Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
20000થી પણ ઓછી કિંમતમાં ખરીદો લેપટોપ, એમેઝોન પર મળશે ઓફર
હાલ ટેક માર્કેટમાં જુદા જુદા ઘણી જાતના લેપટોપ અવેલેબલ છે. Dellથી લઈને Asus સુધી બધી જ કંપનીના એકથી એક ચડિયાતા લેપટોપ માર્કેટમાં લોન્ચ થતા રહે છે. જો તમે ઓનલાઈન અભ્યાસ માટે અથવા તો ઓફિસના કામ માટે લેપટોપ ખરીદવા ઈચ્છી રહ્યા છો, તો એમેઝોન પર હાલ તમને સારી ડીલ મળી શકે છે. લોકપ્રિય ઈ કોમર્સ વેબસાઈટ એમેઝોન પર 20 હજારથી પણ ઓછી કિંમતમાં શાનદાર લેપટોપ મળી રહ્યા છે.

HP Chromebook X360
HP Chromebook X360 લેપટોપમાં 14 ઈંચની ટચસ્ક્રીન મળે છે. આ 2 ઈન 1 લેપટોપમાં 4 જીબી રેમની સાતે 64 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ મળે છે. આ લેપોટપ ક્રોમ ઓએસ પર કામ કરે છે, જેમાં તમને Intel UHD Graphics મળે છે. આનું વજન 1.49 કિલોગ્રામ છે. Intel UHD Graphics લેપટોપ Intel Celeron N4020 પ્રોસેસરથી સજ્જ છે. આ લેપટોપમાં 2 SuperSpeed USB Type-C પોર્ટ પણ અવેલેબલ છે. તેની કિંમત 19,990 રૂપિયા છે. આ લેપટોપ તમે 969 રૂપિયાના હપતે પણ ખરીદી શકો છો. સાથે જ તેના પર 11,950 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ મળે છે.
ASUS VivoBook 15 (2021)
ASUS VivoBook 15 (2021) લેપટોપમાં 15.6 ઈંચની એચડી ડિસ્પ્લે મળે છે. આ લેપટોપ ડ્યુઅલ કોર Intel Celeron N4020 પ્રોસેસર ધરાવે છે. તેમાં 4 જીબી રેમ અને 256 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ મળે છે. આ લેપટોપ વિન્ડોઝ 11 હોમ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવે છે. લેપટોપનું વજન 1.8 કિલોગ્રામ છે. આ લેપટોપ ટ્રાન્સપરન્ટ સિલ્વર કલર ઓપ્શન ધરાવે છે. આ લેપોટપની કિંમત પણ 19,990 રૂપિયા છે, જે 969 રૂપિયાના સરળ હપતે પણ ખરીદી શકાય છે. આ લેપટોપ પણ તમે 11,950 રૂપિયાના એક્સચેન્જ બોનસ સાથે ખરીદી શકો છો.
Acer One 11
Acer One 11માં Intel Celeron N4500 પ્રોસેસર મળે છે. આ લેપટોપમાં 11.6 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનું વજન 1.1 કિલોગ્રામ છે. આ લેપટોપ વિન્ડોઝ 11 પર કામ કરે છે. જેમાં 8 જીબી રેમ પણ મળે છે. આ ઉપરાંત આ લેપટોપમાં 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ છે. કનેક્ટિવિટી માટે તેમાં x HDMI, 1x Micro SD કાર્ડ સ્લોટ, 2x USB 3.0 Type A, 1x USB 3.0 Type C, 1x ઓડિયો કોમ્બો પોર્ટ મળે છે. આ લેપટોપની કિંમત 17,990 રૂપિયા છે. જેને તમે માસિક 872 રૂપિયાના હપતે પણ ખરીદી શકો છો. આ ઉપરાંત આ લેપટોપ 11,950 રૂપિયાના એક્સચેન્જ બોનસ સાથે પણ ખરીદી શકાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications