90,000ની કિંમતનું રિફર્બિશન લેપટોપ ખરીદો માત્ર 9899 રૂપિયામાં!

By Gizbot Bureau
|

Amazon Great Indian Festival Finale Daysની શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન જુદી જુદી પ્રોડક્ટ્સ પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ લિસ્ટમાં કેટલાક એવા લેપટોપ્સ પણ સામેલ છે, જે ડિસ્કાઉન્ટ વગર બજેટની બહાર હોઈ શકે છે, પરંતુ તમારા આ મનગમતા લેપટોપ તમે આ ફેસ્ટિવલ ફિનાલે ડેય્ઝ દરમિયાન ડિસ્કાઉન્ટ સાથે સસ્તામાં ખરીદી શકો છો. જો તમે નવું લેપટોપ બજેટ ઈસ્યુના કારણે નથી ખરીદી શક્તા તો તમે રિફર્બિશ્ડ કે રિન્યૂઅલ લેપટોપ પણ જોઈ શકો છો. જી હાં, એમેઝોન સેલ દરમિયાન રિન્યુઅડ લેપટોપ પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઉપરાંત તમે જો બેન્ક ડિસ્કાઉન્ટનો પણ લાભ લેશો તો તમને આ લેપટોપ હજી સસ્તા મળી શકે છે. એમેઝોન પર રિન્યુઅડ લેપટોપ પર મળનારી બેસ્ટ ડીલ્સ વિશે અમે તમને વધારે વિગતે જણાવીશું.

90,000ની કિંમતનું રિફર્બિશન લેપટોપ ખરીદો માત્ર 9899 રૂપિયામાં!

HP Chormebook 11A G6 EE (Renewed)

HP Chormebook 11A G6 EEની માર્કેટ પ્રાઈઝ 89,999 રૂપિયા છે. એમેઝોન સેલ દરમિયાન આ લેપટોપ પર 87 ટકાનું મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ બાદ લેપટોપની કિંમત માત્ર 10,999 રૂપિયામાં મળી રહ્યું છે. એટલે કે તમને સીધી જ 79,000 રૂપિયાની બચત થઈ રહી છે. જો તમને EMI કરાવવા ઈચ્છો તો લેપટોપ માત્ર પ્તિ માસ 526 રૂપિયાના હપ્તે ખરીદી શકાય છે. વધુમાં બેન્ક ઓફર તરીકે ICICI બેન્કના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 10 ટકાનું બીજું એટલે કે 1250 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. HPનું આ લેપટોપ 11.6 ઈંચની એચડી ડિસ્પ્લે ધરાવે છે. સાથે જ આ લેપટોપ 4 GB/16GB Emmcથી લેસ છે. ક્રોમ OS 64 પર કામ કરતા આ લેપટોપનું વજન 1.27 કિલો છે. જો એક્સચેન્જ ઓફરનો તમને પૂરો લાભ મળશે, તો આ લેપટોપ તમે માત્ર 9,899 રૂપિયા સુધીમાં ખરીદી શકો છો.

Dell Latitude Laptop E6420 (Renewed)

એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ દરમિયાન Dell Latitude Laptop E6420 પર 75 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જે બાદ આ લેપટોપની કિંમત માત્ર 14,691 રૂપિયા થઈ જાય છે. જ્યારે, માર્કેટમાં આ લેપટોપ 59,990 રૂપિયાની કિંમત છે. એટલે કે એમેઝોન સેલ દરમિયાન તમે આ લેપટોપ 45,299 રૂપિયા બચાવી શકો છો. જો તમારે આ લેપટોપ માસિક હપ્તેથી ખરીદવું છે, તો તમે દર મહિને માત્ર 702 રૂપિયાના હપ્તા કરાવી શકો છો. આ લેપટોપ પર પણ તમે ICICI બેન્કના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરીને 10 ટકા એટલે કે 1250 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. Dell Latitude Laptop E6420 (Renewed) લેપટોપ 14 ઈંચની ડિસ્પ્લે ધરાવે છે. આ લેપટોપ Intel Core i5 પ્રોસેસર પર કામ કરે છે. અને તેમાં 4 જીબી રેમ અને 256 જીબી SSD સ્ટોરેજ છે.

Lenovo ThinkPad L440 (Renewed)

એમેઝોન સેલ દરમિયાન Lenovo ThinkPad L440 (Renewed) આ લેપટોપ તમે માત્ર 16,999 રૂપિયામાં ખરીદી શકો છો, જ્યારે તેની માર્કેટ પ્રાઈઝ 89,999 રૂપિયા છે. એટલે કે તમે 73,000 રૂપિયાનું મોટું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જો તમે EMI કરાવવા ઈચ્છો તો મહિને માત્ર 812 રૂપિયાના હપ્તે લેપટોપ ખરીદી શકાય છે. જ્યારે અહીં પણ ICICI બેન્કના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 10 ટકા અને વધુમાં વધુ 1250 રૂપિયાની બચત કરી શકાય છે. આ લેપટોપમાં 14 ઈંચની સ્ક્રીન છે. અને તેમાં 8 જીબી રેમ અને 500 જીબી HDD સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

Best Mobiles in India

Read more about:
English summary
Amazon Sale Cheapest Renewed Laptop Worth Rs 89999

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X