Amazon Great Indian Festival Sale: Samsungના આ ફોન મળશે સસ્તા

By Gizbot Bureau
|

Amazon Great Indian Festival sale શરૂ થઈ ચૂક્યો છે. આ સેલ દરમિયાન જુદી જુદી વસ્તુઓ પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેમસંગે પણ પોતાના પ્રીમિયમ, મિડ રેન્જ અને બજેટ મોબાઈલ્સ પર આ સેલ દરમિયાન ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. સાઉથ કોરિયન સ્માર્ટફોન મેકર કંપની તરફથી Galaxy S Seriesના ફોન અન Galaxy M seriesના ફોન પર સેલ દરમિયાન ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ ગેલેક્સીના કયા કયા મોડેલ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Amazon Great Indian Festival Sale: Samsungના આ ફોન મળશે સસ્તા

Galaxy S20 FE 5G

સપ્ટેમ્બર 2020માં એટલે કે લગભગ બે વર્ષ પહેલા લોન્ચ થયેલા આ સ્માર્ટફોનના ભારતીય વેરિયંટમાં સ્નેપડ્રેગન 865 પ્રોસેસર અને 6.5 ઈંચની 120 Hz HDR10 + Super Amoled ડિસ્પ્લે આપવામાં આવી છે. એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા આ ફોનમાં એન્ડ્રોઈડ 12 બેઝ્ડ One UI 4.1 ઓપરેટિંગ સિસ્ટમ મળશે.

આ ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 12 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર કેમેરા, 8 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અ 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા મૂકવામાં આવ્યો છે. સાથે જ ફોનમાં 4,500 mAh બેટરી આપવામાં આવી છે, જે 25 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે, જે તને 29,999 રૂપિયામાં મળશે.

Galaxy S22 Ultra

Galaxy S22 Ultraમાં કંપનીએ સ્નેપડ્રેગન 8 જેન 1 પ્રોસેસર આપ્યું છે, સાથે જ ફોનમાં 6.8 ઈંચની 120Hz HDR10+ Amoled સ્ક્રીન મૂકવામાં આવી છે. એન્ડ્રોઈડ 12 બેઝ્ડ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત One UI 4.1.1.1 પર આ ફોન કામ કરે છે. તો ફોનમાં ક્વોડ કેમેરા સેટ અપ છે, જેમાં 108 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અ 10 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ આપવામાં આવ્યો છે. સાથે જ અહીં 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ સેન્સર કેમેરા છે.

આ ફોનમાં 5,000 mAh બેટરી છે, જે 45 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનનું બેઝ વેરિયંટ હાલ 99,999 રૂપિયામાં મળે છે.

Galaxy S22

સેમસંગના આ ફોનમાં સ્નેપડ્રેગન 8 જેન 1 પ્રોસેસર છે, સાથે જ ફોનમાં 6.1 ઈંચની 120 Hz HDR10+ Amoled સ્ક્રીન છે. જ્યારે ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 10 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ લેન્સ એમ ત્રણ કેમેરા સેટઅપ છે.

4,500 mAhની બેટરી ધરાવતો આ ફોન 25 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનના બેઝ વેરિયંટની કિંમત 62,999 રૂપિયા છે.

Galaxy M53

આ જ વર્ષે એપ્રિલમાં રિલીઝ થનાર આ ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 900 પ્રોસેસર છે, જ્યારે 6.7 ઈંચની 120Hz Super AMOLED સ્ક્રીન છે. ક્વોડ કેમેરા ધરાવતા આ ફોનમાં 108 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ લેન્સ, 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર અ 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા આપવામાં આવ્યો છે. 5000 mAh બેટરી ધરાવતા આ ફોનમાં 25 વોલ્ટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

Galaxy M33

સેમસંગની ગેલેક્સી સિરીઝનો આ સૌથી બજેટ સ્માર્ટફોન છે. જેમાં 6.6 ઈંચની 120Hz TFT LCD ડિસ્પ્લે આપવામાં આવી છએ. આ ફોન એન્ડ્રોઈડ 12 આધારિત One UI 4.1.1 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

ક્વોડ કેમેરા સેટઅપ ધરાવતા આ ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર, 5 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ લેન્સ, 2 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરા અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ મળે છે. 6000 mAhની બેટરી ધરાવતો આ ફોન 25 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Galaxy M32 Prime Edition

સેમસંગનો આ સ્માર્ટ ફોન 6.4 ઈંચની 90Hz Super AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. જે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 દ્વારા પ્રોટેક્ટેડ છે. આ ફોનમાં મીડિયાટેક હેલિયો જી80 ચીપસેટ છે. કેમેરાની વાત કરીએ તો ફોનમાં 64 મેગાપિક્સલનું પ્રાઈમરી સેન્સર, 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ લેન્સ અને 2 મેગાપિક્સલનો મેક્રો તેમજ 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. 6000 mAhની બેટરી ધરાવતો આ ફોન 15 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Best Mobiles in India

English summary
Amazon Great Indian Festival sale best deals on Samsung galaxy smartphones

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X