Airtel યુઝર્સને મળી શકે છે ઝટકો, સૌથી સસ્તો પ્લાન થઈ શકે છે બંધ

By Gizbot Bureau
|

ભારતી એરટેલે પ્રિપેઈડ મોબાઈલ ફોન યુઝર્સ માટેના પોતાના મિનિમમ મંથલી રિચાર્જ પ્લાનના ભાવમાં ફેરફાર કર્યો છે. ટેલિકોમ જાયન્ટ કંપની ટૂક સમયમાં રૂપિયા 100થી ઓછી કિંમતના પ્રિપેઈડ રિચાર્જ પ્લાન્સ બંધ કરી શકે છે. આગામી સમયમાં એરટેલનો સૌથી ઓછી કિંમતનો રિચાર્જ પ્લાન રૂપિયા 155ની કિંમતનો હશે. ચાલો, તમને એ પણ જણાવી દઈએ કે રૂપિયા 155ના રિચાર્જ પર યુઝર્સને શું શું ફાયદો મળશે.

Airtel યુઝર્સને મળી શકે છે ઝટકો, સૌથી સસ્તો પ્લાન થઈ શકે છે બંધ

ભારતી એરટેલે હરિયાણા અને ઓડિશામાં પોતાના સૌથી સસ્તા પ્લાન રૂપિયા 99ના પ્લાનની કિંમત વધારીને રૂપિયા 155 કરી દીધી છે. મિનિમમ રિચાર્જ પ્લાનમાં આ 57 ટકાનો ભાવ વધારો છે. હાલ તો કંપનીએ ભારતના માત્ર બે જ રાજ્યોમાં આ પ્લાન શરૂ કર્યો છે, પરંતુ ચર્ચા છે કે આગામી સમયમાં કંપની આખા દેશમાં આ નિર્ણય લાગુ કરી શકે છે.

હરિયાણા અને ઓડિશામાં હવે એરટેલના યુઝર્સે સૌથી સસ્તો પ્લાન જોઈતો હોય તો 99 રૂપિયાના બદલે 155 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. એટલે કે મિનિમમ રિચાર્જ પ્લાન માટે હવે દરેક યુઝર્સે 54 રૂપિયા વધારે ચૂકવવા પડશે. પહેલી નજરે તો આ ભાવવધારો યુઝર્સના ખિસ્સા પર ભાર લાગી રહ્યો છે. પરંતુ 99 રૂપિયાના પ્લાનમાં મળતી ફેસિલિટીઝની સામે 155ના પ્લાનમાં મળથી ફેસિલિટીઝ થોડી વધારે છે. પરંતુ જો કોઈ યુઝર માત્ર નંબર ચાલુ રાખવા ઈચ્છતો હોય તો તેમના માટે આ મિનિમમ રિચાર્જ પ્લાન મોંઘો સાબિત થઈ શકે છે.

99 રૂપિયાના રિચાર્જ પર એરટેલ માત્ર 200 એમબી ડેટા આપતું હતું અને તેમાં કોલિંગ માટે રેટ પ્રતિ સેકન્ડ 2.5 પૈસા છે. આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવતો હતો. એટલે કે આ બધી જ ફેસિલિટીઝ ખૂબ જ ઓછી હતી. પરંતુ રૂપિયા 155 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં આ ફેસિલિટીઝ પણ બદલાઈ છે.

99 રૂપિયાનો રિચાર્જ પ્લાન એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે, જેઓ પોતાનો નંબર એક્ટિવ રાખીને માત્ર કોલ અને મેસેજ રિસીવ કરવા ઈચ્છે છે. જો આ જ લક્ષ્ય હોય તો 155 વાળો પ્લાન નિશંક પણે મોંઘો છે. પરંતુ જો તમે રૂપિયા 155ના પ્લાનના બેનિફિટ્સ યુઝ કરવા ઈચ્છો છો, તો આ પ્લાન પણ અફોર્ડેબલ છે.

એરટેલ યુઝર્સને રૂપિયા 155ના રિચાર્જ પર દરેક નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા મળશે, સાથે જ 300 મેસેજ અને 1 જીબી ઈન્ટરનેટ પણ મળશે. આ ઉપરાંત એરટેલ યુઝર્સને વિંક મ્યુઝિક અને હેલો ટ્યુનની સુવિધા બોનસ તરીકે ફ્રીમાં વાપરવા મળશે.

155 રૂપિયાના રિચાર્જ પ્લાનની આ સુવિધા હોવા છતાંય, એક સ્પષ્ટ મર્યાદા છે. ₹155નો પ્રીપેડ રિચાર્જ પ્લાન માત્ર 24 દિવસમાં સમાપ્ત થાય છે. પ્લાનની વેલિડિટી ₹99ના પ્લાન કરતાં 4 દિવસ ઓછી છે. જોકે, અફવાઓ મુજબ એરટેલ ₹155ની નીચેની કિંમતના કૉલ્સ, SMS અને ડેટાને ધ્યાનમાં લીધા વિના તમામ 28-દિવસના પ્લાનને બંધ કરવાની યોજના બનાવી રહી છે.

એરટેલે પોતાના લોએસ્ટ રિચાર્જ પ્લાનની કિંમતમાં કરેલો આ બીજો વધારો છે. આ પહેલા કંપનીએ રૂપિયા 79ના લોએસ્ટ રિચાર્જ પ્લાનની કિંમત વધારીને રૂપિયા 99 કરી હતી. હવે આ પ્લાન કંપની કાયમ માટે બંધ કરવા જઈ રહી છે. એરટેલનો સૌથી સસ્તો પ્લાન હવે રૂપિયા 155નો રિચાર્જ પ્લાન હશે.

Best Mobiles in India

Read more about:
English summary
Airtel Scrap Recharge Plans Below ₹100; Minimum Recharge Plan To Cost ₹155

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X