Amazon એ ભારતમાં લોન્ચ કરી Prime Gaming સર્વિસ, જાણો બધું જ

By Gizbot Bureau
|

ઓનલાઈન માર્કેટમાં ગેમિંગનો ઘોડો હાલ પૂર ઝડપે દોડી રહ્યો છે. ભારતમાં પણ ગેમિંગ માર્કેટ હવે પૂરબહારમાં ખીલી રહ્યું છે. હાલ દરેક ટેક કંપનીઓની નજર ઓનલાઈન ગેમિંગ પર છે. કોઈ પણ કંપની આ મોકો છોડવા નથી માંગતી. હવે એમેઝોને પણ ચૂપચાપ પોતાની પ્રાઈમ ગેમિંગ સર્વિસ લોન્ચ કરી દીધી છે.

Amazon એ ભારતમાં લોન્ચ કરી Prime Gaming સર્વિસ, જાણો બધું જ

સાવ ફ્રીમાં રમી શકાશે ગેમ્સ

Prime Gaming સર્વિસ અંતર્ગત Amazon પોતાના યુઝર્સને રમવા માટે કમ્પ્યુટર અને મોબાઈલ આધારિત ગેમ્સ રમવાની સર્વિસ પૂરી પાડે છે. હાલ એમેઝોને પોતાની આ ગેમિંગ સર્વિસ એમેઝોન પ્રાઈમના સબસ્ક્રાઈબર્સ માટે કોઈ પણ વધારાની ફી લીધા વિના આપી રહી છે.

આટલી ગેમ્સનો ઉઠાવી શક્શો આનંદ

હાલ પ્રાઈમ ગેમિંગમાં ભારતીય યુઝર્સને કેટલીક સારી ગેમ્સ સાવ ફ્રીમાં રમવા મળશે. ભારતીય યુઝર્સને જે ગેમ્પ ફ્રીમાં રમવા મળી રહી છે, તેમાં League of Legends, DeathLoop, Quake, COD Season 1, EA Madden 23, FIFA 23, Apex Legends, Destiny 2, Call of duty: Warzone 2.0, Modern warfare 2, અને Brothers: A Tale of Two Sons જેવી લોકપ્રિય ગેમ્સ સામેલ છે.

થર્ડ પાર્ટી ગેમ્સ સ્ટોર્સમાં કરવું પડી શકે છે લોગ ઈન

તમને જણાવી દઈએ કે કેટલીક ગેમ્સ કે પછી બોનસ ક્લેઈમ કરવા માટે તમને Epic Games Store, Bungie, Activism અને Rockstar Games જેવા થર્ડ પાર્ટી ગેમ્સ સ્ટોર્સમાં લોગ ઈન કરવું પડી શકે છે.

એમેઝોન પ્રાઈમનું સબસ્ક્રીપ્શન

આગળ જણાવ્યા મુજબ એમેઝોનની આ ગેમિંગ સર્વિસ એમેઝોન પ્રાઈમના સબસ્ક્રાઈબર્સ માટે સાવ ફ્રીમાં ઉપલબ્ધ છે. ભારતમાં એમેઝોન પ્રાઈમનું માસિક સબસ્ક્રીપ્શન રૂપિયા 179માં, ત્રિમાસિક સબસ્ક્રીપ્શન રૂપિયા 459 અને વાર્ષિક સબસ્ક્રીપ્શન રૂપિયા 1499માં મેળવી શકાય છે. એમેઝોન પ્રાઈમનું સબસ્ક્રીપ્શન લીધા બાદ યુઝર્સને પ્રાઈમ વીડિયો, પ્રાઈમ મ્યુઝિકની સેવા ફ્રીમાં મળે છે, સાથે જ એમેઝોન પરથી ખરીદેલા સામાનની ફ્રી ડિલીવરી મળે છે.

આ રીતે કરો એમેઝોન પ્રાઈમ ગેમિંગનો ઉપયોગ

એમેઝોન પ્રાઈમ ગેમિંગ સર્વિસનો લાભ લેવા માટે યુઝર્સે એમેઝોન પ્રાઈમનું સબસ્ક્રીપ્શન લેવું જરૂરી છે.

- આ માટે સૌથી પહેલા તમારે પ્રાઈમ ગેમિંગની વેબસાઈટ ઓપન કરવાની છે.

- ત્યાર બાદ વેબસાઈટ પર તમારે Amazon અકાઉન્ટમાં સાઈન અપ કરવાનું છે.

- અહીં તમને Activate Prime Gamingનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.

આટલું કરતા જ તમારા ડિવાઈસમાં પ્રાઈમ ગેમિંગ એક્ટિવેટ થઈ જશે, અને તમે પણ બધી જ ગેમ્સનો આનંદ ઉઠાવી શક્શો.

આ તારીખ સુધી મળશે ફ્રી લાભ

ગેમિંગમાં રસ ધરાવતા યુઝર્સ 3 જાન્યુઆરી સુધી આ નિઃશુલ્ક સર્વિસનો લાભ ઉઠાવી શક્શે. એટલે કે આગામી 14 દિવસ સુધી યુઝર્સ એમેઝોન ગેમિંગ પર ફ્રીમાં ગેમ્સ રમી શક્શે. દર મહિને એમેઝોન પોતાની ગેમિંગ સર્વિસમાં નવી નવી ગેમ્સ એડ કરતું રહેવાનું છે.

Best Mobiles in India

Read more about:
English summary
Amazon Launched New Gaming Service in India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X