Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon Great Indian Festival Sale 2022, જાણો શેના પર મળશે ડિસ્કાઉન્ટ
Amazon Great Indian Festival Sale 2022ની જાહેરાત થઈ ચૂકી છે. આ વખતે પણ તમને Amazon Great Indian Festival Sale 2022માં એકથી એક જોરદાર ડીલ્સ અને ડિસ્કાઉન્ટ મળશે. તો એમેઝોન લગભગ 60 નવી પ્રોડક્ટ્સ આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે લોન્ચ કરશે. Amazon Great Indian Festival Sale 2022 સેલ 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે.

દિવાળી નજીક આવવાની છે, એ પહેલા નવરાત્રિ છે. ત્યારે આ તહેવારોના સમયમાં ઈ કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોને પોતાના નવા સેલની જાહેરાત કરી છે. એમેઝોન ઈન્ડિયાએ ગેજેટ્સ, કેશબેક અને એક્સચેન્જ ઓફર, નો કોસ્ટ EMI સહિત બીજી ઘણી ઓફર્સ તૈયાર કરી લીધી છે. એમેઝોનનું કહેવું છે કે સેલમાં સ્માર્ટફોન, લેપટોપ, સ્માર્ટ વૉચ, કમ્પ્યુટરને લગતાં ઉપકરણો, સ્માર્ટ ગેજેટ્સ, એલેક્સા સંચાલિતગેજેટ્સ સહિતની વસ્તુઓ પર ડીલ્સ, ડિસ્કાઉન્ટ અને ઓફર્સ મળશે. તો બીજી તરફ એમેઝોનની પ્રતિસ્પર્ધી કંપની ફ્લીપકાર્ટે પણ પોતાના બિગ બિલિયન ડેય્ઝ 2022 સેલની જાહેરાત કરી છે.
Amazon Great Indian Festival Sale 2022 આ વખતે એક માઈક્રોસાઈટના માધ્યમથી થશે. એમેઝોને આ સેલ માટે SBI સાથે પાર્ટનરશિપ કરી છે. એટલે આ સેલ દરમિયાન ગ્રાહકો જો SBIના ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરશે, તો તેમને 10 ટકાનું તાત્કાલિક ડિસ્કાઉન્ટ મળશે. જે લોકો પહેલીવાર ખરીદી કરશે, તેમને ફ્લેટ 10 ટકા કેશબેક મળશે. શક્ય છે કે કંપની પ્રાઈમ મેમ્બર્સને આ સેલ દરમિયાન મળનારા ડીલ્સ અને ડિસ્કાઉન્ટ એક દિવસ વહેલા અવેલેબલ કરાવે.
Amazon Great Indian Festival Sale 2022 દરમિયાન ઈલેક્ટ્રોનિક આઈટમ્સ પર સૌથી આકર્ષક ડિસ્કાઉન્ટ આપશે. આ સેલ દરમિયાન iQoo, OnePlus, Xiaomi, Realme જેવા બ્રાંડ્ઝના સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપશે. આ ઉપરાંત વેબસાઈટ પર 60થી વધુ નવી પ્રોડક્ટ્સ પણ સેલ દરમિયાન લોન્ચ થશે. જેમાં Redmi 11 Prime 5G પણ સામેલ છે. તો સેમસંગના લેટેસ્ટ ફોલ્ડેબલ સ્માર્ટફોન ગેલેક્સી ઝેડ ફ્લિપ 4, ગેલેક્સી ઝેડ ફોલ્ડ 4 પણ સેલ દરમિયાન ખરીદી શકાશે.
મળતી માહિતી મુજબ એમેઝોન આ સેલ દરમિયાન જુદા જુદા મોબાઈલ ફોનને લગતી એક્સેસરીઝ, સ્માર્ટ વૉચ, ટેબ્લેટ, લેપટોપ જેવા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને સ્માર્ટ ટીવી સહિત ઘરમાં કામના ગેજેટ્સ પર પણ ડિસ્કાઉન્ટ આપશે. Amazon Great Indian Festival Sale 2022 દરમિયાન ઈકો, ફાયર ટીવી, કિંડલ ડિવાઈસ પર પણ છૂટ મળશે. આ ઉપરાંત એલેક્સા સ્માર્ટ હોમ કોમ્બો પણ ઉપલબ્ધ થશે.
Amazon Great Indian Festival Sale 2022ની સાથે સાથે ફ્લીપકાર્ટ પણ પોતાના Big Billion Days Sale 2022ની જાહેરાત કરી ચૂકી છે. આ દરમિયાન મોબાઈલ, લેપટોપ, ટીવી અને અન્ય ઈલેક્ટ્રોનિક આઈટમ્સ પર ડીલ્સ, ઓફર્સ, ડિસ્કાઉન્ટ મળશે. ફ્લીપકાર્ટ Realme, Poco, Vivo, Samsungની સાથે iPhoneના કેટલાક મોડેલ્સ પર પણ ડિસ્કાઉન્ટ આપશે.
Amazon Great Indian Festival Sale 2022 દરમિયાન યુઝર્સને વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. ખાસ કરીને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના કાર્ડ દ્વારા ખીદી કરવા પર ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. જો કે એમેઝોને હજી સુધી ડિસ્કાઉન્ટના પર્સન્ટેજ, મિનીમમ ટ્રાંઝેક્શન વેલ્યુ અને મેક્સિમમ ડિસ્કાઉન્ટનો ખુલાસો નથી કર્યો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications