Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon Festive Saleમાં આ પાંચ ઉપાયોથી બચાવો પૈસા, મેળવો ફાયદો
Amazon Great Indian Festival Sale 2023ની શરૂઆત થઈ ચૂકી છે. આ સેલ દરમિયાન જુદી જુદી પ્રોડક્ટ્સ પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ એમેઝોનનું વર્ષ દરમિયાનનું સૌથી મોટું સેલ છે. આ સેલમાં સ્માર્ટ ફોન, ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ, કપડા સહિત અન્ય પ્રોડક્ટ્સ પર સારું એવું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. પરંતુ તેમ છતાંય ઘણા યુઝર્સ આ ડિસ્કાઉન્ટનો ફાયદો નથી મેળવી શક્તા. કારણ કે મોટા ભાગના યુઝર્સને ખ્યાલ નથી કે આ સેલનો ફાયદો કેવી રીતે લેવો. આજના આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે આ સેલમાં બેસ્ટ ડીલ મેળવવા માટે કયા કયા ઉપાય કરવા જોઈએ.

એમેઝોન કૂપનનો ઉપયોગ કરો.
તમે જ્યારે પણ એમેઝોનની વેબસાઈટ પરથી શોપિંગ કરો છો, ત્યારે તમને કેટલીક કૂપન્સ મળે છે. આ કૂપન વિશે ઘણા ઓછા લોકોને માહિતી હોય છે, કારણ કે આ કૂપન તમારા અકાઉન્ટમાં જ પડી રહે છે. જુદી જુદી પ્રોડક્ટ્સ પર સારું ડિસ્કાઉન્ટ અને આકર્ષક ડીલ્સ મેળવવા માટે તમે એમેઝોન કૂપનનો ઉપયોગ કરી શકો છો. કૂપન દ્વારા તમે 5,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જુદી જુદી કેટેગરીની પ્રોડક્ટ્સ માટે જુદી જુદી કૂપન્સ મળે છે.
Lighthing Deals
એમેઝોનમાં સેલ દરમિયાન લાઈટનિંગ ડીલ્સનું પણ સેક્શન રાખવામાં આવે છે. આ લાઈટનિંગ ડીલ્સ રોજેરોજ 2-3 કલાક માટે મળે છે. આ ડીલને Today’s Deal નામથી પણ ઓળખવામાં આવે છે. આ ડીલ્સમાં પ્રોડક્ટ્સ પર વધારે સારું ડિસ્કાઉન્ટ મળે છે. એટલે તમને ચીજવસ્તુઓ વધુ સસ્તી મળી શકે છે.
નોટિફિકેશન ઓન રાખો
એમેઝોનના સેલ દરમિયાન વધુ સારી ડીલ્સ મેળવવા માટે એમેઝોન એપની નોટિફિકેશન ઓન રાખો. જેથી કોઈ સારી ડીલ આવે અથવા તો કોઈ પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ મળે ત્યારે એમેઝોન તરફથી તમને નોટિફિકેશન મળી જાય. આમ કરવાથી તમે ભાગ્યે જ કોઈ ડીલ કે ડિસ્કાઉન્ટ ચૂકશો.
એમેઝોન આસિસ્ટન્ટ
એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ દરમિયાન વધુ સારી ડીલ્સ મેળવવા માટે એમેઝોન આસિસ્ટન્ટ તમને મદદ કરી શકે છે. જો કે આ આસિસ્ટન્ટ માત્ર ડેસ્કટોપ વર્ઝન માટે જ ઉપલબ્ધ છે. એમેઝોન આસિસ્ટન્ટ તમને જરૂર મુજબ શોપિંગ કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.
પેમેન્ટ મોડ સેવ રાખો અને એમેઝોન પે એપનો ઉપયોગ કરો.
ફાસ્ટ શોપિંગ માટે એમેઝોન પર પેમેન્ટ મોડ એટલે કે યુપીઆઈ આઈડી અથવા તો ડેબિટ કે ક્રેડિટ કાર્ડને સેવ રાખો. આમ કરવાથી તમને ફાસ્ટ પેમેન્ટ કરવામાં મદદ મળશે અને પ્રોડક્ટ આઉટ ઓફ સ્ટોક થઈ જાય તે પહેલા જ તમે ફટાફટ ઓર્ડર કરી શક્શો. વધારે સારું ડિસ્કાઉન્ટ મેળવવા માટે એમેઝોન પેનો ઉપયોગ કરો. તમે થોડીક રકમ બેન્ક અકાઉન્ટમાંથી એમેઝોન પેમાં ટ્રાન્સફર કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications