Ambrane એ લોન્ચ કર્યા પહેલા સ્માર્ટ ચશ્મા, કિંમત છે માત્ર આટલી

By Gizbot Bureau
|

આજકાલ ટેક્નોલોજી અને ખાસ કરીને ટેક્નોલોજી પર આધારિત ગેજેટ્સનો જમાનો છે. હવે દરેક કામ માટે રોજ નીતનવા ગેજેટ્સ આવી રહ્યા છે. ત્યારે લાંબા સમયથી માર્કેટમાં સ્માર્ટ ચશ્માની ચર્ચા ચાલી રહી હતી. સામાન્ય રીતે આપણે બધા જ ઉનાળામાં કે પછી તડકાથી બચવા માટે સનગ્લાસિસનો ઉપોયગ કરીએ છીએ. આ સનગ્લાસિસ તડકાથી આપણી આંખોને રક્ષણ આપે છે. પરંતુ શ તમે ક્યારેય એ વિચાર્યું છે કે આ જ ચશ્માનથી તમે ફોન પણ કરી શકો છો અને મ્યુઝિક પણ સાંભળી શકો છો. જી હાં, હવે ભારતીય કંપની Ambraneએ પોતાના પહેલા સ્માર્ટ ગ્લાસ એટલે કે સ્માર્ટ ચશ્મા લોન્ચ કરી દીધા છે.

Ambrane એ લોન્ચ કર્યા પહેલા સ્માર્ટ ચશ્મા, કિંમત છે માત્ર આટલી

પહેલા મેડ ઈન ઈન્ડિયા સ્માર્ટ ગ્લાસિસ

કંપનીના દાવા પ્રમાણે સ્માર્ટ ગ્લાસ લોન્ચ કરનારી Ambrane પહેલી ભારતીય ટેક કંપની છે. Ambrane ગ્લેર્સમાં યુઝર્સને ઓપન એર ઓડિયો પણ મળશે એટલે કે યુઝર્સ ઈયરફોન વગર જ સીધા ચશ્મામાં જ ઓડિયો સાંભળી શક્શે. આ સ્માર્ટ ગ્લાસિસમાં ઈનબિલ્ટ સ્પીકર આપવામાં આવ્યા છે, જે ફ્રેમમાં જ છે. Ambrane ગ્લેર્સની સાથે બ્લૂટૂથ કનેક્ટિવિટી આપવામાં આવી છે. આ લેટેસ્ટ ચશ્મામાં તમને લેન્સના બે જુદા જુદા ઓપ્શન પણ મળે છે, એટલે કે તમે જરૂરિયાત મુજબ લેન્સ બદલી પણ શકો છો.

7 કલાક સુધી ચાલશે સ્માર્ટ ગ્લાસિસની બેટરી

કંપનીનો દાવો છે કે Ambrane ગ્લેર્સની બેટરી 7 કલાક સુધી ચાલી શકે છે, અને આ માટે તમારે આ સ્માર્ટ ગ્લેર્સને માત્ર 2 કલાક સુધી ચાર્જ કરવા પડશે. 2 કલાકમાં જ આ સ્માર્ટ ગ્લેર્સ ફૂલ ચાર્જ થઈ જશે. Ambrane સ્માર્ટ ગ્લેર્સની કિંમત 9,999 રૂપિયા રાખવામાં આવી છે. પરંતુ હાલ લોન્ચ ઓફરમાં યુઝર્સ આ સ્માર્ટ ગ્લેર્સ માત્ર 4,999 રૂપિયામાં ખરીદી શકે છે. હાલ કંપનીએ માત્ર બ્લેક કલરમાં જ આનવા સ્માર્ટ ગ્લેર્સ લોન્ચ કર્યા છે.

Ambrane સ્માર્ટ ગ્લેર્સના સ્પેસિફિકેશન્સ

Ambrane સ્માર્ટ ગ્લેર્સમાં કોલિંગ માટે માઈક્રોફોન આપવામાં આવ્યા છે, સાથે જ આ ફોનમાં એચડી સરાઉન્ડ સાઉંડવાળા સ્પીકર્સ પણ મૂકવામાં આવ્યા છે. આ સ્માર્ટ ફોનમાં કોલ ઉપાડવાની કે કટ કરવાની પણ સુવિધા આપવામાં આવી છે, સાથે જ મ્યુઝિક કંટ્રોલ પણ મૂકવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ સ્માર્ટ ગ્લેર્સમાં વોઈસ આસિસ્ટન્ટ અને ટચ કંટ્રોલ પણ છે.

યુવી લાઈટથી પણ આપશે રાહત

તો કનેક્ટિવિટી માટે Ambraneના આ સ્માર્ટ ગ્લેર્સમાં બ્લૂટૂથ v5.1ની સુવિધા છે. આ સ્માર્ટ ગ્લેર્સને તમે આઈઓએસ અને એન્ડ્રોઈડ બંને સાથે કનેક્ટ કરી શકો છો. સાથે જ આમાં બ્લૂ લાઈટ ફિલ્ટર પણ આપવામાં આવ્યું છે. Ambrane સ્માર્ટ ગ્લેર્સમાં UV400 સર્ટિફિકેશન પણ ઉપલબ્ધ છે. જેમાં 99.99 ટકા યુવી લાઈટ પ્રોટેક્શનનો દાવો કરવામાં આવ્યો છે. Ambraneના આ સ્માર્ટ ગ્લેર્સને વોટર રેઝિસ્ટન્સ માટે IPX4 રેટિંગ આપવામાં આવ્યું છે.

Best Mobiles in India

Read more about:
English summary
Ambrane Launches Its First Smart Sunglasses With Built-In Speakers at Rs 4,999

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X