Amazon Sale: 999થી પણ ઓછી કિંમતે ખરીદો આ 5 boAt સ્પીકર્સ

By Gizbot Bureau
|

Amazon Great Indian Festival sale 2022માં જુદી જુદી ઘણી પ્રોડક્ટ્સ પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આજકાલ પોર્ટેબલ સ્પીકર્સની ડિમાન્ડ વધી છે, ત્યારે કંપનીઝ સેલ દરમિયાન આવા પોર્ટેબલ અને ડિઝાઈનર સ્પીકર્સ ખૂબ જ સસ્તા વેચી રહી છે. જેમાં બ્લૂટૂથ સ્પીકર સૌથી વધુ વેચાતી પ્રોડક્ટ્સમાંની એક છે. એમેઝોનના સેલ દરમિયાન જેબીએલ, બોસ, બોટ સહિતની કંપનીના પોર્ટેબલ બ્લુટૂથ સ્પીકર્સ પર 70 ટકાથી વધારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Amazon Sale: 999થી પણ ઓછી કિંમતે ખરીદો આ 5 boAt સ્પીકર્સ

આજે અમે તમને એમેઝોન પર મળતા બોટના એવા સ્પીકર્સ વિશે જણાવીશું, જેની ડિઝાઈન ખાસ છે. પરિણામે તમે આ સ્પીકર્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખૂબ જ સહેલાઈથી લઈ જઈ શકો છો. કિંમતની વાત કરીએ તો આ સ્પીકર્સ 999થી પણ ઓછી કિંમતે ઉપલબ્ધ છે. આ સ્પીકર્સમાં શાનદાર મ્યુઝિક ક્વોલિટીની ગેરેન્ટી પણ છે, જેના અવાજ પર તમે ઝૂમી ઉઠશો.

boat Stone 135 પોર્ટેબલ સ્પીકર્સ

આ નાના સ્પીકર્સ તમને મ્યુઝિકનો જબરજસ્ત અનુભવ કરાવશે. તેમાં 5Wના સાઉન્ડનો આઉટપુટ મળે છે. જે તમારા મ્યુઝિકના અનુભવને ખાસ બનાવે છે. આ સ્પીકર ટ્રુ વાયરલેસ ફીચરવાળું સૌથી સારું સ્પીકર મનાય છે. આ સ્પીકરમાં મલ્ટિપલ કનેક્ટિવિટી મોડની સાથે 11 કલાક સુધીનો ડ્યુરેબલ પ્લેબેક ટાઈમ મળે છે. એટલે કે એક સારી બેટરી લાઈફ પણ. એમેઝોન સેલ દરમિયાન આ સ્પીકરની કિંમત માત્ર 799 રૂપિયા છે.

boat Stone 180 5W બ્લૂટૂથ સ્પીકર્સ

બ્લૂટૂથ કનેક્ટિવિટીની સાથે આવતા આ શ્રેષ્ટ સ્પીકર્સ છે. આ સ્પીકરની ડિઝાઈન ગોળ છે. જે દેખાવમાં એકદમ એલિગન્ટ લાગે છે. આ સ્પીકર્સ એકવાર ચાર્જ કર્યા પછી 10 કલાક સુધી ચાલી શકે છે. તેની સાઉન્ડ અને બાસ ક્વોલિટી પણ એકદમ જોરદાર છે. આ સ્પીકર TWS ફીચર સાથે આવે છે. તેમાં સહેલાઈથી સ્પીકર ઓપરેટ કરવા માટે બટન આપવામાં આવ્યા છે. આ સ્પીકરની કિંમત પણ એમેઝોન પર 799 રૂપિયા છે.

boat Stone 179 5W બ્લૂટૂથ સ્પીકર

લાઈટવેટ એર કૈમો ગ્રીન કલરની ડિઝાઈનવાળઆ આ સ્પીકર્સ એકમદ ગ્લેમરસ લૂક આપે છે. આ કોમ્પેક્ટ સ્પીકરમાં ઉપરની તરફ કંટ્રોલ બટન આપવામાં આવ્યા છે, જેનાથી સ્પીકરનો યુઝ સરળ બની જાય છે. આ સ્પીકરમાં એસડી કાર્ડ લગાવીને પણ તમે તમારી પ્લેલિસ્ટ સાંભળી શકો છો. આ સ્પીકરમાં 1800 mAhની દમદાર બેટરી આપવામાં આવી છે, જે 6 કલાક સુધીની બેટરી લાઈફ આપે છે. એમેઝોન પર હાલ આ સ્પીકરની કિંમત 999 રૂપિયા છે.

boat Stone 250 પોર્ટેબલ સ્પીકર

શાનદાર દેખાતા આ સ્પીકરની સાઉન્ડ ક્વોલિટી તેની યુએસપી છે. આ સ્પીકર 5W AMS ઈમર્સિવ ઓડિયો આઉટપુટ સાથે આવે છે. આ સ્પીકર આરજીબી લાઈટને સપોર્ટ કરે છે. એટલે કે તમે જ્યારે મ્યુઝિક સાંભળો છો, ત્યારે સ્પીકર ગ્લો કરે છે અને આકર્ષક લૂક આપે છે. એકવાર ફૂલ ચાર્જ કર્યા બાદ આ સ્પીકર તમે સતત 8 કલાક સુધી વાપરી શકો છો. સાથે જ તેમાં IPX7 રેટેડ વૉટર રેઝિસ્ટન્સ ફીચર પણ છે. આ સ્પીકરની કિંમત પણ એમેઝોન પર 999 રૂપિયા છે.

boat Stone 260 4W બ્લૂટૂથ સ્પીકર

યુઝર્સને આ બ્રાન્ડેડ સ્પીકર ખૂબ જ ગમી રહ્યું છે. આ સ્પીકરમાં 4Wનો દમદાર સાઉન્ડ આઉટપૂટ મળે છે. સાથે જ આ સ્પીકર જુદા જુદા કલરમાં ઉપલબ્ધ છે. વાયરલેસ કનેક્ટિવિટી ધરાવતું આ સ્પીકર વોટરપ્રૂફ ડિઝાઈનમાં ઉપલબ્ધ છે. તમે આ સ્પીકરને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકો છો. કિંમતની વાત કરીએ તો આ સ્પીકર પણ એમેઝન પર 999 રૂપિયામાં મળી રહ્યું છે.

Best Mobiles in India

English summary
Amazon sale buy these 5 best boat speakers under Rs.999

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X