Amazon Prime day sale: માત્ર રૂ.6000માં ઘરે લઈ આવો ટીવી, સ્માર્ટ ટીવી પણ છે સસ્તા

By Gizbot Bureau
|

Amazon Prime day sale આજથી શરૂ થઈ ચૂક્યુ છે. આ સેલમાં તમે હેવી ડિસ્કાઉન્ટ પર ઘણી વસ્તુઓ ખરીદી શક્શો. ઈ કોમર્સ પ્લેટફોર્મ પર આ સેલ દરમિયાન કેટલીક નવી બ્રાંડ્સ પણ લોન્ચ થઈ રહી છે. આ સેલ દરમિયાન જો તમે ઈચ્છો તો 32 ઈંચનું સ્માર્ટ ટીવી 6 હજાર કરતા પણ ઓછી કિંમતમાં ઘરે લાવી શકો છો. તો ચાલો, રાહ જોયા વગર Amazon Prime day saleમાં સ્માર્ટ ટીવી પર કઈ કઈ ઓફર્સ છે, તે જાણી લઈએ.

Amazon Prime day sale

60 ટકા સુધી મળશે ડિસ્કાઉન્ટ

જો તમે નવું ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ફટાફટ Amazon Prime day saleનો લાભ લઈ શકો છો. આ સેલ દરમિયાન તમને કેટલાક સ્માર્ટ ટીવી પર 60 ટકા સુધીનું જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કેટલીક બ્રાંડ્સના ટીવી પર કંપની બમ્પર ટુ બમ્પર ઓફર આપી રહી છે.

મળી રહી છે ઢગલાબંધ ઓફર્સ

જો તમારે સસ્તું સ્માર્ટ ટીવી ખરીદવું હોય તો તમે Redmiના ટીવી લગભગ 10,000 રૂપિયાના બજેટમાં ખરીદી શકો છો. જો કે Amazon Prime day sale દરમિયાન 10,000 કરતા પણ ઓછી કિંમતે કેટલાક સ્માર્ટ ટીવી મળી રહ્યા છે. કેટલાક ટીવી તો તમે માત્ર 6000 રૂપિયામાં ખરીદી શકો છો. ચાલો અમે તમને ફટાફટ કયા ટીવી પર કેટલી ઓફર્સ છે, તે અંગે જણાવી દઈએ.

આ રહી આકર્ષક ઓફર્સ

Amazon Prime day sale પર સૌથી સસ્તું ટીવી રૂપિયા 6,499માં મળી રહ્યું છે. Westinghouseનું નોન સ્માર્ટ LED ટીવી તમે આટલી કિંમતે ખરીદી શકો છો. જેમાં તમને 24 ઈંચની સ્ક્રીન સાઈઝ ધરાવતું મોડેલ મળશે.આ ટીવીમાં 20Wનો સાઉન્ડ આઉટપુટ, બે સ્પીકર અને બીજા કેટલાક ફીચર મળશે. તો આ જ કંપનીનું સ્માર્ટ ટીવી 10,499 રૂપિયાની કિંમત પર મળી રહ્યું છે. જેમાં ટીવીની સાઈઝ 32 ઈંચ છે.

નોન સ્માર્ટ ટીવી તો છે સાવ સસ્તા

તો તમે 32 ઈંચનું જ નોન સ્માર્ટ LED ટીવી આ સેલમાં માત્ર રૂપિયા 7,799માં ખરીદી શકો છો. જેમાં તમને LED સ્ક્રીનની સાથે 2 HDMI, 2 USB પોર્ટ મળશે. તો Redmiના 32 ઈંચ સ્ક્રીન સાઈઝ ધરાવતા HD ReadY સ્માર્ટ LED TVની કિંમત 10,499 છે. આમાં તમને ડોલ્બી ઓડિયો અને પેચ વોલ 4 જેવા ફીચર્સ મળશે. તો 32 ઈંચની સ્ક્રીન સાઈઝ વાળું HD Ready LED TV 12,490 રૂપિયામાં અવેલેબલ છે. જેમાં પણ તમને ડોલ્બી ઓડિયો મળશે.

આ રહ્યા 6000થી ઓછી કિંમતના ટીવી

iFFalconનું 32 ઈંચનું ટીવી તમે 10,350 રૂપિયામાં ખરીદી શકો છો. તો VW બ્રાંડનું 32 ઈંચનું HD Ready TV ફ્રેમલેસ ડિઝાઈનમાં માત્ર રૂપિયા 5,999માં મળી રહ્યું છે. સાથે જ ક્રોમાનું 32 ઈંચનું ટીવી 5,841 રૂપિયામાં અવેલેબલ છે.

Best Mobiles in India

Read more about:
English summary
Amazon Prime Day 200 Sale On TVs: Irresistible Offers On Smart 4K TVs

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X