Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon પરથી ખરીદો સસ્તા લેપટોપ, માત્ર 20 હજારની અંદર મળશે
એમેઝોન નવા વર્ષની શરૂઆત નિમિત્તે લગભગ દરેક કેટેગરીના લેપટોપ પર શાનદાર ઓફર્સ આપી રહ્યું છે. જો તમે લેપટોપ ખરીદવા ઈચ્છો છો, તો આ એક સારો સમય છે. અહીં અમે તમને Lenovo, Jio, HP અને Acerના કેટલાક એવા લેપટોપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે 20,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો. જો તમારી જરૂરિયાત બેઝિક છે, તો આ લેપટોપનું પર્ફોમન્સ શાનદાર રહેશે.

JioBook 11
આ રિલાયન્સ જિયોનું સૌથી સસ્તું લેપટોપ છે. આ લેપટોપની કિંમત 14,636 રૂપિયા છે. તમે તેને એમેઝોન પરથી ઓર્ડર કરી શકો છો. હાલ એમેઝોન આ લેપટોપ પર 710 રૂપિયાની EMI અને 11 હજાર રૂપિયાથી વધુનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો Jioના આ લેપટોપમાં કનેક્ટિવિટી માટે ડ્યુઅલ બેન્ડ Wi-Fi અને 4G LTE છે. તેમાં Mediatek MT 8788 પ્રોસેસર અને 64 GB સ્ટોરેજ કેપેસિટી છે, જેને 256G B સુધી વધારી શકાય છે. આ સિવાય લેપટોપમાં એન્ટી-ગ્લેયર ડિસ્પ્લે અને મોટું ટચ પેડ છે. આ લેપટોપ એક ચાર્જ પર 8 કલાક સુધી કામ કરે છે.
Acer One 11
Acer One 11 પણ એક બેઝિક લેપટોપ છે. આ લેપટોપમાં Intel Celeron Processor N4500 પ્રોસેસરની સાથે UHD ગ્રાફિક કાર્ડ આપવામાં આવ્યું છે. જે 8 GB રેમથી સપોર્ટેડ છે. આ લેપટોપમાં તમને 11.6 ઇંચની HD ડિસ્પ્લે મળે છે, જેનું રિઝોલ્યુશન 1366 x 768 પિક્સલ છે. લેપટોપમાં એન્ટી-ગ્લેર LED બેકલાઈટ ડિસ્પ્લે પણ છે. Acer One 11નું સ્ટોરેજ 128 GB છે. તેમાં 720p HD વેબકેમ અને માઇક્રો SD, USB અને USB Type-A જેવા પોર્ટ છે.
HP Chromebook 14a
Intel Celeron N4500 પ્રોસેસર સાથે આવતું આ લેપટોપ 14 ઇંચની ડિસ્પ્લેથી સજ્જ છે. તેનું રિઝોલ્યુશન 1920 x 1080 પિક્સલ છે. આ લેપટોપમાં પણ UHD ગ્રાફિક કાર્ડ છે. વેબકેમ સાથે, તેમાં ડ્યુઅલ સ્પીકર્સ, સિલ્વર કીબોર્ડ અને મલ્ટી જેસ્ચર સપોર્ટ છે. તેની બેટરી 47Whr છે, જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ લેપટોપની હાલ એમેઝોન પર કિંમત કિંમત 19,990 રૂપિયા છે. આ ઉપરાંત તમે તેને પર 969 રૂપિયાની EMI દ્વારા ખરીદી શકો છો. સાથે જ આ લેપટોપ પર 11,900 રૂપિયાની એક્સચેન્જ ઑફર ઉપલબ્ધ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications