Just In
- 630 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 631 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 632 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 633 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazfit Band 7 આજથી શરૂ થયું વેચાણ, જાણો કિંમત
સ્માર્ટ ગેજેટની દુનિયામાં એમેઝોન પોતાની સ્માર્ટ વૉચનું નવું સંસ્કરણ લઈને આવ્યું છે. તાજેતરમાં સામે આવેલા રિપોર્ટમાં એમેઝોન ઈન્ડિયાના લિસ્ટિંગના હવાલાથી આ નવી સ્માર્ટવૉચના ફીચર્સ, તેની કિંમત અને લોન્ચ ડેટ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. આ નવી સ્માર્ટ વૉચમાં 1.47 ઈંચનો અમોલ્ડ ડિસ્પ્લે મળી રહી છે. સાથે જ તેમાં હેલ્થ મોનિટરિંગ માટે હાર્ટ રેટ સેન્સર છે. આ વૉચને એકવાર ચાર્જ કર્યા બાદ 28 દિવસ સુધી બેટરી લાઈફ મળે છે. સાથે જ આ સ્માર્ટ વૉચમાં 5 એટીએમ રેટિંગ છે, જેને કારણે આ વૉચ વૉટર પ્રૂફ બને છે.

Amazfit Band 7ની કિંમત
GSMArenaના રિપોર્ટમાં Amazon Indiaની ઓફર લિંકની સાથે Amazfit Band 7ની કિંમતનો ખુલાસો કર્યો છે. આ રિપોર્ટ મુજબ ભારતમાં આ સ્માર્ટ વૉચની કિંમત 3,499 રૂપિયા રાખવામાં આવી છે. જો કે, ઈન્ટ્રોડક્ટરી ઓફર અંતર્ગત 8 નવેમ્બરથી આ વૉચ માત્ર 2,999 રૂપિયામાં ખરીદી શકાશે. આ લેટેસ્ટ રિપોર્ટ મુજબ એમેઝોન આ સ્માર્ટ વૉચને 8 નવેમ્બરથી વેચાણમાં મૂકી રહ્યું છે. એમેઝોનની આ સ્માર્ટ વૉચ તમને બે કલર વેરિયંટ ક્લાસિક બ્લેક અને એલિગન્ટ બેજમાં મળી રહી છે. સાથે જ બીજો કલર ઓપ્શન ગુલાબી વેરિયંટ છે, જે હાલ ભારતમાં વેચાણ માટે નથી મૂકાઈ રહ્યો.
અમેઝફિટ બેન્ડ 7ના સ્પેસિફિકેશન્સ
એમેઝોનની આ સ્માર્ટ વૉચમાં 1.47 ઈંચની એચડી અમોલ્ડ ડિસ્પ્લે મળે છે, સાથે જ તેમાં 50થી વધારે વૉચ ફેસ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 8 કસ્ટમાઈઝ્ડ વૉચ ફેસ યુઝર તૈયાર કરી શકે છે. તો એમેઝોનની આ સ્માર્ટ વૉચમાં 12 જેટલા સ્પોર્ટ્સ મોડ જોવા મળે છે. આ વૉચમાં 24/7 હાર્ટ રેટ મોનિટરિંગ સપોર્ટ અને એલેક્સ વોઈસ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.
Amazfit Band 7ના હેલ્થ ફીચર્સ
Amazfit Band 7માંમાં હાર્ટ રેટ મોનિટરિંગની સાથે SPO2 મોનિટરિંગ, સ્ટ્રેસ મોનિટરિંગ, મેન્સ્ટ્રુએશન સાઈકલ મોનિટરિંગ જેવા ફીચર્સ છે. આ સ્માર્ટ વૉચ પાવર સેવિંગ મોડ સાથે 28 દિવસ સુધી એક સાથે ચાલી શખે છે. જ્યારે નોર્મલી આ બેન્ડ એક ચાર્જમાં 18 દિવસની વર્કિંગ કેપેસિટી ધરાવે છે.
સરળતાથી થાય છે કનેક્ટ
આ બેન્ડ બ્લૂટુથ દ્વારા એન્ડ્રોઈડ અને આઈઓએસ ડિવાઈસ સાથે કનેક્ટ થઈ શકે છે. જો કે એમેઝોનની આ સ્માર્ટ વૉચ એન્ડ્રોઈડ 7.0થી અપગ્રેડેડ વર્ઝન સાથે જ કનેક્ટ થઈ શક્શે, જ્યારે આઈઓએસમાં આ વૉચ આઈઓએસ 12 કરતા ઉપરના વર્ઝન સાથે જ કનેક્ટ થશે. આ સ્માર્ટ વૉચનું વજન માત્ર 28 ગ્રામ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications