Just In
- 491 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 492 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 493 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 494 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Android 15માં આવ્યું Private Space ફીચર, જાણો છે શું અને કેવી રીતે કરશો ઉપયોગ?
Google એ સત્તાવાર રીતે લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ Android 15 રોલઆઉટ કરી દીઘી છે. તાજેતરમાં જ ગૂગલે આ ઓપરેટિંગ સિસ્ટમ પિક્સલ યુઝર્સ માટે રોલઆઉટ કરી છે. નવા સોફ્ટવેર અપડેટ સાથે ઘણા નવા ફીચર્સ અને સારી સિક્યોરિટી આવી છે.
ગૂગલની લેટેસ્ટ Android 15 અપડેટના સૌથી મોટા ફીચરની વાત કરીએ તો આ ફીચર છે, પ્રાઈવેટ સ્પેસ, જેની મદદથી યુઝર્સ પોતાના ફોટોઝ, એપ્સ અને બીજી ફાઈલ્સ હાઈડ કરી શકે છે. અહીં અમે તમને ગૂગલના આ ફીચર વિશે ડિટેઈલમાં સમજાવીશું.

શું છે પ્રાઈવેટ સ્પેસ ફીચર?
Private Space ફીચર એન્ડ્રોઈડ ફોનમાં અલગથી વર્ચ્યુઅલ સ્પેસ ઓફર કરે છે, જે યુઝર્સના સેન્સિટિવ ડેટાને સિક્યોર કરવામાં મદદ કરે છે. સાથે જ આ ડેટાને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રીતે એક્સેસ નથી કરી શક્તું.
આ ફીચર એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં એક અલગ યુઝર અકાઉન્ટ ક્રિએટ કરે છે. કેટલીક એપ્સ જેમ કે Google Photos, Files, Chrome, Pixel Screenshots એપમાં પ્રાઈવેટ સ્પેસમાં પ્રાઈવેટ ડુપ્લીકેટ ફઆઈલ રહે છે. એન્ડ્રોઈડ યુઝર્સ માટે આ ફાઈલ્સ પ્રાઈવેટ કરવાનું સ્ટેજ સેટ કરે છે. આવી સ્થિતિમાં યુઝર્સ જે ફાઈલને હાઈડ કરવા ઈચ્છે છે, તે નોર્મલ એપ ડ્રોઅરમાં દેખાતી નથી.
પ્રાઈવેટ સ્પેસ ફીચરની ખાસિયત એ છે કે કોઈ પણ એપ તમે આ ફીચર દ્વારા યુઝ કરશો, તો તેના સ્ટેટસ બારમાં એક નાનકડું આઈકન દેખાશે, જે ઈન્ડિકેટ કરે છે, કે આ એક સિકયોર વર્ઝન છે. તેની સાથે જ આ એપ્સ તમારી રિસન્ટ એપ્સ કે પછી મલ્ટી ટાસ્કિંગ વિન્ડો કે પછી નોટિફિકેશન પર એક્સેસ નથી કરી શકાતી.
પ્રાઈવેટ સ્પેસ સેટઅપ કરવા દરમિયાન યુઝર્સને પ્રાઈવેટ સ્પેસ ક્યારે જાતે જ લૉક થઈ જશે, તે ફ્લેક્સિબિલિટી સિલેક્ટ કરવાનો ઓપ્શન મળે છે. સાથે જ એક નિશ્ચિત સમય ાદ પ્રાઈવેટ સ્પેસ ઓટોમેટિક લૉક કરવાનો અને ફોન બંધ થવા સમયે તેને લૉક થવાના પણ ઓપ્શન મળે છે.
સાથે જ યુઝર્સ અલગ અલગ ગુગલ અકાઉન્ટ માટે અલગ અલગ પ્રાઈવેટ સ્પેસ ક્રિએટ કરી શકે છે. સિક્યોરિટી માટે યુઝર્સને એક નવો પાસકોડ સેટ કરવાનો પણ ઓપ્શન મળે છે. સાથે જ યુઝર્સ ફિંગરપ્રિન્ટ સ્કેન કરવાનો પણ ઓપ્શન મળે છે.
એન્ડ્રોઈડ 15માં પ્રાઈવેટ સ્પેસ આ રીતે અનેબલ કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ડિવાઈસમાં સેટિંગ્સ મેન્યુ ઓપન કરો.
સ્ટેપ 2: હવે સ્ક્રોલ કરતા કરતા તમને Security & privacy નામનો ઓપ્શન મળશે, તેમાં જાવ.
સ્ટેપ 3: બાદમાં તમને Private space નામનું મેન્યુ દેખાશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 4: હવે અહીં સેટ અપ પર ટેપ કરો અને ઓન સ્ક્રીન ઈન્સ્ટ્રક્શન ફોલો કરીને સેટઅપ પ્રોસેસ કમ્પલીટ કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications