Nothing Phone (1)ની આ એક્સેસરીઝ ફર્સ્ટ પાર્ટી પ્રોડક્ટ્સ કરતા છે સસ્તી, જાણો લિસ્ટ

By Gizbot Bureau
|

આખરે Nothing Phone (1) ભારતમાં લોન્ચ થઈ ચૂક્યો છે. આમ તો આ સ્માર્ટ ફોનની કિંમત ખાસ વધારે નથી, પરંતુ લોકો કંપની દ્વારા ફોનની એક્સેસરીઝ માટે જે કિંમત રાખવામાં આવી છે, તેને લઈને રોષ વ્યક્ત કરી રહ્યા છે. આજે મોટાભાગના એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ટ્રાન્સપરન્ટ કેસ બોક્સમાં ફ્રી આવે છે, જ્યારે Nothing Phone (1) આ જ કેસ માટે મોટી રકમ વસુલી રહી છે.

Nothing Phone (1)ની આ એક્સેસરીઝ ફર્સ્ટ પાર્ટી પ્રોડક્ટ્સ કરતા છે

મોંઘી છે કંપની દ્વારા અપાતી ફોન એક્સેસરિઝ

Nothing Phone (1) માટે કંપનીના ઓફિશિયલ ટ્રાન્સપરન્ટ બેક કવરની કિંમત રૂપિયા 1,499 રાખવામાં આવી છે. તો કંપની ટેમ્પર્ડ ગ્લાસ માટે રૂપિયા 999 વસુલી રહી છે. જો તમે પણ તાજેતરમાં જ લોન્ચ થયેલો Nothing Phone (1) ખરીદવા ઈચ્છો છો, તો ફોનને બચાવવા માટે આવી કેટલીક પ્રોડક્ટ્સ ખરીદવી હિતાવહ છે.

આ રહ્યા સસ્તા એક્સેસરિઝના વિકલ્પ

મોટા ભાગના સ્માર્ટ ફોનમાં બેક સાઈડ સોલિડ કલરની બેક પેનલ હોય છે, જ્યારે Nothing Phone (1)માં ટ્રાન્સપરન્ટ બેક પેનલ આપવામાં છે, જેને કારણે તેમાં સ્ક્રેચ પડવાના કે નુક્સાવ થવાના ચાન્સ વધી જાય છે. જો તમે કંપનીની ફર્સ્ટ પાર્ટી પ્રોડ્ક્ટસ નથી ખરીદવા ઈચ્છતા તો અમે તમને જણાવીએ છીએ, તેના વિકલ્પમાં તમે કઈ વસ્તુ ખરીદી શક્શો, જે તમને સસ્તી પડશે.

Tombik Back Screen Guard

ટોમ્બિક બેક સ્ક્રીન ગાર્ડ અન્ય બેક કવરની જેમ તમારા આખા ફોનને ઢાંકી નથી દેતું. તેમાં પણ ટ્રાન્સપરન્ટ ફિનિશ આપવામાં આવ્યો છે, જે ફોનની યુએસપી સમાન ઓરિજિનલ ડિઝાઈન કવર લગાવ્યા બાદ પણ દર્શાવે છે. રસપ્રદ વાત એ છે કે આ સ્ક્રીનગાર્ડની કિંમત માત્ર રૂપિયા 189 છે. એટલે કે માત્ર 189 રૂપિયામાં તમે તમારા ફોનને સેફ પણ રાખી શક્શો, અને તેની ડિઝાઈનનો શો ઓફ પણ કરી શક્શો.

Inclu Edge To Edge Tempered Glass

Nothing Phone (1) માટે Inclu Edge To Edge Tempered Glassની કિંમત માત્ર રૂપિયા 249 છે. આ થર્ડ પાર્ટી સ્ક્રીનગાર્ડ પણ તમારા નવા ફોનને લાંબા સમય સુધી ફિંગરપ્રિન્ટ અને પરસેવાથી થતાં નુક્સાનથી બચાવે છે.

Amx XP 60 Charger

Nothingના ઓફિશિયલ ચાર્જ કરતા આ ચાર્જર થોડુંક મોંઘુ છે, પરંતુ તેનો ઉપયોગ વધુ યોગ્ય છે. Amx XP 60 તમારા ફોનને USB-PD દ્વારા 60Wના પાવરથી ચાર્જ કરે છે. સાથે જ આ ચાર્જર દ્વારા તમે એક સાથે ઘણાબધા ડિવાઈસ એક જ સમયે ચાર્જ કરી શકો છો. જે લેપટોપ USB-PDને સપોર્ટ કરતા હોય, તેવા લેપટોપ પણ તમે આ ચાર્જરથી ચાર્જ કરી શકો છો. એટલે આ મોંઘુ ચાર્જર પણ ફાયદાનો સોદો છે.

AMX XP 60ની કિંમત રૂપિયા 1,899 છે. પરંતુ હાલની તારીખમાં USB-PD ટેક્નોલોજી ધરાવતું આ બેસ્ટ મલ્ટીપર્પઝ ચાર્જર છે. આ ચાર્જર દ્વારા તમે મોડર્ન MacBook Air અને MacBook Pro પણ ચાર્જ કરી શકો છો.

Best Mobiles in India

English summary
Alternative Nothing Phone (1) Accessories That Are As Good As First-Party Products

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X