એરટેલ વાઇફાઇ કોલિંગ નેટવર્ક હવે બધા જ વાઇફાઇ નેટવર્ક પર ઉપલબ્ધ

By Gizbot Bureau
|

એરટેલ દ્વારા પોતાની વાઇફાઇ કોલિંગ ફંકશન લીટીને વર્ષ 2019 ની અંદર ડિસેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવ્યું હતું જેની શરૂઆત ની અંદર માત્ર દિલ્હી અને એનસીઆરમાં ની અંદર લોન્ચ કરવામાં આવ્યું હતું પરંતુ હવે તે ધીમે ધીમે ભારતના ઘણા બધા શહેરોની અંદર પ્રસરી રહ્યું છે હા સર્વિસની શરૂઆત ની અંદર એરટેલ એક્સટ્રીમ ફાઇબર હોમ બ્રોડબેન્ડ સર્વિસ પૂરતું સીમિત રાખવામાં આવ્યું હતું પરંતુ હવે તેને બદલી નાખવામાં આવ્યું છે અને હવે એરટેલ વાઇફાઇ કોલિંગ એપ કોઈપણ બ્રોડબેન્ડ આઇએસપી અથવા વાઇફાઇ હોટસ્પોટ પર કામ કરશે જેના વિશે તેમની વેબસાઈટ પર પુષ્ટિ કરવામાં આવી છે.

એરટેલ વાઇફાઇ કોલિંગ નેટવર્ક હવે બધા જ વાઇફાઇ નેટવર્ક પર ઉપલબ્ધ

અહીં રસપ્રદ વાત એ છે કે એરટેલ નું વાઇફાઇ કોલિંગ બધા જ નેટવર્ક પર ત્યારે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે કે જેના થોડા સમય પહેલાં જ જીઓ વાઇફાઇ કોલિંગ ને લોન્ચ કરવામાં આવ્યું હતું અને તેના દ્વારા પણ ગ્રાહકોને કોઈપણ વાઇફાઇ અથવા બ્રોડબેન્ડ નેટવર્ક પર કોલિંગ કરવાની અનુમતિ આપવામાં આવે છે પરંતુ એરટેલના આ નવા લોન્ચ ને કારણે એક મિલિયન કરતાં પણ વધુ ગ્રાહકો ખુબ જ ખુશ થઇ ચુક્યા છે. અને હવે એરટેલની આ વાઇફાઇ કોલિંગ સર્વિસ યુપી કેરેલા ગુજરાત હરિયાણા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને પંજાબ જેવા રાજ્યોની અંદર ઉપલબ્ધ થઈ ચૂકી છે.

અને કેમકે હવે એરટેલ દ્વારા વાઇફાઇ કોલિંગ સર્વિસને કોઈપણ વાઇફાઇ નેટવર્ક પર એક્સેસ કરવાની અનુમતિ આપવામાં આવી છે જેને કારણે ગ્રાહકો હવે કોઇપણ વધારાના પૈસા ચૂકવ્યા વિના વોઈસ કોલ નો લાભ ઉઠાવી શકશે. રિલાયન્સ જીઓ ની અંદર પણ તમે તમારા સ્માર્ટફોન દ્વારા વાઇફાઇ કોલિંગ કરી શકો છો જેના માટે ગ્રાહકોએ કોઈપણ વધારાનો ખર્ચ ચૂકવવાની જરૂર રહેતી નથી. અને એરટેલ દ્વારા પણ સપોર્ટેડ ફોન આ લિસ્ટને વધારવામાં આવ્યું છે અને હવે આ ફિચરને કોઈપણ એન્ડ્રોઇડ અથવા સેલ્યુલર ટેબ અથવા આઈઓએસ ડિવાઇસ પર ચાલુ કરી શકાશે.

એરટેલ નું વાઇફાઇ કોલિંગ એપ નીચે જણાવેલા સ્માર્ટફોનની સાથે કમ્પિટેબલ છે જેની અંદર સેમસંગ ગેલેક્સી એસ10 સિરીઝ, સેમસંગ ગેલેક્સી એમ20, ગેલેક્સી જે6 ગેલેક્સી ઓન6, ગેલેક્સી એમ30એસ, ગેલેક્સી એમ10 એસ, ગેલેક્સી એ50એસ, અને ગેલેક્સી નોટ 9 નો સમાવેશ થાય છે. જ્યારે એપલ આઈફોન 6એસ થી શરૂ કરી અને આઈફોન ઇલેવન સિરીઝ સુધીના બધા જ આઈફોન નો સમાવેશ કરવામાં આવે છે.

સાથે સાથે વન પ્લસ સીક્સ વનપપ્લસ 6ટી, વનપપ્લસ 7, વનપપ્લસ 7 પ્રો, વનપપ્લસ 7 પ્રો પ્લસ, વનપપ્લસ 7 ટી પ્રો, અને પોકો એફ1, રેડમી કે20 પ્રો, રેડમી કે20, રેડમી નોટ 7 પ્રો, રેડમી વાય3, રેડમી 7, આટલા સ્માર્ટફોનનો સમાવેશ કરવામાં આવે છે અને એરટેલ દ્વારા હજુ વધુ સ્માર્ટફોન બ્રાન્ડ સાથે આ ફિચરને તેમના ફોનની અંદર શરૂ કરવા માટે વાતચીત કરવામાં આવી રહી છે.

Best Mobiles in India

Read more about:
English summary
Airtel Wi-Fi Calling Available Across India; More Than Hundred Smartphones Supported

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X