટફોન પર થી બંધ કરવા માં આવી રહી છે. ગુંગ દ્વારા નક્કી કરવા માં આવેલ છે કે પોતાના યુઝર્સ ને સુરક્ષા આપવા માટે હવે જે લોકો એન્ડ્રોઇડ 2.3.7 વરઝ્ન અથવા તેના કરતા જુના એન્ડ્રોઇડ નો ઉપીયોગ કરી રહ્યા છે તેઓ હવે ગુગલ સર્વિસ ની અંદર લોગ ઈન નહિ કરી શકે.

ગુગલ મેપ્સ, જીમેલ,  યુટ્યુબ હવે આ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર કામ નહિ કરે

અને આ સર્વિસીસ નો ઉપીયોગ કરવા માટે યુઝર્સે ઓછા માં ઇછું એન્ડ્રોઇડ 3.0 પર અપગ્રેડ કરવું પડશે. ગુગલ ના કમ્યુનિટી મેનેજર ઝેક પોલેક દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, અમારા વપરાશકર્તાઓને સુરક્ષિત કરવાના અમારા ચાલુ પ્રયાસોના ભાગરૂપે, ગુગલ હવે 27 સપ્ટેમ્બર, 2021 થી એન્ડ્રોઇડ 2.3.7 અથવા તેનાથી નીચા વર્ઝન ધરાવતા ગુગલ ઉપકરણો પર સાઇન ઇન કરવાની મંજૂરી આપશે નહીં.

જો તમે 27 સપ્ટેમ્બર પછી તમારા ઉપકરણમાં સાઇન ઇન કરો છો, તો તમે વપરાશકર્તાનામ મેળવી શકો છો અથવા જ્યારે તમે જીમેલ, યુટ્યુબ અને મેપ્સ જેવી ગુગલ પ્રોડક્ટ અને સેવાઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશો ત્યારે તમને યુઝર નેમ અથવા પાસવર્ડ ની એરર બતાવવા માં આવશે.

તેણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે, જો તમારા ડીવાઈસ ની અંદર એન્ડ્રોઇડ વરઝ્ન 3.0+ પર અપડેટ કરવાની ક્ષમતા હોય, તો અમે તમને તે ડીવાઈસ પર ગુગલ મેપ્સ અને બીજી બધી સેવાઓ નું એક્સેસ તમને તે ડીવાઈસ પર આપવા માં આવશે.

ગુગલ દ્વારા એન્ડ્રોઇડ ના જુના વરઝ્ન માટે થોડા થોડા સમય પર સપોર્ટ ને અપડેટકરતા રહેવા માં આવે છે. અને ખુબ જ જુના એન્ડ્રોઇડ વરઝ્ન પર જે ડીવાઈસ ચાલતા હોઈ છે તેની અંદર ખુબ જ સરળતા થી બગ્સ આવી શકે છે અને હેકર્સ પણ તેને સરળતા થી હેક કરી શકે છે. થોડા સમય પહેલા જ ગુગલ દ્વારા ગુગલ પે કોન્ટેક્ટલેસ પેમેન્ટ ને એન્ડ્રોઇડ વરઝ્ન 2.3 કરતા જુના ડીવાઈસ પર બંધ કરવા માં આવ્યું હતું.

એન્ડ્રોઇડ 2.3.7 જીંજરબ્રેડ ને સપ્ટેમ્બર 2011 માં બહાર પાડવામાં આવી હતી જ્યારે કંપનીએ ઓપરેટિંગ સિસ્ટમના મુખ્ય સંશોધનો માટે ડેઝર્ટ નામોનો ઉપયોગ કર્યો હતો. જો તમારી પાસે એન્ડ્રોઇડ જીંજરબ્રેડ સાથેનું ઉપકરણ છે જેને તમે અપડેટ કરી શકો છો, તેના માટે તમારે સેટિંગ્સ ની અંદર જય અને ત્યાર પછી એડવાન્સ્ડ ની અંદર જવા નું રહેશે, અને ત્યાર પછી સિસ્ટમ અપડેટ.

અને ઘણા બધા પ્રખ્યાત સ્માર્ટફોન એન્ડ્રોઇડ 2.3 પર ચાલી રહ્યા છે જેવા કે, સેમસંગ ગેલેક્સી એસ2, સોની એક્સપીરિઆ એડવાન્સ, સોની એક્સપીરિઆ ગો, લીનોવા કે800, એલજી સ્પેક્ટ્રમ, એચટીસી વેલોસીટી, એચટીસી એવો 4જી, મોટોરોલા એક્સટી532 અને મોટોરોલા ફાયર જેવા સ્માર્ટફોન નો સમાવેશ થાય છે.

Best Mobiles in India

Read more about:
English summary
Android Limitations: Check If Google Maps, Gmail, YouTube Will Stop Working On Your Phones.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X