Amazon આપી રહ્યું છે Samsung Galaxy S23 Plus પર ડિસ્કાઉન્ટ, જાણો ઓફર ડિટેઈલ્સ

By Gizbot Bureau
|

સામાન્ય રીતે સ્માર્ટફોન પર મોટું ડિસ્કાઉન્ટ માત્ર જૂના મોડેલ્સ અથવા તો મિડ રેન્જ ડિવાઈસમાં જ મળે છે. ઘણી ઓછી વખત એવું જોવા મળે છે, જ્યારે નવા લોન્ચ કરેલા ફોનની કિંમતમાં મોટો ઘટાડો થાય. પરંતું હાલ આવો ફાયદો તમે ઉઠાવી શકો છો. સેમસંગના લેટેસ્ટ સ્માર્ટફોનની કિંમતમાં ખાસ્સો ઘટાડો થયો છે. સેમસંગ ગેલેક્સી S23 +, 256 GB વેરિયંટમાં કેટલીક આકર્ષક ઓફર મળી રહી છે, જેના કારણે તમારા હજારો રૂપિયા બચશે.

Amazon આપી રહ્યું છે Samsung Galaxy S23 Plus પર ડિસ્કાઉન્ટ

પરંતુ સૌથી પહેલા એ જાણી લઈએ કે શા માટે તમારે Samsung Galaxy S23 Plus ખરીદવો જોઈએ. Samsung Galaxy S23 Plusમાં 120 Hz રિફ્રેશ રેટ સાથે 6.6 ઈંચની ડાયનામિક AMOLED 2X ડિસ્પ્લે મળે છે. આ ફોન અત્યાધુનિક સ્નેપડ્રેગન 8 Gen 2 ચિપસેટથી સજ્જ છે. Samsung Galaxy S23 Plus માં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી શૂટર, 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ કેમેરા અને 10 મેગાપિક્સલનો ટેલીફોટો લેન્સ એમ ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. આ કેમેરા શાનદાર નાઈટ ફોટોગ્રાફી, મલ્ટી ફ્રેમ વીડિયો પ્રોસેસિંગ અને બીજી ઘણી સુવિધાઓ ધારવે છે. Samsung Galaxy S23 Plusમાં 4,700 mAhની બેટરી છે, જે 45 Wના ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

એમેઝોન આપી રહ્યું છે Samsung Galaxy S23 Plus પર ડિસ્કાઉન્ટ

એમેઝોન પર Samsung Galaxy S23 Plusના 8 GB અને 256 GB વેરિયંટની કિંમત 1,16,999 રૂપિયા છે. પરંતુ આ હાલ એમેઝોન તેના પર ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. પ્રાઈસ કટ ઓફરની ડિટેઈલ્સ મુજબ એમેઝોન પર Samsung Galaxy S23 Plusની કિંમતમાં 19 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેમસંગ ફ્લેગશિપ ફોનની કિંમત આ ડિસ્કાઉન્ટને કારણે 22,000 રૂપિયા ઘટી જાય છે. એટલે કે આ ડિસ્કાઉન્ટ બાદ Samsung Galaxy S23 Plus માત્ર 94,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

Samsung Galaxy S23 Plus પર એક્સચેન્જ ઓફર

આ ઉપરાંત કંપની તેના પર એક 30,800 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ આપી રહી છે. આ ઓફરનો સંપૂર્ણ લાભ લેવા માટે તમારી પાસે બસ એક એવા સ્માર્ટફોનની હોવો જરૂરી છે, જે વર્કિંગ કન્ડિશનમાં હોય. પરંતુ બધા જ સ્માર્ટફોન પર કંપની પૂરેપુરુ 30,800 રૂપિયાનું ડિસ્કાઉન્ટ નહીં આપે. આ એક્સચેન્જ ડિસ્કાઉન્ટ તમારા ફોનની કંડિશન પર આધારિત છે.

Samsung Galaxy S23 Plusમાં બેન્ક ઓફર

જો તમારી પાસે HDFC બેન્કનું ક્રેડિટ કાર્ડ છે, અને તમે તેના દ્વારા સ્માર્ટફોન ખરીદો છો, તો તમને 5000 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ 22,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ કરતા અલગ છે. એટલે કે ફોનની કિંતમ 94,999થી પણ ઘટી જશે. આ ઉપરાંત તમે EMI દ્વારા પણ ફોન ખરીદો છો તો HDFCના ડેબિટ કાર્ડ પર કંપની તમને 5000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

Best Mobiles in India

English summary
Amazon is giving huge discount on Samsung Galaxy S23 Plus

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X