હવે એલેક્સા ના અવાજ તરીકે અમિતાભ બચ્ચન નો અવાજ આવશે

By Gizbot Bureau
|

એમેઝોન એલેક્સા ને ભારત ની અંદર તેનો પ્રથમ સલેબ્રીટી વોઇસ મળ્યો છે. યુએસ ની ઈ કોમર્સ કંપની એમેઝોન દ્વારા તેમના એકો ડિવાઇસીસ ની અંદર અમિતાભ બચ્ચન નો અવાજ જોડવા માં આવી રહ્યો છે. અને આ પગલાં દ્વારા હવે યુઝર્સ એમેઝોન ના સ્માર્ટ ડિવાઇસીસ ની સાથે ઈન્ટરેક્ટ કરી શકશે અને ઘણા બધા ટોપિક પર અમિતાભ બચ્ચન નો અવાજ સાંભળી શકશે. તો તેના વિષે વધુ માહિતી મેળવીએ.

હવે એલેક્સા ના અવાજ તરીકે અમિતાભ બચ્ચન નો અવાજ આવશે

એલેક્સા પર અમિતાભ બચ્ચન નો અવાજ સાંભળવા માટે શું પૈસા ચૂકવવા પડશે?

હા આ એક પેઈડ ફીચર છે. એમેઝોન એકો ના યુઝર્સ દ્વારા અમિતાભ બચ્ચન નો અવાજ સાંભળવા માટે પૈસા ચૂકવવા પડશે. આ ફીચર માટે ની શરૂઆત ની કિંમત રૂ. 149 પ્રતિ મહિના રાખવા માં આવેલ છે.

અમિતાભ બચ્ચન ના અવાજ ને એલેક્સા પર કઈ રીતે શરૂ કરવો?

યુઝર્સે એલેક્સા ને જણાવવા નું રહેશે કે "ઈન્ટ્રોડ્યુસ મી ટુ અમિતાભ બચ્ચન" જેથી પરચેઝ સ્ટાર્ટ થઇ શકે. અને તેઓ અમિતાભ બચ્ચન ની સાથે "અમિત જી" નામ થી વાતો પણ કરી શકશે. અને યુઝર્સ એકો ડિવાઇસીસ પર અથવા એમેઝોન એન્ડ્રોઇડ પર માઈક ના બટન પર ક્લિક કરી ને પણ અમિતાભ બચ્ચન ના અવાજ ને મેળવી શકે છે.

એલેક્સા પર અમિતાભ બચ્ચન ના અવાજ ની સાથે યુઝર્સ ને ક્યાં કન્ટેન્ટ નું એક્સેસ આપવા માં આવશે?

એમેઝોન દ્વારા જણાવવા માં આવ્યું છે કે યુઝર્સ ને માત્ર તે કન્ટેન્ટ નું એક્સેસ આપવા માં આવશે કે જેને અમિતાભ બચ્ચન દ્વારા પસન્દ કરવા માં આવેલ હોઈ. જેની અંદર તેમના જીવન ની અમુક વાતો, તેમના પિતા ની અમુક કવિતાઓ, ટંગ ટ્વીસ્ટર્સ, મોટિવેશનલ કોટ્સ અને બીજું ઘણું બધું. અને તેની સાથે સાથે યુઝર્સ મ્યુઝિક માટે પૂછી શકે છે, ત્યાર પછી વેધર અપડેટ્સ અને એલાર્મસ માટે પણ પૂછી શકે છે જેનો જવાબ અમિતાભ બચ્ચન ની સ્ટાઇલ માં આપવા માં આવે છે.

અમિતાભ બચ્ચન દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, એમેઝોન સાથે કામ કરી ને મારા અવાજ ને એલેક્સા પર લાવવો એ એક નવો અનુભવ હતો જેના દ્વારા વોઇસ ટેક્નોલોજી અને ક્રિએટિવિટી ના જાદુ ને સાથે મેળવી શકાય છે. મને ખુશી છે કે હવે મારા શુભ ચિંતકો મારી સાથે આ નવા મીડીયમ દ્વારા વાત કરી શકશે, અને હું જાણવા માંગુ છું કે તેઓ નો અનુભવ કેવો રહ્યો.

આ પ્રથમ વખત નથી બની રહ્યું કે જયારે એમઝોન દ્વારા એલેક્સા માટે કોઈ સેલેબ્રીટી સાથે કામ કર્યું હોઈ. એમેઝોન દ્વારા તેમના સેલેબ્રીટી પ્રોગ્રામ ને ગયા વર્ષે ડિસેમ્બર મહિના ની અંદર યુએસ માં સેમ્યુઅલ એલ જેક્સન ની સાથે લોન્ચ કરવા માં આવ્યો હતો.

Best Mobiles in India

Read more about:
English summary
Alexa Gets Amitabh Bachchan's Voice For A Price: Here's How To Enable It On Your Echo

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X