Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 587 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon Prime મળશે ફ્રીમાં, સાથે રોજેરોજ 3 GB ડેટા અને 365 દિવસની વેલિડિટી
આજે અમે તમને એક એવા પ્રિપેઈડ પ્લાન વિશે માહિતી આપીશું, જેની સાથે Amazon Primeનું સબસ્ક્રીપ્શન ફ્રી મળે છે. એરટેલ આવો એક 1000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં વ્યાજબી પ્રિપેઈડ પ્લાન આપી રહી છે, જેમાં ગ્રાહકોને એમેઝોન પ્રાઈમનું સબસ્ક્રીપ્શન ફ્રીમાં મળે છે. સાથે જ આ પ્લાનમાં રોજ 3 જીબી 4જી ડેટા પણ મળે છે. જીયો પાસે આવો માત્ર એક જ પ્રિપેઈડ પ્લાન છે, જે એમેઝોન પ્રાઈમ લાઈટ સબસ્ક્રીપ્શન આપે છે. તો વોડાફોન આઈડિયા પાસે પણ એમેઝોન પ્રાઈમનું સબસ્ક્રિપ્શન આપતા પ્લાન્સ છે. ચાલો જાણીએ, કે ત્રણેય કંપનીના પ્લાનમાં શું શું મળી રહ્યું છે.

Amazon Prime બેનિફિટ્સ આપતા AirTelના પ્લાન્સ
1. 838 રૂપિયાનું રિચાર્જ
1000 રૂપિયા કરતા ઓછી કિંમતમાં એરટેલનો આ એકમાત્ર પ્લાન છે, જે એમેઝોનનું સબસ્ક્રિપ્શન આપે છે. 838 રૂપિયાનું રિચાર્જ કરવા પર એરટેલના આ પ્રિપેઈડ પ્લાનમાં 56 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઈસ કોલિંગ, રોજના 100 મેસેજની સાથે રોજ 3 જીબી ઈન્ટરનેટ મળે છે. એટલે કે આખા પ્લાન દરમિયાન કુલ 168 જીબી ડેટા મળે છે. આ પ્લાનના ગ્રાહકો અનલિમિટેડ 5જી ડેટા પણ એક્સેસ કરી શકે છે. જો તમારા વિસ્તારમાં એરટેલનું 5જ નેટવર્ક છે અને તમારી પાસે 5જી ફોન છે, તો તમે ફ્રીમાં અનલિમિટેડ 5જી ઈન્ટરનેટ મેળવી શકો છો. આ પ્લાનમાં ગ્રાહકોને 56 દિવસ સુધી ફ્રીમાં એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપનો પણ લાભ મળે છે. સાથે જ એરટેલ એક્સ્ટ્રીમ પ્લે પ્રીમિયમ જે 22થી વધુ OTT એપ્સનું એક્સેસ ધરાવે છે, તે અપોલો 24*7 સર્કલ, ફ્રી હેલોટ્યુન્સ જેવા બેનિફઇટ્સ પણ છે. એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપનો લાભ લેવા માટે તમારે માત્ર એમેઝોનની એપ ડાઉનલોડ કરવાની છે. બાકીના ઓટીટી બેનિફઇટ્સ એક્સ્ટ્રીમ પ્લે એપમાં જ મળશે.
2. Airtelનો 1199 રૂપિયાનો પ્રિપેઈડ પ્લાન
એરટેલ પાસે 1199 રૂપિયાનો પ્રિપેઈડ પ્લાન પણ છે, જે એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ આપે છે. આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે. જેમાં યુઝર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગ, રોજના 100 મેસેજ અને રોજનો 2.5 જીબી ડેટા મળે છે. એટલે કે આખા પ્લાનમાં કુલ 219 જીબી ડેટા વાપરવા મળે છે. આ પ્લાનના ગ્રાહકો અનલિમિટેડ 5જી ડેટા પણ એક્સેસ કરી શકે છે. જો તમારા વિસ્તારમાં એરટેલનું 5જ નેટવર્ક છે અને તમારી પાસે 5જી ફોન છે, તો તમે ફ્રીમાં અનલિમિટેડ 5જી ઈન્ટરનેટ મેળવી શકો છો. આ પ્લાનમાં ગ્રાહકોને 56 દિવસ સુધી ફ્રીમાં એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપનો પણ લાભ મળે છે. સાથે જ એરટેલ એક્સ્ટ્રીમ પ્લે પ્રીમિયમ જે 22થી વધુ OTT એપ્સનું એક્સેસ ધરાવે છે, તે અપોલો 24*7 સર્કલ, ફ્રી હેલોટ્યુન્સ જેવા બેનિફઇટ્સ પણ છે.
એમેઝોન પ્રાઈમ ફ્રીમાં આપતો Jioનો પ્લાન
જીયો પાસે માત્ર એક જ પ્લાન છે, જે એમેઝોન પ્રાઈમ લાઈટનું સબસ્ક્રિપ્શન આપે છે. આ પ્લાનની કિંમત 1029 રૂપિયા છે. જેમાં 84 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ, રોજના 100 મેસેજ, 2 જીબી ઈન્ટરનેટ મળે છે. એટલે કે કુલ 168 જીબી ઈન્ટરનેટ ડેટા મળે છે. આ પ્લાન 5જી યુઝર્સ માટે પણ અવેલેબલ છે. આ પ્લાનમાં મળતા એડિશનલ બેનિફિટ્સમાં 84 દિવસ માટે જીયો ટીવી, જીયો સિનેમા અને જીયો ક્લાઉડનું એક્સેસ પણ સામેલ છે.
એમેઝોન પ્રાઈમ ફ્રી આપતા Viના પ્લાન્સ
996 રૂપિયાનો પ્રિપેઈડ પ્લાન
વીઆઈનો આ પ્લાન 84 દિવસની વેલિડિટી ધરાવે છે. જેમાં યુઝર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગ, રોજના 100 મેસેજ અને રોજનું 2 જીબી ઈન્ટરનેટ મળે છે. એટલે કે કુલ 168 જીબી ઈન્ટરનેટ મળે છે. આ પ્લાનમાં મળતા એડિશનલ બેનિફિટ્સમાં તમને એમેઝોન પ્રાઈમ લાઈટ સબસ્ક્રિપ્શન, બિંજ ઓલ નાઈટ, વીકેન્ડ ડેટા રોલઓવર અને ડેટા ડિલાઈટ જેવા ફાયદા મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications