Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon Prime Day Saleની તારીખો જાહેર, જુલાઈમાં મળશે મોટું ડિસ્કાઉન્ટ
Amazon Prime Day Saleની તારીખો તાજેતરમાં જ ગૂગલ દ્વારા લીક થઈ ચૂકી છે. પરંતુ હવે ઈ કોમર્સ કંપની એમેઝોને પોતે જ ફાઈનલી સત્તાવાર રીતે આ સેલની તારીખો જાહેર કરી છે. આ સેલ માટે એમેઝોન ICICI અને SBI બેન્ક સાથે ટાઈ અપ કર્યું છે. જેનો અર્થ છે કે આ સેલ દરમિયાન ICICI બેન્ક અને SBIના ગ્રાહકોને અલગથી ડિસ્કાઉન્ટ ઓફર્સ મળશે. આ ઉપરાંત પ્રાઈમ ડે સેલમાં ગ્રાહકોને જુદી જુદી કેટેગરીની પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ, ડીલ્સ, એક્સચેન્જ ઓફર્સ, નો કોસ્ટ ઈએમઆઈનો પણ લાભ મળશે. તો ચાલો Amazon Prime Day Saleની તારીખથી લઈને બીજી વિગતો જાણી લઈએ.

Amazon Prime Day Sale જુલાઈની 15 તારીખથી શરૂ થશે, જે 16 જુલાઈ સુધી જ લાઈવ રહેશે. એટલે કે આ સેલ માત્ર 2 દિવસ (48 કલાક) સુધી જ ચાલશે. આ બે દિવસીય સેલ દરમિયાન યુઝર્સને ICICI બેન્ક અને SBI બેન્કના ક્રેડિટ કાર્ડ તેમજ ડેબિટ કાર્ડથી ખરીદી કરવા પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ સેલની ડેડિકેટેડ માઈક્રોસાઈટ એમેઝોન પર લાઈવ થઈ ચૂકી છે. આ માઈક્રોસાઈટ પર એક પોસ્ટર પણ શૅર કરવામાં આવ્યું છે, જેમાં સેલની ડેટ્સ અને બેન્ક ઓફર્સ અંગે માહિતી આપવામાં આવી છે.
પોસ્ટર દ્વારા ઈ કોમર્સ કંપનીએ જુદી જુદી કેટેગરીની પ્રોડક્ટ્સ પર મળનારી ગ્રેટ ડીલ્સનો અંદાજ આપ્યો છે. New Launches સેક્શનમાં Lenovo, Godrej, Toshiba, OnePlus, LG, Samsung જેવી ટોપ બ્રાન્ડ્ઝની નવી પ્રોડક્ટ્સ પણ આ સેલ દરમિયાન લોન્ચ થઈ શકે છે. આ ઉપરાંત Blockbuster Entertainment અંગે પણ અંદાજ આપવામાં આવ્યો છે, જેમાં યુઝર્સને પ્રાઈમ કોન્ટેન્ટ મળી શકે છે. આ નવું કોન્ટેન્ટ સેલ દરમિયાન એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થશે.
ડિસ્કાઉન્ટ ઓફર્સ
પ્રોડક્ટ ડિસ્કાઉન્ટ ઓફર્સની વાત કરીએ તો આ સેલ દરમિયાન સ્માર્ટ ફોન અને એક્સેસરીઝ પર 40 ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળશે. ઈલેક્ટ્રોનિક આઈટમ્સ અને એક્સેસરીઝ પર ગ્રાહકો 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શક્શે. તો હોમ અપ્લાયન્સિસ અને કિચન પ્રોડક્ટ્સ પર 70 ટકાનું વળતર મળશે. જ્યારે સ્માર્ટ ટીવી, ફ્રિઝ, એસી જેવા અપ્લાયન્સિસ ખરીદવા પર ગ્રાહકોને 60 ટકા જેટલું વળતર મળશે. Alexa, Fire TV અને Echo પ્રોડક્ટ્સ પર 55 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.
Google પહેલા જાહેર કરી દીધી હતી સેલની તરીખ
Amazon Prime Day Saleની તારીખો ગૂગલ દ્વારા થોડા સમય પહેલા જ જાહેર કરી દેવામાં આવી હતી. આ લીકમાં જણાવી દેવાયું હતું કે Amazon Prime Day Sale 15થી 16 જુલાઈ સુધી યોજાશે. તમને એ પણ જણાવી દઈએ કે એમેઝોને આ સેલ ગત વર્ષે 23થી 24 જુલાઈ વચ્ચે આયોજિત કર્યું હતું.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications