Amazon Saleમાં Apple, OnePlus, Samsungના ફોન્સ પર છે ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

એમેઝોનનું મેગા સેલ Great Indian Festival Sale 2023 Live થઈ ચૂક્યુ છે. આ સેલ અંતર્ગત ગ્રાહકોને સ્માર્ટફોન્સ સાથે જ ઘણી ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ પર બમ્પર છૂટ મળી રહી છે. આ સેલ લાઈવ થતાની સાથે જ કઈ પ્રોડક્ટ્સ પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે, તેનો પણ ખુલાસો થઈ ચૂક્યો છે. પરંતુ આ સેલ દરમિયાન સૌથી વધુ છૂટ કંપની સ્માર્ટફોન્સ પર મળી રહી છે. પ્લેટફોર્મ પર લિસ્ટ થયેલા સ્માર્ટફોન્સમાં Apple, OnePlus, Samsung અને Honor જેવી બ્રાન્ડના ફોન્સ સામેલ છે. તો ચાલો, આ સેલ દરમિયાન કઈ બ્રાન્ડના કયા ફોન્સ પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે, તેના વિશે ડિટેઈલમાં જાણીએ.

Amazon Saleમાં Apple, OnePlus, Samsungના ફોન્સ પર છે ડિસ્કાઉન્ટ

Apple iPhone 13

Apple iPhone 13 પર મળી રહેલી જબરજસ્ત ઓફર્સે બધાનું ધ્યાન ખેંચ્યુ છે. આ ફોન પર એમેઝોન બન્ક ઓફર્સ અને એક્સચેન્જ બોનસની સાથે માત્ર 39,999 રૂપિયામાં વેચી રહ્યુ છે. આ ફોનના ફીચર્સની વાત કરીએ તો, તેમાં 6.1 ઈંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે મળે છે. આ ઉપરાંત આ ફોનમાં 12 મેગાપિક્સલનો વાઈડ અને અલ્ટ્રા વાઈડ એડવન્સ ડ્યુઅલર કેમેરા પણ આપવામાં આવ્યો છે. આ ફોનમાં 4K ડૉલ્બી વિઝન HDR રેકોર્ડિંગ અને નાઈટ મોડની ફેસેલિટી સાથે 12 મેગાપિક્સલ ટ્રુડેપ્થ ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનમાં A15 બાયોનિક ચિપ પણ મળે છે.

OnePlus 11R 5G

આઈફોન ઉપરાંત OnePlus 11R 5G પણ ગ્રાહકો આ સેલ દરમિયાન માત્ર 34,999 રૂપિયામાં ખરીદી શક્શે. આ કિંમત બેન્ક ઓફર્સ બાદની છે. આ ફોનના ફીચર્સની વાત કરીએ તો તેમાં 120 Hzની સુપર ફ્લુડ AMOLEDની સાથે 6.7ઈંચ ડિસ્પ્લે મળી રહી છે. સાથે જ તેમાં ક50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળે છે. પ્રોસેસર તરીકે આ ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 8+ જેન 1 મળ છે. આ ફોનમાં EIS સપોર્ટ તરીકે 5,000 mAh બેટરી મળે છે.

Samsung Galaxy M34 5G

Samsung Galaxy M34 5G પણ સેલમાં બેન્ક ઓફર્સની સાથે સાથે 14,999 રૂપિયામાં મળે છે. આ પોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 50 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 13 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળે છે. આ ફોન 120 Hz રિફેશ રેટની સાથે 6.6 ઈંચની સુપર AMOLED ડિસ્પ્લે મળે છે. પાવર માટે આ ફોનમાં 6000 mAhની બેટરી મળે છે.

Honor 90 5G

Honor 90 5G સેલ દરમિયાન 29,999 રૂપિયામાં મળે છે. આ ફોન સેલ દરમિયાન ગ્રાહકો 9 મહિનાના નો કોસ્ટ EMI પર પણ મળે છે. આ ફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 7 જેન 1 એક્સલેરેટડ એડિશન 5G 4nm પ્રોસેસર ધરાવે છે.

Motorola Razr 40 Ultra 5G

મોટોરોલાએ તાજેતરમાં જ લોન્ચ કરેલો ફોલ્ડેબલ ફોન Motorola Razr 40 Ultra 5G પણ આ સેલમાં બમ્પર છૂટ સાથે 72,999 રૂપિયામા મળી રહ્યો છે. આ કિંમત બેન્ક ઓફર્સ બાદની છે. Motorola Razr 40 Ultra 5Gમાં 3.6 ઈંચની pOLED એક્સટર્નલ ડિસ્પ્લે મળે છે, જેનો રિફ્રેશ રેટ 144 Hz છે. આ ફોન Snapdragon 8+ Gen 1 પ્રોસેસર મળે છે.

Best Mobiles in India

English summary
Amazon Great Indian Festival sale giving discounts on Apple OnePlus Samsung smartphones

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X