એરટેલ યુઝર્સ ને રિવાઇઝડ કરેલ રૂ. 199 ના પ્લાન ની અંદર હવે વધારા ના 2.8જીબી ડેટા મળશે

  ટેલિકોમ સેક્ટર હંમેશા થી ખુબ જ સ્પર્ધાત્મક રહ્યું છે, અને જ્યાર થી આ માર્કેટ ની અંદર રિલાયન્સ જીઓ આવ્યું છે ત્યાર થી આ માર્કેટ ની અંદર સ્પર્ધા ની આગ એવી લાગી છે કે જે પહેલા ક્યારેય પણ નહતી. અને જેમ જેમ કંપનીઓ નવા નવા પ્લાન જોડતી જાય છે અને જુના પ્લાન ને રિવાઇઝડ કરી અને ગ્રાહક ને પોતાની તરફ આકર્ષવા ના પ્રયત્નો કરી રહી છે.

  એરટેલ યુઝર્સ ને હવે રૂ. 199 ના પ્લાન માં વધુ ડેટા મળશે

  અને તાજેતર માં જ એરટેલે પોતાના રૂ. 199 ના પ્રીપેડ પ્લાન ને રિવાઇઝડ કર્યો હતો. અને તે પ્લાન ની અંદર પહેલા દરરોજ ના 1.4જીબી ડેટા આપવા માં આવતા હતા તેની જગ્યા પર હવે દરરોજ ના 1.5 જીબી ડેટા આપવા માં આવી રહ્યા છે. અને આ પ્લાન ની વેલિડિટી 28 દિવસ ની આપવા માં આવે છે. તેનો અર્થ એવો થાય છે યુઝર્સ ને ઓવરઓલ આ પ્લાન ની અંદર 2.8જીબી ડેટા વધારા ના મળી રહ્યા છે.

  અને આ પ્લાન નો બીજો ફાયદો એ છે કે તેની અંદર યુઝર્સ ને કોઈ FUP લિમિટ વિના અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ્સ અને સાથે સાથે દરરોજ ના 100 એસએમએસ પણ આપે છે.

  અને આ બધા ની વચ્ચે વોડાફોને પણ પોતાના રૂ. 199 અને રૂ. 399 ના પ્લાન ને રીવેમ્પ કર્યો છે.

  સુધારેલી રૂપિયા 199 યોજનાઓ અમર્યાદિત સ્થાનિક અને એસટીડી કોલિંગ અને 100 એસએમએસ સાથે દરરોજ 1.5 જીબી ડેટા પ્રદાન કરે છે. અગાઉ, તે દરરોજ 1.4 જીબી ડેટા પ્રદાન કરે છે અને સંશોધન સાથે વપરાશકર્તાઓને દરરોજ 100 એમબી ડેટા મળશે. એરટેલની રૂ. 199 યોજનાની જેમ, આ વોડાફોન પ્લાન પણ 28 દિવસની માન્યતા સાથે આવે છે. જો કે, એરટેલની રૂ. 199 યોજનાથી વિપરીત, વોડાફોન પ્લાન દરરોજ 250 મિનિટની FUP અને વૉઇસ કૉલ્સ માટે 1,000 મિનિટ દર અઠવાડિયે આવે છે.

  અને વોડાફોન દ્વારા જે બીજો પ્લાન રીવેમ્પ કરવા માં આવ્યો છે તે છે રૂ. 399 નો પ્રીપેડ પ્લાન, આ પ્લાન ની અંદર પહેલા દરરોજ ના 1.4જીબી ડેટા અને 70 દિવસ ની વેલિડિટી આપવા માં આવતી હતી. અને રીવીઝન બાદ હવે આ પ્લાન ની અંદર યુઝર્સ ને 84દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે, અને દરરોજ ના 1જીબી ડેટા, અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ્સ અને દરરોજ ના 100એસએમએસ આપવા માં આવશે.

  Read more about:
  English summary
  Airtel users to get additional 2.8GB data under the revised Rs 199 prepaid plan

  Get breaking news alerts from Gujarati Gizbot

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more