Amazon Great Indian Festival Sale શરૂ થતાં પહેલા કરો આટલી તૈયારી

By Gizbot Bureau
|

Amazon Great Indian Festival Sale શરૂ થવાને આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે. એમેઝોનની સાથે સાથે ફ્લિપકાર્ટ પર પણ સેલ શરૂ થવાના છે. Amazon Great Indian Festival Sale 23 સપ્ટેમ્બરના રોજથી લાઈવ થશે. આ દરમિયાન જુદી જુદી કેટેગરીની જુદી જુદી ચીજવસ્તુઓ મોટા ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. સાથે જ યુઝર્સને કેટલીક બેન્ક ઓફર્સ અને ચોક્કસ કાર્ડ દ્વારા ખરીદી કરવા પર ઈન્સ્ટન્ટ કેશબેક પણ મળશે.

Amazon Great Indian Festival Sale શરૂ થતાં પહેલા કરો આટલી તૈયારી

આ સેલની સિઝન દરમિયાન તમે સારી એવી બચત સાથે તમારા ગેજેટ્સને અપગ્રેડ કરી શકો છો, સાથે જ તમારા માટે જરૂરી ગેજેટ્સ, ઘરને લગતી જરૂરી વસ્તુઓ પણ સસ્તામાં ખરીદી શકો છો. એમેઝોન આ સેલ દરમિયાન ઘણી ચીજવસ્તુઓ પર મોટું ડિસ્કાઉન્ટ આપવાનું જ છે. પરંતુ આજે અમે તમારા માટે કેટલીક એવી ટીપ્સ લઈને આવ્યા છીએ, જેના દ્વારા આ સેલ દરમિયાન તમે સરળતાથી ખરીદી કરી શક્શો, સાથે જ બચત પણ સારી એવી કરી શક્શો.

Amazon Great Indian Festival Sale શરૂં થાય તે પહેલા એમેઝોને કેટલીક આકર્ષક ઓફર્સ જાહેર કરી છે. આ આકર્ષક ઓફરનો લાભ લઈને સસ્તામાં ચીજવસ્તુઓ ખરીદવા માટે સેલ શરૂ થતાં પહેલા તમારે કેટલીક તૈયારી કરવી પડશે.

અકાઉન્ટ બનાવો

Amazon Great Indian Festival Saleનો લાભ લેવા માટે તમારી પાસે ઈ કોમર્સ વેબસાઈટ એમેઝોન પર અકાઉન્ટ હોવું એ સૌથઈ પ્રાથમિક જરૂરિયાત છે. સેલ શરૂ થાય, ત્યારે આકર્ષક વળતરનો લાભ લેવા અને સમય બચાવવા માટે તમારે સેલ શરૂ થતાં પહેલા જ અકાઉન્ટ બનાવી રાખવું જોઈએ. એમેઝોન તેના નવા યુઝર્સ એટલે કે જેઓ પહેલીવાર વેબસાઈટ પરથી ખરીદી કરશે, તેના માટે 10 ટકા કૅશબેક પહેલી ખરીદી પર આપવાનું છે.

ડિલીવરી એડ્રેસ અપડેટ કરો

સેલ દરમિયાન સરળતાથી કોઈ મુશ્કેલી વગર ખરીદી કરવા માટે તમારે જે ઓફિસ કે ઘરે તમારી વસ્તો મંગાવવી છે, તે એમેઝોનની સાઈટ પર અપડેટ કરી રાખવું જરૂરી છે. જેથી વસ્તુ ઓર્ડર કરતા સમયે તમારો સમય બચે.

કાર્ડ ડિટેઈલ્સ સેવ કરો

Amazon Great Indian Festival Sale દરમિયાન ઈ કોમર્સ વેબસાઈટ જુદી જુદી બેન્કના જુદા જુદા કાર્ડથી ખરીદી કરવા પર અલગ અલગ ડિસ્કાઉન્ટ આપે છે. જેમ કે SBIના ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. એટલે તમારે પણ તમારા ડેબિટ કે ક્રેડિટ કાર્ડની ડિટેઈલ્સ વેબસાઈ પર સેવ કરી રાખવી જોઈએ.

પ્રાઈમ મેમ્બરશિપ

એમેઝોનના દરેક સેલ દરમિયાન પ્રાઈમ મેમ્બર્સને વધારે સારી ઓફર અને ડિસ્કાઉન્ટ મળે છે. કેટલીકવાર એમેઝોન સેલનો લાભ પ્રાઈમ મેમ્બર્સને આગલા દિવસે પણ આપવામાં આવે છે. એટલે જો તમારે વધારે સારા ડિસ્કાઉન્ટ કે ડીલ્સ મેળવવી છે કે એડવાન્સમાં સેલનો લાભ લેવો છે, તો પ્રાઈમ મેમ્બરશિપ લઈ શકો છો.

તમારે જોઈતી પ્રોડક્ટ્સને વિશ લિસ્ટમાં એડ કરો

તમે કોઈ વસ્તુ ખરીદવાથી ચૂકી ન જાવ, સેલ દરમિયાન જોઈતી વસ્તુનો સ્ટોક પૂરો ન થઈ જાય અને સમય બચાવી શકાય તે માટે તમે અત્યારથી જ જે તે વસ્તુને વિશ લિસ્ટમાં એડ કરીને રાખી શકો છો. જેથી તમે સેલ દરમિયાન ફટાફટ તમારે જે વસ્તુઓ જોઈએ છે તે સીધી વિશ લિસ્ટમાંથી જ ઓર્ડર કરી શક્શો.

રિડીમ ડાયમંડ્ઝ

આ વખતે એમેઝોને કૅશબેક મેળવવા માટે નવી રીત ડાયમંડ્ઝ પોતાની વેબસાઈટ પર એડ કર્યા છે. આ ડાયમંડ્ઝ એવા પોઈન્ટ્સ છે, જે તમે જુદી જુદી એક્ટિવિટી કે ખરીદી દરમિયાન ભેગા કરી શકો છો. જેમ કે તમે એમેઝોન પર ગેમ રમો છો, વીડિયોઝ જુઓ છો, તો તમારા અકાઉન્ટમાં કેટલાક ડાયમંડ્ઝ ભેગા થશે. આ ડાયમંડ્ઝને તમે કેશબેક માટે રીડિમ કરી શકો છો.

એમેઝોનને UPI સાથે લિંક કરો

યુઝર્સ ખરીદી માટે એમેઝોન પેનો પણ ઉપયોગ કરી શકે છે. એટલે તમારે ખરીદી માટે બીજા પ્લેટફોર્મ પર જવું નહીં પડે.

Best Mobiles in India

Read more about:
English summary
Amazon Great Indian Festival Sale: Things to do before the sale goes live

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X