Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આ છે 25 હજારથી ઓછી કિંમતના દમદાર લેપટોપ્સ, Amazon પર છે ડિસ્કાઉન્ટ
ઈ કોમર્સ વેબસાઈટ એમેઝોન પર ચાલી રહેલા સેલમાં હોમ અપ્લાયન્સિઝ, સ્માર્ટફોન, ફેશન પ્રોડક્ટ્સની સાથે સાથે લેપટોપ પર પણ સારી ઓફર્સ મળી રહી છે. જો તમે બેઝિક ડેયલી યુઝ માટે સસ્તું લેપટોપ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો હાલ એક સારી તક છે. એમેઝોનપ ર ચાલી રહેલા સેલ દરમિયાન તમે 25 હજારથી ઓછી કિંમતમાં 8 જીબી રેમ ધરાવતા ત્રણ લેપટોપ ખરીદી શકો છો. આ લેપટોપમાં 8 જીબી રેમની સાથે બીજા પણ આકર્ષક ફીચર્સ છે. વળી આ ત્રણેય લેપટોપ Lenovo, HP અને Acer બ્રાન્ડ્ઝન છે. જેને ડેયલી યુઝ માટે કે પછી સ્ટુડન્ટ્સ માટે ખરીદી શકાય છે. ચાલો, જાણીએ કે આ લેપટોપના ફીચર્સ શું છે, તેની કિંમત કેટલી અને શું ઓફર ચાલી રહી છે.

Lenovo V15
Lenovoનું આ લેપટોપ 15.6 ઈંચની FHD ડિસ્પ્લે ધરાવે છે. આ લેપટોપની સ્ક્રીનનું રિઝોલ્યુશન 1920*1080 પિક્સલ છે. આ લેપટોપમાં 8 જીબી રેમ અને 256 જીબી SSD સ્ટોરેજ મળે છે. લીનોવોનું લેપટોપ વિન્ડોઝ 11 ઓપરેટિંગ સિસ્ટમથી સજ્જ છે. કનેક્ટિવિટી માટે આમાં USB Type C, USB 3.2 Gen 1 પોર્ટ અને USB 2.1 પોર્ટની સાથે સાથે એક HDMI 1.4 પોર્ટ મળશે. આ લેપટોપની કિંમત 24,490 રૂપિયા છે. જેના પર તમને 2000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. વળી, તમે આ લેપટોપ 1,176 રૂપિયાના માસિક હપ્તે પણ ખરીદી શકો છો.
HP 247 G8
HPનું આ લેપટોપ 14 ઈંચની HD ડિસ્પ્લે ધરાવે છે. તેમાં 8 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ સપોર્ટ છે. આ લેપટોપમાં પણ વિન્ડોઝ 11 ઓપરેટિંગ સિસ્ટમ પ્રિ ઈન્સ્ટોલ્ડ છે. ક્નેક્ટિવિટી માટે આમાં એક USB Type C પોર્ટ અને બે USB 3.2 Gen 1 તેમજ HDMI 1.4 પોર્ટ મળશે. આ લેપટોપની કિંમત 23,490 રૂપિયા છે. જેના પર પણ તમને 2000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. વળી તમે આ લેપટોપ 1128 રૂપિયાના માસિક હપ્તે પણ ખરીદી શકો છો.
Acer One 14
Acerનું આ લેપટોપ 14 ઈંચની સ્ક્રીન ધરાવે છે. જેમાં તમને 8 જીબી રેમ અને 256 જીબી SSD સ્ટોરેજ સપોર્ટ મળે છે. આ લેપટોપ પણ પ્રિ ઈન્સ્ટોલ્ડ વિન્ડોઝ 11 ઓપરેટિંગ સિસ્ટમથી સજ્જ છે. કનેક્ટિવિટી માટે Acer One 14માં એક USB Type C, બે USB 3.2 Gen 1 અને એક HDMI 1.4 પોર્ટ મળશે. આ લેપટોપની કિંમત આમ તો 26,990 રૂપિયા છે. પરંતુ અહીં પણ 2000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેને કારણે લેપટોપની કિંમત 25,000 કરતા ઘટી જાય છે. સાથે જ જો તમે હપતેથી ખરીદવા ઈચ્છો તો માસિક 1.296 રૂપિયાના હપતે પણ આ લેપટોપ ખરીદી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications