Just In
- 538 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 539 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 540 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 540 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon Great Republic Day Sale, મળશે 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ
સૌથી મોટા ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોને પોતાના આગામી Great Republic Day Saleની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત કરતું એક ટીઝર પેજ પણ વેબસાઈટ પર લાઈવ કરી દેવાયું છે. આ વખતે Amazon Great Republic Day Sale 17 જાન્યુઆરીથી શરૂ થવાનું છે, જે 21 જાન્યુઆરી સુધી ચાલશે. એમેઝોનના પ્રાઈમ મેમ્બર્સ દર વખતની જેમ આ વખતે પણ 24 કલાક પહેલા એટલે કે 16 જાન્યુઆરીથી આ સેલનો લાભ લઈ શક્શે. એમેઝોન પોતાના આગામી સેલમાં કઈ પ્રોડક્ટ્સ પર કેટલું ડિસ્કાઉન્ટ આપશે, શું ઓફર્સ લઈને આવ્યું છે, તેની બધી જ માહિતી અમે તમને અહીં જણાવીશું.

સ્માર્ટ વૉચ, લેપટોપ પર મળશે 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ
Amazon Great Republic Day Sale દરમિયાન કંપની એપલ, સેમસંગ, વન પ્લસ, વીવો, રિયલમી, ઓપ્પો અને શાઓમી જેવા સ્માર્ટફોન પર મોટું ડિસ્કાઉન્ટ આપવાની છે. આ સેલની સ્પોન્સર કંપની શાઓમી છે, એટલે ગ્રેટ રિપબ્લિક ડે સેલ દરમિયાન શાઓમીના સ્માર્ટફોન પર વધારે ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ઉપરાંત ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ અને કપડા સહિતની વસ્તુઓની ખરીદી કરવા પર પણ ડિસ્કાઉન્ટ મળશે. કંપનીએ અત્યાર સુધી જાહેર કરેલી માહિતી સ્માર્ટફોન પર 40 ટકા ડિસ્કાઉન્ટ આપવાનો વાયદો કર્યો છે, જેમાં મોબાઈલ એક્સેસરીઝ પણ સામેલ છે. સેલ દરમિયાન નવા લોન્ચ થનારા મોબાઈલની શરૂઆતની કિંમત 5,999 રૂપિયા હશે, જ્યારે મોબાઈલ એક્સેસરીઝની કિંમત માત્ર 39 રૂપિયાથી શરૂ થશે. જ્યારે લેપટોપ અને સ્માર્ટ વોચ પર કંપનીએ 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની વાત કહી છે.
આ બેન્કના ગ્રાહકોને મળશે વધારે ડિસ્કાઉન્ટ
Amazon Great Republic Day Saleમાં જો ગ્રાહકો SBIના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરશે, તો તેમને 10 ટકાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. કંપનીએ જાહેર કરેલા ટીઝર પેજમાં કહેવામાં આવ્યું છે કે આ સેલ દરમિયાન બ્લોકબસ્ટર ડીલ્સ, બજેટ બજાર, પ્રિ-બુકિંગ, 8 PM ડીલ્સ અને નવા કેટલાક લોન્ચ પણ સામેલ છે. હાલ વેબસાઈટ પર એમેઝોન પ્રાઈમ ફોન્સ પાર્ટી સેલ પણ હતું, જે ખાસ એમેઝોનના પ્રાઈમ મેમ્બર્સ માટે હતું. આ સેલ પુરુ થયાના તરત બાદ જ કંપનીએ નવા સેલની જાહેરાત કરી દીધી છે.
80થી વધુ નવી પ્રોડક્ટ્સ થશે લોન્ચ
કંપનીએ જાહેર કરેલી માહિતી પ્રમાણે આ સેલ દરમિયાન EMI ઓપ્શન, ફ્રી હોમ ડિલીવરી, ઈઝી રિટર્ન અને એક્સચેન્જ ઓફર પણ મળશે. તો સેલ દરમિયાન 80થી વધુ નવી પ્રોડક્ટ્સ પણ લોન્ચ થવાની છે. કંપનીના દાવા પ્રમાણે દરેક સેગમેન્ટની પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ મળશે. જ્યારે 20 લાખથી વધુ પ્રોડક્ટ્સ પર એમેઝોન કૂપન્સ આપવામાં આવશે.
માત્ર 49 રૂપિયાની કિંમતે મળશે વસ્તુઓ
કંપનીએ ખાસ એમેઝોન સ્ટોરની પણ જાહેરાત કરી છે, જેમાં બધી જ વસ્તુઓ 500 રૂપિયાથી ઓછી કિંમતની હશે. જેમ કે રમકડા અને પુસ્તકોની કિંમત માત્ર 49થી શરૂ થશે, જ્યારે રસોડાની વસ્તોની ઓછામાં ઓછી કિંમત 99 રૂપિયા હશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications