Amazon Saleમાં આ 5 પ્રોડક્ટ્સ પર મળે છે જબરજસ્ત ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

જો તમે પણ ઓનલાઈન શોપિંગ કરો છો, તો હાલ તમારા માટે સુવર્ણકાળ ચાલી રહ્યો છે. ઓનલાઈન શોપિંગ સાઈટ એમેઝોન પર 8 ઓક્ટોબરથી Great Indian Festival Sale શરૂ થઈ ચૂક્યુ છે, જે અંતર્ગત કંપની સંખ્યાબંધ પ્રોડક્ટ્સ પર મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આજે આ આર્ટિકલમાં અમે તમને સેલ અંતર્ગત મળનારી પાંચ પ્રોડક્ટ્સ વિશે જણાવીશું, જેના પર કંપની બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. એમેઝોન સેલ 2023માં સ્માર્ટફોન, લેપટોપ, હોમ અપ્લાયન્સિસથી લઈને ગેજેટ્સ પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Amazon Saleમાં આ 5 પ્રોડક્ટ્સ પર મળે છે જબરજસ્ત ડિસ્કાઉન્ટ

Samsung Galaxy S23 5G

એમેઝોન સેલમાં Samsung Galaxy S23 5G પર કંપની જબરજસ્ત ડિસ્કાઉન્ટ આપી રહી છે. Amazon Great Indian Festival Sale 2023માં સેમસંગના લેટેસ્ટ ફોન Samsung Galaxy S23 5G ફોન પર કંપની 25 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઓફર બાદ 79,999 રૂપિયામાં મળતો સ્માર્ટ ફોન માત્ર 59,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ઉપરાંત તમે બેન્ક ઓફર્સનો પણ લાભ મેળવી શકો છો. જો કમે SBIના કાર્ડથી આ ફોનની ખરીદી કરો છો, તો તમને 9000 રૂપિયાનું બીજું ડિસ્કાઉન્ટ મળશે, જે બાદ સેમસંગનો આ શાનદાર ફોન તમને માત્ર 50,999 રૂપિયામાં મળશે.

ASUS Vivobook S 15 2022

એમેઝોનના સેલ દરમિયાન ASUS Vivobook S 15 2022 લેપટોપ પણ મૂળ કિંમત કરતા ખૂબ ઓછી કિંમતે ખરીદી શકાય છે. આ સેલમાં લેપટોપની માત્ર 58,990 રૂપિયાની કિંમતે લિસ્ટ કરવામાં આવ્યું છે. આ કિંમત પર 1750 રૂપિયાનું બીજું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. જો તમે એક્સચેન્જ ઓફરનો પણ પૂરેપૂરો ફાયદો મેળવો છો, તો આ લેપટોપ માત્ર 11,250 રૂપિયામાં ઘરે લાવી શકો છો.

OnePlus Y Series 4K Ultra HD TV

એમેઝોનના સેલ દરમિયાન OnePlus Y Series 4K Ultra HD TV માત્ર 2,540 રૂપિયામાં ખરીદી શકાય છે. આમ તો આ ટીવીની મૂળ કિંમત 31,990 રૂપિયા છે. પરંતુ કંપની તેના પર 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રીહ છે. સાથે જ જો તમે એક્સચેન્જ ઓફરનો પૂરેપૂરો લાભ મેળવો તો માત્ર 2,540 રૂપિયામાં આ ટીવી ખરીદી શકો છો.

boAt Nirvana Ion Earbuds

આ ફેસ્ટિવ અને સેલ સિઝન દરમિયાન જો તમે ઈયરબડ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો એમેઝોનના સેલ દરમિયાન બોટના ઈયરબડ્ઝ માત્ર 1,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ઈયરબડ્ઝ 24 કલાકનો પ્લેબેક ટાઈમ ધરાવે છે. આ ઈયરબડ IPX4 વૉટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ ધરાવે છે.

Fire-Boltt Asteroid Smartwatch

Amazon સેલમાં ફાયર બોલ્ટની આ સ્માર્ટવૉચ માત્ર 1,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ વૉચમાં 120થી વધુ સ્પોર્ટ્સ મોડ છે. આ વૉચ હાર્ટ રેટિંગ મોનિટર, સ્લીપ ટ્રેકિંગ સહિત ઘણા લેટેસ્ટ હેલ્થ ફીચર્સ ધરાવે છે.

Best Mobiles in India

English summary
Amazon giving heavy discounts on these products during the Great Indian Festival Sale

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X