Amazon 5th Gear Store પર 5G સ્માર્ટફોન થયા સસ્તા, મળશે ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

દેશમાં હવે મોટાભાગના વિસ્તારોમાં 5જી ટેક્નોલોજી પહોંચી રહી છે. એરટેલ અને જીયો જેવી મોટી ટેક કંપનીઓ અત્યાર સુધીમાં 20 કરોડ 5જી યુઝર્સ મેળવી ચૂકી છે. જો કે આ નેક્સ્ટ જનરેશન 5જી નેટવર્કનો ઉપયોગ કરવા માટે યુઝર્સ પાસે 5જી સ્માર્ટફોન હોવો જરૂરી છે. 5જીની વધતી લોકપ્રિયતાને જોતા હવે એમેઝોને પણ ખાસ 5th Gear Storeની શરૂઆત કરી છે.

Amazon 5th Gear Store પર 5G સ્માર્ટફોન થયા સસ્તા, મળશે ડિસ્કાઉન્ટ

Amazon 5th Gear Store વિશે જાણો બધી જ માહિતી

Amazon 5th Gear Storeની શરૂઆત 5મી માર્ચથી થઈ છે, જે 9મી માર્ચ સુધી ચાલુ રહેશે. આ સ્ટોર પરથી યુઝર્સ 5જી સ્માર્ટફોન સસ્તા ભાવે ખરીદી શક્શે. યુઝર્સ એમેઝોન 5th Gear Store પરથી એપલ, વન પ્લસ, ઓપ્પો, રેડમી અને iQOO જેવી બ્રાન્ડ્ઝના સ્માર્ટફોન પર મોટું ડિસ્કાઉન્ટ મેળવી શક્શે. આ સ્ટોર પર બેન્ક ડિસ્કાઉન્ટ ગણીને 5જી સ્માર્ટફોનની શરૂઆતની કિંમત માત્ર 10,500 રૂપિયા છે, જ્યારે યુઝર્સ એક્સચેન્જ ઓફરનો લાભ લઈને વધારાનું 14,000 રૂપિયા ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. આ ઉપરાંત યુઝર ઈચ્છે તો કેટલાક પસંદગીના હેન્ડસેટ 12 મહિનાના નો કોસ્ટ હપતા દ્વારા પણ ખરીદી શકે છે, જેની સાથે 12 મહિનાનું પ્રાઈમ સબસ્ક્રીપ્શન ફ્રી મળશે.

Samsung GalaX S23 Ultra 5G

Samsung GalaX S23 Ultra 5Gcex 6.8 ઈંચની QHD+ 120Hz Dynamic AMOLED 2X ડિસ્પ્લે મળે છે, જે HDR10+ને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન ક્વાલકોમ 4nm સ્નેપડ્રેગન 8 જેન 2 પ્રોસેસર પર કામ કરે છે. સાથે જ તેમાં 200 મેગાપિક્સલનો ક્વાડ કેમેરા મળે છે. યુઝર્સ આ સ્માર્ટ ફોન 14,000 રૂપિયાના એક્સચેન્જ બોનસ ઉપરાંત 9 મહિનાના નો કોસ્ટ EMI દ્વારા પણ ખરીદી શકે છે.

Apple iPhone 13

Apple iPhone 13માં 6.1 ઈંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે, જે HDR10 સર્ટિફાઈડ છે. આ સ્માર્ટફોનમાં એપલની પોતાની 5nm A15 Bionic SoC મળે છે, જે 4 જીબી રેમને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલની ડ્યુઅલ કેમેરા સિસ્ટમ છે, જે નેચરલ ફોટોઝ ક્લિક કરે છે. બેન્ક ઓફર બાદ આ ફોનની કિંમત માત્ર 61,499 રૂપિયા છે.

iQOO Neo 7

iQOO Neo 7 6.78 ઈંચની 120Hz AMOLED ડિસ્પ્લે ધરાવે છે, જે 8200 ડાયમેન્સિટી અને 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સાથે જ તેમાં 64 મેગાપિક્સલનો OIS કેમેરા પણ છે. યુઝર્સ આ સ્માર્ટફોન 2000 રૂપિયાના એક્સચેન્જ બોનસ અથવા 6 મહિનાના no Cost EMI દ્વારા ખરીદી શકે છે.

OnePlus 11

OnePlus 11 6.7 ઈંચની LTP0E Fluid AMOLED ડિસ્પ્લે ધરાવે છે, જે HDR10+ અને 120Hzના રિફ્રેશરેટને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં ક્વાલકોમ 4nm સ્નેપડ્રેગન 8 જેન 2 SoC છે, જે 16 જીબી રેમને સપોર્ટ કરે છે. આ ઉપરાંત આ સ્માર્ટફોન 100 W વાયર્ડ ચાર્જિંગ કેપેસિટી ધરાવે છે. યુઝર્સ આ ફોનને 2000 રૂપિયાના એક્સચેન્જ બોનસ અથવા તો 12 મહિનાના no Cost EMI દ્વારા ખરીદી શકે છે.

OnePlus 11R

OnePlus 11Rમાં 6.74 ઈંચની Fluid AMOLED ડિસ્પ્લે મળે છે, જ HDR10+ અને 12Hz રિફ્રેશ રેટ ધરાવે છે. આ સ્માર્ટપોન ક્વાલકોમના 4nm સ્નેપડ્રેગન 8+ Gen 1 SoC પર કામ કરે છે, જે 16 જીબી રેમ પણ ધરાવે છે. આ સ્માર્ટપોન પર 100Wના વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. યુઝર્સ આ સ્માર્ટફોન પર 3000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મેળવી શકે છે સાથે જ 12 મહિનાના no cost EMI દ્વારા પણ ખરીદી શકે છે.

Redmi Note 12 5G

Redmi Note 12 5Gમાં 6.67-ઇંચ, 120Hz ડિસ્પ્લે, Snapdragon 4 Gen 1 પ્રોસેસર, 48MP ટ્રિપલ કેમેરા સિસ્ટમ અને 33W ફાસ્ટ ચાર્જિંગ કેપેસિટી છે. યુઝર્સ રૂ.2,000 એક્સચેન્જ બોનસ તેમજ 6 મહિના સુધી નો-કોસ્ટ EMI ઓફર સાથે આ ફોન ખરીદી શકે છે.

Best Mobiles in India

English summary
Amazon 5th gear store launched giving heavy discount on 5g smartphones

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X