Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon Echo Dot ભારતમાં લોન્ચ, એકદમ બજેટમાં છે કિંમત
Amazonએ મોશન ડિટેક્શન અને ટેમ્પરેચર સેન્સર સાથેનું એક નવું ઈકો ડોટ સ્માર્ટ સ્પીકર લોન્ચ કર્યું. આ નવું ઈકો ડોટ (5th Gen) જૂના સ્પીકર્સ જેવું જ દેખાય છે. જો કે એમેઝોનનો દાવો છે કે આ લેટેસ્ટ ઈકો ડોટ સ્પીકરમાં પાછળના બધા સ્પીકર્સ કરતા વધારે બાઝ અને ક્લિયર વોઈઝ છે. આ લેટેસ્ટ સ્માર્ટ સ્પીકર એમેઝોન વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ એલેક્સા પર બેઝ્ડ છે, જેને કારણે યુઝર્સ તેનો ઉપયોગ મ્યુઝિક સાંબળવામાં, સ્માર્ટ હોમ અપ્લાયન્સિસ ચલાવવામાં, ટાઈમર સેટ કરવામાં, રિમાઈન્ડર રાખવામાં કરી શકે છે. ખાસ વાત એ છે કે યુઝર્સ તેને હિન્દી અને અંગ્રેજી બંનેમાં કમાન્ડ આપી શકે છે.

Amazon Echo Dotની ભારતમાં કિંમત
આ લેટેસ્ટ Amazon Echo Dotની ભારતમાં કિંમત 5,499 રૂપિયા રાખવામાં આવી છે. પરંતુ હાલ કંપની તેને 4,999 રૂપિયાની શરૂઆતની કિંમતે વેચી રહી છે. જો કે, આ ડિસ્કાન્ટ માત્ર આજે અને કાલે એટલે કે 4 માર્ચ સુધી જ છે, તે પણ એમેઝોન ઈન્ડિયાની વેબસાઈટથી ખરીદી કરવા પર. યુઝર્સ આ ડિવાઈસને ક્રોમા, રિલાયન્સ ડિજિટલ સહિત અન્ય ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર પરથી પણ ખરીદી શકે છે.
Amazon Echo Dot બ્લેક, બ્લૂ અને વ્હાઈટ એમ ત્રણ કલર ઓપ્શનમાં અલેબલ છે. આ બધા જ વેરિયંટમાં નીચેની તરફ LED લાઈટ્સ મૂકવામાં આવી છે, જે ભૂરા રંગમાં ચમકે છે. એમેઝોને લોન્ચ કરેલા એલેક્સા સ્પીકરને ભારતમાં પાંચ વર્ષ થઈ રહ્યા છે, ત્યારે કંપની ઈન હાઉસ એલેક્સા સપોર્ટ પ્રોડક્ટ્સ જેમ કે ઈકો, ફાયર ટીવી પર મોટું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. 5TH Genના લોન્ચ બાદ Amazon Echo Dot (4th Gen) એમેઝોનની વેબસાઈટ પર 3,449 રૂપિયામાં મળી રહ્યું છે.
Amazon Echo Dot (5th Gen)ના સ્પેસિફિકેશન્સ
Amazon Echo Dot (5th Gen)નો દેખાવ તો 4th Genના સ્પીકર જેવો જ છે. પરંતુ તેનું વજન માત્ર 304 ગ્રામ છે. એટલે કે આ સ્પીકર જૂની જનરેશન કરતા હલકું છે. યુઝર્સે આ સ્પીકરનો ઉપયોગ કરવા માટે તેને પાવર કેબલ અને વાઈફાઈથી કનેક્ટ કરવું જરૂરી છે. આ ઉપરાંત આ સ્પીકરને એન્ડ્રોઈડ અથવા આઈઓએસ એલેક્સા એપ સાથે પણ કનેક્ટ કરી શકાય છે. આ સ્પીકર ડ્યુઅલ બેન્ડ વાઈ-ફાઈને સપોર્ટ કરે છે.
લાઉડ સાઉન્ડ આઉટપુટ માટે Amazon Echo Dot (5th Gen)ના ડ્રાઈવરને અપડેટ કરવામાં આવ્યા છે. એમેઝોને આ લેટેસ્ટ મોડેલમાં 3.5mm ઓડિયો જેકને હટાવી દીધા છે.
ઈન-બિલ્ટ અલ્ટ્રાસાઉન્ડ મોશન ડિટેક્શન અને ટેમ્પરેચર સેન્સર
Amazon Echo Dot (5th Gen)ની સૌથી મોટી ખાસિયત ઈન બિલ્ટ અલ્ટ્રાસાઉન્ડ મોશન ડિટેક્શન અને ટેમ્પરેચર સેન્સર છે, જે ગ્રાહકોને સ્પીકરને અન્ય ગેજેટ્સ અને સ્માર્ટ હોમ રૂટિન સેટ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત Amazon Echo Dot (5th Gen)નો ઉપયોગ કરીને યુઝર્સ ઘરમાં પ્રવેશતા જ લાઈટ્સ ઓટોમેટિક ઓન કરી શકે છે, અને જો સ્માર્ટ એસી હોય તો એસી પણ ઓન કરી શકવાનું સેટિંગ ઓન કરી શકે છે.
એલેક્સા એપ પોતાના યુઝર્સ માટે ખાસ સમય પર ગેજેટ્સને ચાલુ બંધ કરવાનું સેટિંગ કરી શકે છે. Amazon Echo Dot (5th Gen)માં સ્પીકરનો વોલ્યુમ સેટ કરવા માટે એલેક્સાને આદેશ આપવા માટે ઈન-લાઈન કંટ્રોલ પણ મૂકવામાં આવ્યા છે, જે જૂના મોડેલ્સ જેવા જ છે. સાથે જ યુઝર્સની પ્રાઈવસી જાળવવા માટે માઈક-ઓફનું બટન પણ આપવામાં આવ્યું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications