Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazonએ બદલી Great Indian Festival Saleની ડેટ, જાણો ડિટેઈલ્સ
અમેઝોને પોતાના કસ્ટમર્સ માટે Amazon Great Indian Festival Saleની નવી તારીખો જાહેર કરી દીધી છે. હવે આ સેલ 8 ઓક્ટોબરથી શરૂ થવાનું છે. આ સેલ દરમિયાન યુઝર્સ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ પર મોટું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. જેમાં સ્માર્ટફોન, સ્માર્ટ વૉચ, હોમ અપ્લાયન્સિસ અને અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે ફ્લિપકાર્ટે પણ સત્તાવાર રીતે પોતાના બિગ બિલિયન ડેય્ઝ સેલની તારીખ આજે જાહેર કરી છે. જે મુજબ ફ્લિપકાર્ટનું સેલ 8 ઓક્ટોબરથી શરૂ થવાનું છે, જે 15 ઓક્ટોબર સુધી ચાલશે. ફ્લિપકાર્ટની જાહેરાત બાત એમેઝોને પણ તરત જ ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલની જાહેરાત કરી છે.
આ ઘટનાક્રમ પરથી લાગી રહ્યું છે કે ફ્લિપકાર્ટના સેલની જાહેરાત બાદ એમેઝોને પોતાના સેલની તારીખ બદલી છે. કારણ કે આ પહેલા એમેઝોનનું ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ 10 ઓક્ટોબરથી શરૂ થવાનું હતું.
પ્રાઈમ મેમ્બર્સને મળશે આ ખાસ લાભ
Great Indian Festival 2023 ક્યારે પૂરું થશે, તે અંગે હજી સુધી કંપનીએ જાહેરાત નથી કરી. પરંતુ હંમેશાની જેમ એમેઝોન પ્રાઈમ મેમ્બર્સને 7 ઓક્ટોબર એટલે કે અડધી રાતથી આ સેલનું અર્લી એક્સેસ મેળવી શક્શે. ઓનલાઈન ઈ કોમર્સ કંપનીએ પોતાની વેબસાઈટ પર કેટલીક ડીલ્સ અને ડિસ્કાઉન્ટની જાહેરાત કરી દીધી છે. ચાલો, જાણીએ કે આપણને આ વખતના એમેઝોન સેલમાં શું લાભ મળવાના છે.
યુઝર્સને મળનારા લાભ
- જો તમે SBI કાર્ડ દ્વારા કોઈ પ્રોડક્ટ ખરીદશો, તો તમને 10 ટકાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ સેલમાં મોબાઈલ ફોન અને એક્સેસરીઝ પર પણ 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળવાનું છે.
- સાથે જ લેપટોપ, સ્માર્ટવૉચ વગેરે પર 75 ટકાનું ડિસ્કાઉન્ટ મળો.
- Apple, Asus, Lenovo, OnePlus, iQOO, Realme, Samsung, boat અને Sony સહિત ઘણી બ્રાન્ડ્ઝના ડિવાઈસ ડિસ્કાઉન્ટેડ કિંમતે મળશે.
આ ડિવાઈસ પર મળશે ડિસ્કાઉન્ટ
- ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2023ના સેલની તૈયારી કરવાની સાથે સાથે કંપનીએ પોતાની સાઈટ પર કિકસ્ટાર્ટર ડીલ્સ લાઈવ પણ કરી દીધી છે.
- આ ડીલ્સ મુજબ એમેઝોનના સેલ દરમિયાન Samsung Galaxy S23, Nokia G42 5G, Motorola Razr 40, Tecno Pova 5 Pro, Redmi 10 Power અને Lava Agni 2 પર પણ ડિસ્કાઉન્ટ મળશે.
- આ ઉપરાંત આ ઈવેન્ટ દરમિયાન OnePlus Nord 3, Samsung Galaxy M34 5G અને Redmi 12 5G પણ ઓછી કિંમતે મળશે.
- અત્યાર સુધી સામે આવેલી માહિતી મુજબ આ સેલમાં એલેક્સા, ફાયર ટીવી અને કિંડલ ડિવાઈસ પર 55 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે.
- કિચન અપ્લાયન્સિસ પર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.
- લેપટોપ, સ્માર્ટ વૉચ, હેડફોન, ટીવી સહિતના ગેજેટ્સ પર 75 ટકા ડિસ્કાઉન્ટ મળશે. એમેઝોન બ્લોકબસ્ટર ડિસ્કાઉન્ટ ઓફર સેલ દરમિયાન રોજ રાત્રે 8 વાગે શરૂ થશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications