8 GB Ram ધરાવતો ફોન ખરીદો માત્ર 800 રૂપિયામાં, એમેઝોન પર છે ઓફર

By Gizbot Bureau
|

આજકાલ ફોનનો ઉપયોગ ઘણો વધી ચૂક્યો છે. બધા જ કામ ફોન પર થવાને કારણે તેના માટે જુદી જુદી એપ્સ પણ છે. હવે દરેક કામ માટે જુદી એપ હોવાને લીધે ફોનનું સ્ટોરેજ અને રેમ પણ વધુ વપરાય છે. જેને કારણે ઓછી રેમ ધરાવતા ફોન હેન્ગ થવા લાગે છે. આ કારણથી જ કંપનીઓ વધુ રેમ ધરાવતા સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. જેમાં 8 જીબી રેમ ધરાવતા ફોન્સ યુઝર્સને ખૂબ પસંદ આવી રહ્યા છે. કારણ કે રેમ વધુ હોવાને લીધે આ ફોન હેન્ગ ઓછા થાય છે. સેમસંગથી લઈને શાઓમી સુધીની કંપનીઓ 8 જીબી રેમ ધરાવતા ફોન લોન્ચ કરી ચૂકી છે. હાલ તમે એમેઝોન પરથી 8 જીબી રેમ ધરાવતા ફોન ઈએમઆઈ દ્વારા ખૂબ સસ્તામાં ખરીદી શકો છો.

એમેઝોન પર બેન્ક ડિસ્કાઉન્ટ ઉપરાંત એક્સચેન્જ ઓફર્સ પણ અવેલેબલ છે. એટલું જ નહીં આ ફોન ખરીદવા માટેનું ડાઉનપેમેન્ટ પણ ખૂબ ઓછું છે. આજે અમે તમને એવા 8 જીબી રેમના સ્માર્ટફોન વિશે જણાવીશું, જેને તમે 800 રૂપિયા કરતા પણ ઓછા હપ્તે ખરીદી શકો છો. આ લિસ્ટમાં રિયમી, લાવા અને રેડમીના ફોન્સ છે.

8 GB Ram ધરાવતો ફોન ખરીદો માત્ર 800 રૂપિયામાં, એમેઝોન પર છે ઓફર

Realme C55

રિયલમીના આ ફોનમાં 8 જીબી રેમની સાથે 256 જીબી સ્ટોરેજ કેપેસિટી છે. આ ફોન 6.72 ઈંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે ધરાવે છે. કેમેરાની વાત કરીએ તો તેમાં 64 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા છે. આ ફોન હેલિયો જી88 પ્રોસેસર પર કામ કરે છે. એન્ડ્રોઈડ 13 ઓએસ પર ચાલતા આ ફોનમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોન પર તમને 11,499 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર મળે છે, સાથે જ તમે 557 રૂપિયાના હપતે પણ આ ફોન ખરીદી શકો છો.

Lava Strom 5G

આ ફોન 6.78 ઈંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે સાથે આવે છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. આ ફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ કેપેસિટી છે. સાથે જ આ ફોન મીડિયાટેક ડાયમેન્સિટી 6080 પ્રોસેસર પર કામ કરે છે. ફોટોગ્રાફી માટે તેમાં મુખ્ય 50 મેગાપિક્સલના કેમેરાની સાથે ડ્યુઅલર કેમેરા સેટઅપ છે. જ્યારે વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળે છે. આ ફોનની કિંમત 13,499 રૂપિયા છે, જેને તમે માત્ર 645 રૂપિયાના હપતે પણ ખરીદી શકો છો.

Redmi 12 5G

રેડમીના આ ફોનમાં 8 જીબી રેમની સાથે 256 જીબીનું સ્ટોરેજ મળે છે. આ ફોનમાં સ્નેપડ્રેગન 4 જેન 2 પ્રોસેસર લગાવવામાં આવ્યું છે. આ હેન્ડસેટમાં 90 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવતી ફૂલચ એચડી પ્લસ ડિસ્પ્લે છે. 5000 mAhની બેટરી ધરાવતો આ ફોન એન્ડ્રોઈડ 13 ઓએસ પર કામ કરે છે. જેમાં તમને 50 મેગાપિક્સલના મુખ્ય રિયર કેમેરાની સાથે ફ્રંટ સાઈડ 8 મેગાપિક્સલનો કેમેરા મળે છે. આ ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનની કિંમત 15,499 રૂપિયા છે, પરંતુ તેને તમે 751 રૂપિયાના હપતે પણ ખરીદી શકો છો.

Best Mobiles in India

English summary
Amazon Unveils Exclusive EMI Offers for 8GB RAM Smartphones - Upgrade Now, Pay Later

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X