Amazon પરથી 1000 કરતા ઓછી કિંમતે ખરીદો ફાસ્ટ ચાર્જિંગ આપતી પાવર બેન્ક

By Gizbot Bureau
|

Amazon પર ઘણીવાર ખૂબ સારી ઓફર્સ મળી જાય છે. સ્માર્ટફોનથી લઈને લેપટોપ સુધી ઘણી પ્રોડક્ટ્સ સસ્તામાં તમને આ વેબસાઈટ પરથી મળતી હોય છે. એમાંય જો તમે કેટલીક બેન્ક્સના કાર્ડ પર મળતા ડિસ્કાઉન્ટનો લાભ લો તો વસ્તુ હજીય સસ્તી પડે છે. આજકાલ સ્માર્ટફોનનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. આવી સ્થિતિમાં ફોનની બેટરી પણ ઝડપથી વપરાય છે, એટલે તેને વારવાર ચાર્જ કરવો પડે છે. જો કે અહીં પાવર બેન્ક ખૂબ ઉપયોગી સાબિત થાય છે. પાવર બેન્ક દ્વારા તમે ગમે ત્યારે, ગમે ત્યાં ફોનને ચાર્જ કરી શકો છો. એમેઝોન પર તમને 1000 રૂપિયાથી ઓછી કિંમતે ફાસ્ટ ચાર્જિંગ પાવર બેન્ક મળી જશે.

Amazon પરથી 1000 કરતા ઓછી કિંમતે ખરીદો ફાસ્ટ ચાર્જિંગ આપતી પાવર બેન્ક

Ambrane 10000 mAh પાવર બેન્ક

આ પાવરબેન્કમાં 10000 mAhની બેટરી મળે છે. આ પાવર બેન્ક 20 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. જેમાં તમને ડ્યુઅલ આઉટપુટ પણ મળે છે. આ પાવર બેન્કમાં ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ છે. આઈફોન અને એન્ડ્રોઈડ માટે તમને મલ્ટી લેયર પ્રોટેક્શન મળે છે. આ પાવર બેન્ક ચાર કલર ઓપ્શનમાં પણ અવેલેબલ છે. જેને ફૂલ ચાર્જ કરવામાં 4થી 5 કલાકનો સમય લાગે છે. આ પાવર બેન્કની કિંમત 899 રૂપિયા છે.

pTron Dynamo 10000 mAh

pTron Dynamo પાવર બેન્કમાં 10000 mAh ની બેટરી મળે છે. આ પાવર બેન્કમાં 3 આઉટપુટ અને 2 ઈનપુટ પોર્ટ આપેલા છે. જેમાં USB Type-C પોર્ટ, માઈક્રો યુએસબી અને USB Type-A પોર્ટ મળે છે. આ પાવર બેન્ક 22.5 W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ પોર્ટ ધરાવે છે. જેમાં એલઈડી બેટરી ઈન્ડિકેટર પણ છે. આ પાવર બેન્ક તમે 999 રૂપિયામાં ખરીદી શકો છો.

URBN 10000 mAh

આ પાવર બેન્કમાં પણ 10000 mAhની બેટરી આપવામાં આવી છે, જે 12 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ પાવર બેન્ક બ્લૂ કલરમાં જ અવેલેબલ છે. જો તમારી પાસે 3000 mAhની બેટરી ધરાવતો ફોન છે, તો તમને તેને 2.4 વખત ચાર્જ કરી શકો છો. આ પાવર બેન્કને ચાર્જ થવામાં કુલ 5-6 કલાક લાગે છે. આ પાવર બેન્ક 900 રૂપિયામાં ખરીદી શકાય છે.

Best Mobiles in India

English summary
Amazon finds power banks in less than 1000 rupees

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X