Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon Prime Day Sale 2022: iPhone 13, Fire TV, Echo ડિવાઈસ પર મળી શકે છે આટલું ડિસ્કાઉન્ટ
દરેક પ્રકારની વસ્તુની ખરીદી માટે ઈ કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન સૌથી વધારે લોકપ્રિય છે. તેમાંય એમેઝોન પ્રાઈમ મેમ્બર્સને તો સેમ ડે ડિલીવરી, એમેઝોન મ્યુઝિક, પ્રાઈમ વીડિયો, વધારાના ડિસ્કાઉન્ટ સહિત કેટલાક વધારાના ફાયદા પણ મળે છે. હવે એમેઝોન Amazon Prime Day Sale 2022 હેઠળ પોતાના ગ્રાહકો માટે કેટલીક નવી ઓફર્સ લઈને આવી રહ્યું છે.

Amazon Prime Day Sale 2022 હશે આ તારીખે
કંપનીની જાહેરાત મુજબ Amazon Prime Day Sale 2022 23 જુલાઈના રાત્રે 12 વાગ્યાથી શરૂ થશે અને 24 જુલાઈએ રાત્રે 11.59 વાગ્યે પુરુ થઈ જશે. એટલે કે જો તમારે ખરીદી કરવી છે, તો તમને 48 કલાકનો સમય મળશે. દર વખતની જેમ આ વખતે પણ Amazon Prime Day Sale 2022 હેઠળ કંપની સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી, ટેબ્લેટ્સ, સ્ટ્રીમીંગ ડિવાઈસ, એમેઝોન હાર્ડવેર જેવા ગેજેટ્સ પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ ઓફર કરવાની છે.
iPhone 13 પર મળી શકે છે છૂટ
ભારતમાં iPhone 14 સિરીઝના ફોન ટૂંક સમયમાં એટલે કે સપ્ટેમ્બરમાં જ રિલીઝ થવાના છે. આ લોન્ચ રહેલા iPhone 13ના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. હાલ એપલ સ્ટોર પર iPhone 13 79,990ની કિંમતે મળી રહ્યો છે. બીજી તરફ એમેઝોન જેવા ઓનલાઈન પ્લેટફોર્મ્સ આ કિંમત પર પણ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે.
Amazon Prime Day Sale 2022 અંતર્ગત iPhone 13ની કિંમત હજી પણ ઘટે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ ઉપરાંત ગ્રાહકો પાર્ટનર બેન્ક, એક્સચેન્જ ઓફર અંતર્ગત બીજી વધારાની છૂટ પણ મેળવી શકે છે. જો કે, Amazon Prime Day Sale 2022 અંતર્ગત iPhone 13ની કિંમત કેટલી હશે, તે હજી બહાર નથી આવ્યું.
Echo, Fire TVs પર પણ મળશે મોટું ડિસ્કાઉન્ટ
એમેઝોન પોતાની ઈન હાઉસ પ્રોડક્ટ્સ વેચવા પર પણ ધ્યાન આપી રહી છે. જેમાં ઈનબિલ્ટ એલેક્સા ધરાવતા ઈકો સ્પીકર્સ ટોપ પ્રાયોરિટીમાં છે. આ સ્માર્ટ સ્પીકર્સની લોકપ્રિયતા ભારતમાં વધી રહી છે. જો તમે પણ એમેઝોન ઈકો ખરીદવાનું વિચારી રહ્યા છો તો Amazon Prime Day Sale 2022 બેસ્ટ સમયગાળો છે. આ ઉપરાંત એમેઝોનની ફાયર ટીવી રેન્જ પર પણ કંપની વધારે ડિસ્કાઉન્ટ ઓફર કરવા જઈ રહી છે.
Amazon Fire TV સ્ટ્રીમીંગ સ્ટીક્સ અથવા એમેઝોન બેઝિક સ્માર્ટ ટીવી પર મોટું ડિસ્કાઉન્ટ મળવાનું નક્કી છે. જો કે iPhone 13ની ડીલની જેમ જ આ ડિસ્કાઉન્ટ કેટલું હશે, કે કેટલી કિંમતે એમેઝોનની આ હાઉસ હોલ્ડ પ્રોડક્ટ્સ મળશે, તેની માહિતી હજી સુધી સામે નથી આવી.
હાલ, તમે વાર્ષિક રૂ.1,499 ભરીને અથવા મહિને રૂ.179 ભરીને એમેઝોન પ્રાઈમ મેમ્બર બની શકો છો. પરંતુ Amazon Prime Day Sale 2022 દરમિયાન કંપની મેમ્બરશિપ લેવા માટે પણ ICICI બેન્ક અને SBI કાર્ડથી પેમેન્ટ કરવા પર ફ્લેટ 10 ટકા ડિસ્કાઉન્ટ આપવા જઈ રહી છે.
સરવાળે જો હાલ તમે કોઈ પણ ગેજેટ કે ઈલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવાનું વિચારી રહ્યા છો તો થોડા દિવસ રાહ જોઈ લો. 23 જુલાઈના રોજ Amazon Prime Day Sale 2022 શરૂ થવાનું છે. જેમાં મોટા ભાગની વસ્તુ તમને માર્કેટ કરતા થોડી સસ્તી મળવાની પૂરી શક્યતા છે. કઈ વસ્તુ પર કેટલું ડિસ્કાઉન્ટ હશે, તે આગામી દિવસોમાં જાણી શકાશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications