Amazon OnePlus Nord 2T 5G Quiz: આપો માત્ર 5 સવાલના જવાબ, જીતો Nord 2T 5G ફોન સહિત આકર્ષક ઈનામ

By Gizbot Bureau
|

OnePlus પોતાની Nord સિરીઝમાં વધુ એક સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. Amazon OnePlus Nord 2T 5G સત્તાવાર રીતે 1 જુલાઈએ લોન્ચ થઈ શકે છે. હંમેશની જેમ આ વખતે પણ કંપની પોતાનો સ્માર્ટ ફોન ઓનલાઈન રિટેઈલર એમેઝોન ઈન્ડિયાના પ્લેટફોર્મ પર લોન્ચ કરવા જઈ રહી છે. આ લોન્ચને રસપ્રદ બનાવવા માટે Amazon OnePlus Nord 2T 5G Quiz કોન્ટેસ્ટ શરૂ કરવામાં આવી છે. અહીં અમે તમને ક્વિઝમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ અને ઈનામ વિશે જણાવીશું.

Amazon OnePlus Nord 2T 5G Quiz: આપો માત્ર 5 સવાલના જવાબ, જીતો Nord 2T

વિજેતા બનનારને મળશે OnePlus Nord 2T 5G

Amazon OnePlus Nord 2T 5G Quiz જીતનારને લોન્ચ થઈ રહેલો ફોન સાવ ફ્રીમાં મળશે. OnePlusના આ સ્માર્ટ ફોનમાં Sonyનો 50 MP IMX766 પ્રાઈમરી કેમેરા સેન્સર હશે સાથે જ તેમાં 4500 mAh બેટરી અને 80W સુપર VOOC ચાર્જર પણ મળશે. આ ઉપરાંત ગૂડીઝ જીતવાની પણ તક છે.

Amazon OnePlus Nord 2T 5G Quiz તમને એમેઝોન એપના ફનઝોન સેક્શનમાં અન્ય ક્વિઝ સાથે જોવા મલશે. અહીં એમેઝોન લેપટોપ એડિશન સ્પીન એન્ડ વીન ક્વિઝ, એમેઝોન મોન્સૂન એડીશન જેકપોટ ક્વીઝ, એમેઝોન એન્ટરટેઈનમેન્ટ એડિશન સ્પીન એન્ડ વીન ક્વિઝ તેમ જ એમેઝોન ફાયર બોલ્ટ રેજ ક્વિઝ સહિતની અન્ય ક્વિઝ પણ મળશે.

એક મહિના સુધી ચાલશે ક્વિઝ

Amazon OnePlus Nord 2T 5G Quiz કોન્ટેસ્ટ 27 જૂનથી શરૂ થઈ ચૂકી છે, જે એક મહિના સુધી એટલે કે 27 જુલાઈ સુધી ચાલશે. કોન્ટેસ્ટ પૂરી થયા પછી વિજેતાના નામની જાહેરાત થશે. વિજેતા બનનાર તમામને 17 સપ્ટેમ્બર પહેલા તેમની ગિફ્ટ પહોંચી જશે.

કેવી છે ક્વિઝ?

હંમેશની જેમ આ વખતે પણ ક્વિઝમાં 5 પ્રશ્નો છે. દરેકનો જવાબ સાચો આપનાર યુઝર્સના નામમાંથી લકી ડ્રો કરવામાં આવશે. તમામ સવાલોના સાચા જવાબ તમારે માત્ર પાંચ સેકન્ડમાં જ આપવાના રહેશે. 5 સેકન્ડમાં જવાબ આપવાથી લકી ડ્રોમાં તમારા જીતવાની તક વધી શકે છે. આ ક્વિઝમાં ભાગ લેનાર હજારે યુઝર્સમાંથી 3 લકી યુઝર્સ વિજેતા બનશે.

અહીં Gizbot પર અમે તમને તમામ સવાલ અને તેના જવાબ જણાવી રહ્યા છીએ. દરેક ગેજેટ ક્વિઝની જેમ અહીં પણ તમામ સવાલ સ્માર્ટફોન રિલેટેડ જ છે.

આ રહ્યા ક્વિઝના સવાલોના જવાબ

પહેલો પ્રશ્ન

OnePlus Nord 2T 5Gમાં _____ MP Sony IMX766 ફ્લેગશિપ સેન્સર કેમેરા છે.

જવાબઃ 50

બીજો પ્રશ્ન

OnePlus Nord 2T 5Gમાં રહેલો _____ મોડ તમને ઓછા પ્રકાશમાં પણ શાનદાર ફોટોઝ આપે છે.

જવાબઃ નાઈટસ્કેપ

ત્રીજો પ્રશ્ન

ભારતમાં Nord 2T પહેલા OnePlus Nordના કેટલા સ્માર્ટ ફોન લોન્ચ થઈ ચૂક્યા છે.

જવાબઃ 5

ચોથો પ્રશ્નઃ

OnePlus Nord 2T 5G કઈ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જવાબઃ 80W SUPERVOOC

પાંચમો પ્રશ્ન

Nord 2Tમાં આવતું Sony imx766 સેન્સર તમને શઆનદાર વીડિયોઝ OIS સાથે લેવામાં મદદ કરે છે. OIS શું છે?

જવાબઃ Optical Image Stabilization

આ રીતે Amazon OnePlus Nord 2T 5G Quizમાં લઈ શકો છો ભાગ

એમેઝોન દ્વારા યોજવામાં આવતી કોઈ પણ ગેજેટ ક્વિઝની જેમ જ તેની Amazon OnePlus Nord 2T 5G Quiz પણ માત્ર એપ પર ઉપલબ્ધ છે. આ ક્વિઝ રમવા માટે તમારે એમેઝોનની એપ ડાઉનલોડ કરવી પડશે, અથવા તમારા ફોનમાં રહેલી એપ ઓપન કરવાની રહેશે. એપ ઓપન કર્યા પછી તમારે મોબાઈલ સેક્શનમાં જવાનું રહેશે, જ્યાં નીચે જતાં જ તમને Amazon OnePlus Nord 2T 5G Quizનું બેનર દેખાશે.

બસ, આ બેનર પર ક્લિક કરો અને આપો સવાલના જવાબ. તમે જીતી શકો છો લેટેસ્ટ OnePlus Nord 2T 5G સહિત કેટલાક આકર્ષક ગૂડીઝ.

Best Mobiles in India

Read more about:
English summary
Amazon OnePlus Nord 2T 5G Quiz: Answers, Prizes And More

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X