Amazon Primeનું સબસ્ક્રીપ્શન મેળવો અડધી કિંમતે, મળશે 50 ટકા કૅશબેક

By Gizbot Bureau
|

સૌથી મોટી ઈ કોમર્સ કંપની એમેઝોને Prime Day Sale 2023 પહેલા એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ માટે ખાસ કૅશબેક ઓફર શરૂ કરી છે. આ ઓફર દરમિયાન યુઝર્સ પ્રાઈમ સબસ્ક્રિપ્શન 50 ટકા ઓછી કિંમતે ખરીદી શકે છે.

Amazon Primeનું સબસ્ક્રીપ્શન મેળવો અડધી કિંમતે, મળશે 50 ટકા કૅશબેક

Amazon Prime Day Sale 2023ની તારીખો તાજેતરમાં જ કન્ફર્મ થઈ છે. હવે આ ઈ કોમર્સ સાઈટ પર સેલ શરૂ થતા પહેલા કંપની ધીરે ધીરે નવી નવી ઓફર્સની ડિટેઈલ્સ રિવીલ કરી રહી છે. આ ઉપરાંત એમેઝોને સેલ શરૂ કરતા પહેલા ગ્રાહકો માટે ખાસ સ્પેશિયલ ઓફર પણ લોન્ચ કરી છે. જે અંતર્ગત યુઝર્સ એમેઝોન પ્રાઈમ સબસ્ક્રિપ્શન ઓછી કિંમતે ખરીદી શક્શે. જો યુઝર્સ લાંબા સમય માટે સબસ્ક્રિપ્શન ખરીદવા નથી ઈચ્છા તો ઓછી કિંમતે માત્ર સેલ માટે કેટલાક દિવસો પૂરતું પણ સબસ્ક્રિપ્શન ખરીદી શકે છે. તો ચાલો, જાણીએ કે પ્રાઈમ સબસ્ક્રિપ્શન ઓછી કિંમતે ખરીદવાની આ સ્કીમ શું છે.

આ રહી ઓફર ડિટેઈલ્સ

એમેઝોન કંપની પ્રાઈમ ડે સેલ 2023 પહેલા એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ માટે ખાસ કૅશબેક ઓફર લઈને આવી છે. હાલ કોઈ પણ યુઝર એમેઝોન પ્રાઈમ સબસ્ક્રિપ્શન પર 50 ટકા કૅશબેક મેળવી શકે છે. એમેઝોન પ્રાઈમના મંથલી સબસ્ક્રિપ્શનની કિંમત 299 રૂપિયા છે, જ્યારે વાર્ષિક સબસ્ક્રિપ્શનની કિંમત 1499 રૂપિયા છે. યુઝર્સ આ માસિક સબસ્ક્રિપ્શન લેટેસ્ટ ઓફર દરમિયાન 149 રૂપિયામાં ખરીદી શકે છે, જ્યારે વાર્ષિક સબસ્ક્રિપ્શન 749 રૂપિયામાં ખરીદી શકે છે. તમને જે 50 ટકા કૅશ બેક મળી રહ્યું છે, તે તમારા એમેઝોન પે બેલેન્સમા ક્રેડિટ કરી દેવામાં આવશે.

જો કે આ ઓફર બધા જ યુઝર્સ માટે અવેલેબલ નથી. ઈ કોમર્સ જાયન્ટ એમેઝોને આ ઓફર માત્ર 18થી 24 વર્ષના યુવાન યુઝર્સ માટે જ આ ઓફર લોન્ચ કરી છે. આ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે યુઝર્સે એક વેરિફિકેશન પ્રોસેસ કરવી પડશે. આ પ્રોસેસ કર્યા બાદ જ એમેઝોન નિર્ણય લેશે કે તમે આ ઓફરનો લાભ લેવા માટે યોગ્ય છો કે નહીં. તે બાદ જ તમે 50 ટકાના દરે એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ લઈ શક્શે.

Amazon Prime સબસ્ક્રિપ્શન સાથે મળશે આ ફીચર્સ

આ નવા એમેઝોન પ્રાઈમ સબસ્ક્રિપ્શનમાં યુઝર્સને એક્સ્ટ્રા ચાર્જ વગર ફાસ્ટ ડિલીવરી સર્વિસ મળે છે. કંપનીનો આમાં એક લાઈટ સબસ્ક્રિપ્શન પ્લાન પણ છે, જે 2 દિવસમાં ડિલીવરી આપે છે. આ પ્લાનમાં શેડ્યુલ ડિલીવરી અને સેમ ડે ડિલીવરી ઉપરાંત મોર્નિંગ ડિલીવરીનો પણ ઓપ્શન આવે છે. મોર્નિંગ ડિલીવરી માટે એમેઝોન 50 રૂપિયા પ્રતિ આઈટમ ચાર્જ કરે છે, જ્યારે લાઈટ યુઝર્સે મોર્નિંગ ડિલીવરી માટે 175 રૂપિયા ચૂકવવા પડે છે. આ પ્લાનમાં એમેઝોન વીડિયો, એમેઝોન મ્યુઝિક અને પ્રાઈમ રીડિંગનું એક્સેસ પણ મળે છે.

ફ્રીમાં પણ મેળવી શકો છો એમેઝોન પ્રાઈમનું સબસ્ક્રિપ્શન

કૅશબેકની ઓફરની સાથે સાથે કંપની 1 મહિનાનું ફ્રી ટ્રાયલ વર્ઝન પણ આપે છે. જો તમે હજી સુધી એમેઝોન પ્રાઈમ સબસ્ક્રિપ્શન નથી લીધું તો તમે 1 મહિનાની ફ્રી ટ્રાયલ લઈ શકો છો. આ માટે તમારે એમેઝોન સાઈટ પર જઈને એમેઝોન પ્રાઈમ વીડિયોનો ફ્રીમાં ઉપયોગ કરી શકો છો.

Best Mobiles in India

English summary
Amazon Prime subscription get on 50 percent cashback know how

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X