Amazon Saleમાં Lenovo Laptops મળી રહ્યા છે સસ્તા, જાણો ઓફર્સ

By Gizbot Bureau
|

Amazon Great Freedom Festival Sale દરમિયાન લીનોવોના લેપટોપ્સ ખૂબ જ સસ્તા મળી રહ્યા છે. આ સેલ દરમિયાન લીનોવોના લેપટોપ્સ પર 45 ટકા જેટલું મસમોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Amazon Saleમાં Lenovo Laptops મળી રહ્યા છે સસ્તા, જાણો ઓફર્સ

Lenovo Laptops દમદાર બેટરી, આકર્ષક ડિઝાઈન અને પાવરફૂલ સ્પેસિફિકેશન્સ સહિત પોતાની ખાસ વિશેષતાઓ માટે ખૂબ જાણીતા છે. પરંતુ આ બધાની સાથે સાથે Amazon Great Freedom Festival Sale દરમિયાન ડિસ્કાઉન્ટ પણ તમને આ લેપટોપ્સ ખરીદવા માટે પ્રેરણા આપશે. આ સેલ દરમિયાન જો તમે SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ખરીદી કરશો તો તમને 10 ટકાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. એટલું જ નહીં, હજી પણ ઓફર્સ બાકી છે. ગ્રાહકોના લાભ માટે એમેઝોન આકર્ષક કેશબેક અને એક્સચેન્જ ઓફર્સ પણ લાવ્યું છે.

જો તમે સ્ટુડન્ટ છો, અને લેપટોપ ખરીદવા ઈચ્છી રહ્યા છો, તો એમેઝોન ફ્રીડમ સેલ દરમિયાન તમે નો કોસ્ટ ઈએમઆઈનો લાભ લઈ શકો છો.

Lenovo IdeaPad Slim 3

આ લેપટોપ ખાસ એવા યુઝર્સ માટે બનાવવાં આવ્યું છે, જેમને લેપટોપ લઈને સતત ટ્રાવેલ કરવું પડે છે. સાથે જ આ લેપટોપ્સ પ્રોફેશનલ ઉપયોગ માટે પણ બેસ્ટ છે. આ લેપટોપ પર એમેઝોન સેલ દરમિયાન 31 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જે બાદ તેની કિંમત 33,990 રૂપિયા છે. આ લેપટોપ 15 ઈંચની સ્ક્રીન 8 જીબી રેમ અને એન્ટી ગ્લેર ડિસ્પ્લેથી સજ્જ છે. આ લેપટોપ લાંબો સમય ચાલવાની સાથે સાથે સારી પ્રોડક્ટિવિટી પણ આપે છે.

Lenovo V15 Intel Celeron N4500

જે યુઝર્સને લેપટોપનું જબરજસ્ત પ્રદર્શન જોઈએ છે, તેવા યુઝર્સ માટે આ લેપટોપ બેસ્ટ ઓપ્શન છે. ઈઝી ટુ યુઝ કી બોર્ડ અને લેટેસ્ટ વિન્ડોઝ 11 ઓપરેટિંગ સિસ્ટમ સાથે આ લેપટોપ વાપરવામાં ઘણું સરળ છે. આ લેપટોપમાં 1920 * 1080નું રિઝોલ્યુશન ધરાવતી ફૂલ એચડી ડિસ્પ્લે છે. આ લેપટોપની કિંમત એમેઝોન સેલ દરમિયાન માત્ર 24,480 રૂપિયા છે. એટલે કે કિંમતની સામે આ લેપટોપના ફીચર્સ ઘણા જ આકર્ષક છે.

Lenovo IdeaPad 3

Amazon Freedom Sale 2023 દરમિયાન આ મલ્ટીપર્પઝ લેપટોપ પર 40 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ લેપટોપ પણ સતત ટ્રાવેલ કરતા યુઝર્સને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે. બે આકર્ષક કલર્સમાં અવેલેબલ આ લેપટોપ 7 કલાક સુધીની બેટરી લાઈફ ધરાવે છે. તો વધુ સુરક્ષા માટે પ્રાઈવસી શટર જેવા ફીચર્સ પણ આમાં ઉપલબ્ધ છે. એમેઝોન સેલ દરમિયાન મળતી આકર્ષક ડીલ્સમાં આ લેપટોપ માત્ર 35,990 રૂપિયામાં મળી રહ્યું છે.

Lenovo ThinkBook 15

આ લેપટોપ પર એમેઝોન ફ્રીડમ સેલ દરમિયાન 45 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જે બાદ આ પાવરહાઉસ લેપટોપની કિંમત માત્ર 57,990 રૂપિયા થઈ જાય છે. આ લેપટોપમાં બેકલાઈટ કીબોર્ડ છે, જે અંધારામાં પણ લેપટોપનો ઉપયોગ કરવાની તક આપે છે. આ ઉપરાંત ફિંગર પ્રિન્ટ રીડર તમારી સિક્યોરિટીને વધુ મજબૂત બનાવે છે.

Lenovo Yoga Slim 7

એમેઝોન સેલ દરમિયાન આ લેપટોપ પર 37 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જે બાદ આ લેપટોપની કિંમત માત્ર 66,490 રૂપિયા છે. આ લેપટોપની સ્લીમ સ્ટ્રીક ડિઝાઈન તેની યુએસપી છે, સાથે જ તેમાં 16 જીબી રેમ છે, જે તમને અટક્યા વગર કામ કરવાની ક્ષમતા આપે છે. આ લેપટોપની બેટરી 10 કલાક સુધી ચાલતી હોવાનો દાવો કંપની કરી રહી છે.

Best Mobiles in India

English summary
Amazon Sale is giving heavy discounts on Lenovo laptops

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X